ફિલ્મ ના દિગ્દર્શક ગિરીશ ભાઈ જણાવે છે કે તેઓ ભારત માં જન્મ્યા છે અને તેઓ વણકર પરિવાર થી આવે છે. " અમારા પરિવાર ને કમનસીબે તેઓ અછૂત કે નાત બહાર ના કહેતા . . "
આ ફિલ્મ ના માધ્યમ થી તેઓ જાતિઆધારિત ભેદભાવનો પ્રશ્ન કેવી રીતે સીમા ઓળંગી અને અન્ય દેશો માં પણ પ્રસ્તુત છે તે જણાવવા માંગે છે.
તેમની ફિલ્મ એ વર્ષ 2009-2010 માં મેલબોર્ન ખાતે ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલ જાતીય હુમલાઓ પર કેન્દ્રિત છે. ગિરીશ આ હુમલાઓને અને ભારત માં જાતિ આધારિત ભેદભાવ માં સમાન રીતે મૂલવે છે.

ગિરીશ કહે છે કે " એક ગર્વિત ભારતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પર , ટ્રેન માં પ્રકાશ માં હુમલો થાય છે. તેના હુમલાખોરો થી અજાણ તેના તે (વિદ્યાર્થી ને) તે લોકો અને તેના ઉચ્ચ વર્ણની સ્થિતિ માં થોડી સુસંગતતા દેખાય છે, અને તે કટુ ક્ષણ માં, તેનો બચાવ એક નીચી જાતિની વ્યક્તિ વડે કરવામાં આવે છે. આ પગલાં ને લીધે તેઓ એક થાય છે જે અન્ય સંજોગો માં ક્યારેય શક્ય ન બને "

ફિલ્મ માં મુખ્ય અભિનેત્રીનું કિરદાર ખુબ મહત્વનું છે જે ઓસ્ટ્રેલિયા માં જન્મેલ વિદ્યા માકન નિભાવી રહ્યા છે. ફિલ્મ માં તેમનું નામ મારિયા છે. તેઓ એક પત્રકારની ભૂમિકા માં છે જે 2010 માં થયેલ વિદ્યાર્થી હુમલાઓ નું રિપોર્ટિંગ કરે છે.
ભારતીય સમાજની અંધારી બાજુ થી લઈને મેલબોર્ન ના લેન્વેસ ની સફર પર તેની લઇ જાય છે.
તેઓ જણાવે છે કે," ઓસ્ટ્રેલિયા માં જન્મેલ ભારતીય તરીકે આ કિરદાર નિભાવ્યા બાદ પોતાની સાચી ઓળખ પર જ મને પ્રશ્નાર્થ થયો."
તેઓ ઉમેરે છે કે," ઓસ્ટ્રેલિયા માં ફિલ્મ નિર્માણ દરમિયાન મેં જોયું કે કેવી રીતે ઓછી આવક ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ કરવામાં આવે છે."
22 ઓગસ્ટના આ ગુજરાતી અને અંગ્રેજી ભાષા માં બનેલ ફિલ્મનું પ્રીમિયર મેલબોર્ન ખાતે યોજાયેલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ માં થશે.
