SKIP TO MAIN CONTENT

આ જુલાઈ મહિનામાં પ્લાસ્ટિક ફ્રી થવું અઘરું કામ નથી

જુલાઈ મહિનામાં "પ્લાસ્ટિક ફ્રી જુલાઈ " અભિયાન ચલાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ પર્યાવરણ ઉપયોગી વસ્તુઓને અપનાવવા અને પ્લાસ્ટિકના પદાર્થોનો ઉપયોગ ન કરવા લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.

Paper Bag
Source: FreeImages

2 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

લોકો પોતાની ઈચ્છાથી પ્લાસ્ટિક પદાર્થોનો ઉપયોગ ઓછો કરે તેવી નેમ સાથે આ અભિયાન વર્ષ 2011 માં શરુ કરવામાં આવ્યું હતું .

પ્લાસ્ટિક ફ્રી જુલાઈ ફાઉન્ડેશનના સ્થાપક અને કાર્યકારી ડિરેક્ટર રિબેકા પ્રિન્સ રુઇઝે કહ્યું કે, " પ્લાસ્ટિક પદાર્થોનો એક ભાગ કોઈને કોઈ રીતે જીવંત રહે છે." તેઓએ ઉમેર્યું કે, " ખાસ કરીને એક જ વખત વાપરવામાં આવતું પ્લાસ્ટિક, ફેંકી દેવાનું પ્લાસ્ટિક - જેવી વસ્તુઓને રિસાયકલ કરવી અઘરી છે , જે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. "

વોલોન્ગોન્ગ શહેર ઓસ્ટ્રેલિયાનું પ્રથમ પ્લાસ્ટિક મુક્ત શહેર બને તેવા ઉદેશથી કાર્યરત સામાજિક આગેવાનોના સમૂહ , વોલોન્ગોન્ગ કાઉન્સિલ,  શાળાઓ અને કમ્યુનિટી ઇવેન્ટ્સમાં પ્લાસ્ટિક ન વાપરવા અંગે જાગૃતિ કેળવવા કાર્યરત છે.

SBS Gujarati સાથે વાત કરતા આ ગ્રુપના સક્રિય  સભ્ય શ્રી એન્ડ્રુ ગ્રે  જણાવે છે, " અમારો ઉદ્દેશ  વર્ષ 202 સુધીમાં વોલોન્ગોન્ગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ 70% ઓછો કરવાનો છે. અને આવી જ  બૂમરેંગ એલાયન્સ ની રાષ્ટ્રિય પહેલ છે , જે સમુદ્રમાં પાસ્ટિલ પ્રદુષણને ઓછું કરવા કાર્યરત છે."

શ્રી ગ્રે જણાવે છે કે, સામાન્ય રીતે વ્યવસાયોને પર્યાવરણ ફ્રેન્ડલી વસ્તુઓ અપનાવવા પ્રેરિત કરવા પડકારજન છે. પણ અહીં એક એવું પણ કાફે છે કે પ્લાસ્ટિકની વસ્તુઓનો ન્યુનત્તમ ઉપયોગ કરે છે. જેનું નામ છે અર્થ વોકર.

અર્થ વોકરના શું સ્થાપક  સીઆર કુમાર જણાવે છે કે  તેઓના કાફેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ ના બદલે મેટલ કે કાગળની વસ્તુઓ વપરાય છે.

Small changes, big difference

કેટલાક સામાન્ય લગતા પગલાં  જો નિયમિત લેવામાં આવે તો પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવામાં ખૂબ મોટી મદદ મળી શકે  છે.

આ માટેના કેટલાક સૂચનો

  • ટેકઅવે કોફી કપ ના બદલે ઇકો  ફ્રેન્ડલી કપ વાપરવો અથવા ઘેરથી કપ સાથે રાખવો
  • લન્ચબોક્ષ પેક કરતા પ્લાસ્ટિક રેપના બદલે ફરી વાપરી શકાય તેવા ડબ્બાનો ઉપયોગ કરવો
  • શાકભાજી કે કરિયાણું ખરીદતા કાપડની થેલી સાથે લઇ જવી
  • પાણી માટે સ્ટીલ કે અન્ય ધાતુની બોટલ વાપરવી
  • સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક વગર પેક કરેલ વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો

Follow SBS Gujarati on Facebook


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now