SKIP TO MAIN CONTENT

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટની સંખ્યા વધશે

એર ઇન્ડિયાના સંચાલકોએ નજીકના ભવિષ્યમાં જ અમલમાં આવે એ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટની સંખ્યા વધારવાની જાહેરાત કરી છે.

Air India Dreamliner Boeing 787 Arrives Into Sydney
Air India Dreamliner - the Boeing 787 arrives into Sydney on August 29, 2013 in Sydney, Australia. Source: Getty Images AsiaPac

1 min read

Published

By Hiren Mehta



Skip to article content

સરકારી માલિકીની વિમાની સેવા એર ઇન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા જોર પકડે એ પહેલા આ એરલાઈનના સંચાલકોએ નજીકના ભવિષ્યમાં જ અમલમાં આવે એ રીતે એના વિસ્તરણની યોજના આંકી છે. અને એ અંતર્ગત એર ઇન્ડિયા એની ઓસ્ટ્રેલીયા અને અમેરીક સાથેની ફ્લાઈટસની કનેક્ટિવિટી વધારવાની છે.

દર અઠવાડિયે કુલ દસ ફ્લાઈટ

મુંબઈ અને સિડની વચ્ચેની Qantasની  ડાયરેક્ટ ફ્લાઈટ બંધ થયા બાદ અત્યારે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે માત્ર એર ઇન્ડિયાની જ સીધી હવાઈ સેવા છે. પાટનગર દિલ્હીથી સિડની અને મેલબર્ન માટે અઠવાડિયે  કુલ મળીને સાત નોન-સ્ટોપ ફ્લાઈટ છે. એર ઇન્ડિયાના વિસ્તરણ પછી દિલ્હીથી સિડની અને મેલબર્ન વચ્ચે હવે દર અઠવાડિયે પાંચ-પાંચ એમ મળી ને કુલ દસ ફ્લાઈટ થવાની છે.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે માત્ર એર ઇન્ડિયાની જ ડાયરેક્ટ ફ્લાઈટ હોવાથી આ ફ્લાઈટસ ખાસ્સી ડિમાંડમાં રહે છે. સિડની અને મેલબર્ન માટેની ફ્લાઈટની સંખ્યા સાત થી વધારીને દસ કરવાના એર ઇન્ડિયાના નિર્ણયને વધાવતા ઓસ્ટ્રેલીયાના મુંબઈ ખાતેના કોન્સલ જનરલ ટોની હબરએ કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આર્થિક અને પર્યટન ક્ષેત્રે પરસ્પર આદાન પ્રદાનની હજી વિશાળ તક ઉપલભ્ધ છે એટલે બંને દેશ વચ્ચે હજી હવાઈ સેવાની સંખ્યા પણ વધી શકે છે.

ઓસ્ટ્રેલીયાની જેમ એર ઇન્ડિયા એની અમેરિકા માટેની ફ્લાઈટસની સંખ્યા પણ વધારી રહી છે. 

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now