ઓસ્ટ્રેલિયન સરકારના શિક્ષણ અને તાલીમ વિભાગ દ્વારા વર્તમાન વ્યવસાયિક માઈગ્રન્ટના વ્યવસાયોની યાદીને રીવ્યુ કરાઈ રહી છે. આ વાર્ષિક પ્રક્રિયાના અંતે નવું સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે. જેમાં કેટલાક વ્યવસાયોને યાદીમાંથી બાકાત કરાશે.
નીચે આપેલ વ્યવસાયોને આવનારા વર્ષોમાં બાકાત કરવા અંગે સૂચના અપાઈ હતી.
"સામાન્ય રીતે જરૂર કરતા વધુ લોકો વ્યવસાયમાં જોવા મેળે ત્યારે જે -તે વ્યવસાયને યાદી માંથી બાકાત કરવામાં આવે છે." ઓસ્ટ્રેલિયન શિક્ષણ અને તાલીમ વિભાગ .
ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટ કાર્યક્રમ અંગેના સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ માં વર્તમાનમાં 183 જેટલા વ્યવસાયો છે. આ ઉપરાંત એક અન્ય હંગામી સ્કિલ માઈગ્રન્ટ વ્યવસાયનું પણ છે જે વીસ શ્રેણી 457 હેઠળ છે.
જે વ્યવસાયોને બાકાત કરવાની સંભાવના છે તેમાં એકાઉટંટ થી માંડીને રસોઈયા , વકીલ થી માંડીને હદયરોગ નિષ્ણાતનો સમાવેશ થાય છે.
કોઈપણ પગલું લેતા પહેલા શિક્ષણ અને તાલીમ વિભાગ વિવિધ પાસાઓને ધ્યાનમાં લે છે જેમકે કેટલી જરૂરત છે, કેટલા પ્રમાણમાં વિદેશથી વ્યવસાયિકોને લાવી શકાય , તેમની તાલીમ અને શિક્ષણ પાછળ કેટલો ખર્ચ આવે, તેમના આગમન થી ઈસરેલીયન અર્થતંત્ર ને થતા લાભ અને નુકસાન વગેરે.
શિક્ષણ અને તાલીમ વિભાગ દ્વારા આવેલ તમામ સૂચનો - મંતવ્યોને આધારે ઇમિગ્રેશન મંત્રાલયને સલાહ આપવામાં છે. આ પ્રક્રિયા માર્ચ મહિનામાં થશે અને આવતા વર્ષે 1 જુલાઈથી નવી યાદી અમલમાં આવશે.
જે વ્યવસાયોના બાકાત થવાની સંભાવના છે :
- Production Manager (Mining)
- Accountant (General)
- Management Accountant
- Taxation Accountant
- Actuary
- Land Economist
- Valuer
- Ship’s Engineer
- Ship’s Master
- Ship’s Officer
- Surveyor
- Cartographer
- Other Spatial Scientist
- Chemical Engineer
- Civil Engineer
- Geotechnical Engineer
- Quantity Surveyor
- Structural Engineer
- Transport Engineer
- Electronics Engineer
- Industrial Engineer
- Mechanical Engineer
- Production or Plant Engineer
- Aeronautical Engineer
- Agricultural Engineer
- Biomedical Engineer
- Engineering Technologist
- Environmental Engineer
- Naval Architect
- Medical Laboratory Scientist
- Veterinarian
- Medical Diagnostic Radiographer
- Medical Radiation Therapist
- Occupational Therapist
- Podiatrist
- Speech Pathologist
- General Practitioner
- Anaesthetist
- Cardiologist
- Endocrinologist
- Gastroenterologist
- Intensive Care Specialist
- Paediatrician
- Obstetrician and Gynaecologist
- Medical Practitioners (nec)
- Barrister
- Solicitor
- Psychotherapist
- Psychologists (nec)
- Chef*
- Boat Builder and Repairer
- Shipwright
* Indicates that the occupation excludes positions in fast food or takeaway food service.