સિડનીની સ્કૂલમાં એક 13 વર્ષીય કિશોર પર હુમલો કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ઘટના પશ્ચિમ સિડનીના પેરામેટા ખાતે આવેલી આર્થર ફિલીપ હાઇસ્કૂલ ખાતે બની છે. જેમાં 13 વર્ષીય કિશોરને પીઠ અને હાથ ઉપર હુમલો કરીને ઘાયલ કરાયો છે.
ઘટના બાદ તેને તાત્કાલિક વેસ્ટમીડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો, તેમ ન્યૂ સાઉથ વેલ્સ એમ્બ્યુલન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઘાતક હુમલા બાદ એમ્બ્યુલન્સ તથા પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જોકે હજી સુધી ઘટના માટે જવાબદાર કોઇ વ્યક્તિની ધરપકડ કરાઇ હોવાની જાણકારી મળી નથી.

A file photo of students outside Parramatta's Arthur Phillip High School. Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ એમ્બ્યુલન્સ ઇન્સ્પેક્ટર જોઇ ઇબ્રાહિમે જણાવ્યું હતું કે, ઘટના ખૂબ જ આઘાતજનક છે. અમારી પેરામેડિક્સની ટીમે હુમલાનો ભોગ બનેલા કિશોરની તાત્કાલિક ઘોરણે સારવાર કરી હતી.
કિશોર પર હુમલો થવો કોઇ પણ માતા-પિતા માટે દુ:સ્વપ્ન સમાન હોય છે, તેમ ઇન્સ્પેક્ટરે ઉમેર્યું હતું.
Share

