ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ અને ઓછી કમાણી કરતા ટોપ-10 વિસ્તારોની યાદી જાહેર

યાદીમાં 7 ન્યૂ સાઉથ વેલ્સના તથા 2 વિક્ટોરીયાના વિસ્તારોનો સમાવેશ, 202,541 ડોલરની આવક સાથે સિડનીનો ડબલ બે વિસ્તાર પ્રથમ ક્રમે.

The richest and poorest postcodes of Australia revealed.

The richest and poorest postcodes of Australia revealed. Source: Pixabay Patty Jansen

ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ અને ઓછી કમાણી કરતા વિસ્તારોની યાદી ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યાદી વર્ષ 2018-19 દરમિયાન 14.7 મિલીયન ઓસ્ટ્રેલિયન્સ દ્વારા કરવામાં આવેલા ટેક્સ રીટર્નને આધારી નક્કી કરવામાં આવી છે.

જેમાં દેશના સૌથી વધુ કમાણી કરનારા લોકો સિડનીના હાર્બર વિસ્તારમાં રહે છે, જ્યારે ઓછી કમાણી કરતા વિસ્તારમાં દુકાળનો સામનો કરી રહેલા ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય વિસ્તારનો સમાવેશ કરાયો છે.

ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધુ કમાણી કરતા ટોચના 10 વિસ્તારોમાંથી 7 વિસ્તાર સિડનીના છે. જ્યારે સૌથી ઓછી કમાણી કરનારા વિસ્તારોમાંથી 6 વિસ્તાર રીજનલ ન્યૂ સાઉથ વેલ્સના છે.

સિડનીના ડબલ બે તથા મેલ્બર્નના તૂરક વિસ્તારના લોકોની ટેક્સ આધારિત સરેરાશ વાર્ષિક કમાણી 200,000થી પણ વધારે છે.

ડબલ બે - પોસ્ટકોડ 2028માં રહેતા 3572 લોકોની ટેક્સ આધારિત સરેરાશ વાર્ષિક આવક 202,598 ડોલર છે.

મેલ્બર્નના તૂરક તથા હોક્સબર્ન વિસ્તાર - પોસ્ટકોડ 3142 બીજા ક્રમે છે. તેમની સરેરાશ વાર્ષિક આવતા 201,926 ડોલર છે.

The richest and poorest postcodes of Australia revealed
The richest and poorest postcodes of Australia revealed. Source: ATO

યાદીમાં ત્રીજા સ્થાને સિડનીના ડાર્લિંગ પોઇન્ટ, એજક્લિફ અને પોઇન્ટ પીપરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના 6052 લોકોની વાર્ષિક આવક લગભગ 199,813 ડોલર છે.

પોસ્ટકોડ     રાજ્ય                       વિસ્તાર                      વસ્તી          સરેરાશ આવક

2028        ન્યૂ સાઉથ વેલ્સ         ડબલ બે                         3,573             202,541

3142          વિક્ટોરીયા           હોક્સબર્ન, તૂરક                 10,054           201,926

2027        ન્યૂ સાઉથ વેલ્સ       ડાર્લિંગ પોઇન્ટ, એજક્લિફ      6,051            199,842

2030        ન્યૂ સાઉથ વેલ્સ      ડોવર હાઇટ્સ, રોઝ બે નોર્થ    9,869            197,906

2025        ન્યૂ સાઉથ વેલ્સ        વૂલારા                             5,252            183,417

6011       વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા    કોટ્લોય, પેપરમિન્ટ ગ્રોવ        6,484            179,403

3944          વિક્ટોરીયા           પોર્ટસી                               456             175,356

2023         ન્યૂ સાઉથ વેલ્સ      બેલેવૂ હિલ                        7,404             173,287

2088         ન્યૂ સાઉથ વેલ્સ      મોસમાન, સ્પીટ જંકશન       20,303            171,144

2063         ન્યૂ સાઉથ વેલ્સ       નોર્થબ્રિજ                          4,393            168,940

સૌથી વધુ કમાણી કરતા સિડની તથા મેલ્બર્ન શહેર સિવાયના વિસ્તારોમાં પર્થના કોટલોઇ તથા પેપરમિન્ટ ગ્રોવ વિસ્તારોનો સમાવેશ થાય છે. પોસ્ટકોડ 6011ના રહેવાસીઓની ટેક્સ આધારિત સરેરાશ વાર્ષિક આવક 179,403 ડોલર છે.

રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વિન્સલેન્ડની સરેરાશ વાર્ષિક આવક સૌથી ઓછી

રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ તથા રીજનલ ક્વિન્સલેન્ડમાં રહેતા લોકોની ટેક્સ આધારિક સરેરાશ વાર્ષિક આવક સૌથી ઓછી છે.

દુકાળનો સામનો કરનારા પોસ્ટકોડ 2386ના 226 રહેવાસીઓએ સરેરાશ 10,000 ડોલરની ખોટ કરી છે.

બીજા ક્રમે, પોસ્ટકોડ 2387, રોવેના વિસ્તાર છે. 117 લોકોની સરેરાશ વાર્ષિક આવક 1000થી પણ ઓછી છે.

સૌથી ઓછી કમાણી કરનારા દેશના ટોચના 10 વિસ્તારોમાં તમામ વિસ્તાર રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ તથા રીજનલ ક્વિન્સલેન્ડના છે.

જેમની કમાણી -9735 ડોલરથી 21329 ડોલર સુધી છે.

ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટીટ્યૂટ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 66 ઓસ્ટ્રેલિયન્સે તે નાણાકિય વર્ષમાં 1 મિલીયનથી પણ વધુ કમાણી કરી હતી પરંતુ એક પણ સેન્ટ ઇન્કમ ટેક્સ ભર્યો નહોતો. 500,000થી 1 મિલીયનની વચ્ચે કમાણી કરનારા 156 લોકોએ પણ ઇન્કમટેક્સ નહીં ભર્યો હોવાની વિગતો મળી છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

3 min read

Published

Updated

By SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now