સરકાર વડે ચાઈલ્ડ કેર નીતિને લગતા સુધારા પસાર કરાવવા માટેના એક સમજોતામાં બે અઠવાડિયાની ચુકવણી સાથેની પેરેન્ટલ લિવ આપવાની વાત કરવામાં આવી છે.
ધ ઓસ્ટ્રેલિયન મુજબ આજે આ વિગતો સંસદ સમક્ષ મુકવામાં આવશે. આ સુધારા થી કેન્દ્રીય બચતમાં મોટો લાભ થશે તેવી સંભાવના છે.
સમાજ સેવા મંત્રી ક્રિસ્ટિયન પોર્ટરે ધ ઓસ્ટ્રેલિયન અખબાર ને જણાવ્યા અનુસાર પીસની ચુકવણી સાથની પેરેન્ટલ લિવની સૂચિત યોજનાથી ઓછી આવક ધરાવનાર પરિવારોને મહત્તમ લાભ થશે.
આ સુધારાઓ આ ખરડાને મંજૂરી માલ્યાના નવ મહિના બાદ અમલમાં આવશે.
શ્રી પોર્ટરનું કહેવું છે કે સરકારે બુનિયાદી બાબતોની ધ્યાન રાખીને આખી યોજના પર પુનઃ કામ કર્યું છે.
નવી યોજના મુજબ આ વર્ષાન્ત થી ફેમિલી ટેક્સ બેનિફિટ એ સમાપ્ત થશે અને પાક્ષિક ચૂકવણીમાં લગભગ $20ની વૃદ્ધિ થશે.
ક્રોસ બેન્ચ સેનેટર નિક ક્ષેનોફોનનું કહેવું છે કે આ પગલું સાચી દિશામાં લેવાયું છે. એ બી સી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે ઘણી વાટાઘાટો માટે સ્થાન છે પણ તેઓ ખુશ છે કે સરકાર વિવિધ મોરચે આગળ વધી રહી છે.
વિરોધપક્ષના પરિવારના પ્રવક્તા જેની માકલીને કહ્યું છે કે આ બદલાવ થી પરિવારો, નવા વાલીઓ અને પેંશનર્સ ને નુકસાન થશે.
લેબર પક્ષ ફેમિલી ટેક્સ બેનિફીટમાં કાપનો સ્વીકાર નથી કરે.
ફેમિલી ટેક્સ બેનિફિટ એ પર નિર્ભર પરિવારો દર બાળક દીઠ લગભગ $200 ગુમાવશે અને ફેમિલી ટેક્સ બેનિફિટ બી પર આધારિત પરિવાર $350.
પેંશનર્સ પાક્ષિક ઉર્જા આધારના $14 ગુમાવશે જયારે નવા વાલીઓ પણ આ બદલાવથી પ્રભાવિત થશે.
Share

