કેન્દ્રીય ચૂંટણીમાં મતદાન માટે રજીસ્ટ્રેશનનો આજે અંતિમ દિવસ

ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં મતદાન કરવું ફરજિયાત છે, 18 એપ્રિલ 2022ના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. ચૂંટણીની અન્ય મહત્વની તારીખો વિશે માહિતી.

This will be the first federal election since Australia experienced the effects of COVID-19.

This will be the first federal election since Australia experienced the effects of COVID-19. Source: AAP / Richard Wainwright

જો તમે ઓસ્ટ્રેલિયાના નાગરિક છો અને 18 વર્ષથી મોટી ઉંમર છે તો કાયદાકિય રીતે આગામી કેન્દ્રીય ચૂંટણીમાં તમારે મતદાન કરવું ફરજિયાત છે.

જોકે, તે માટે ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશન (AEC) માં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

21મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી કેન્દ્રીય ચૂંટણી માટે મહત્વની તારીખો તથા અન્ય જરૂરી માહિતી...

વોટ માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ - સોમવાર 18મી એપ્રિલ રાત્રે 8 વાગ્યે

વડાપ્રધાન સ્કોટ મોરિસને 10મી એપ્રિલ 2022ના રોજ કેનબેરા ખાતે ગવર્નર જનરલ સાથે મુલાકાત કરી દેશમાં 21મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણીની જાહેરાત કરી હતી.

18 વર્ષથી મોટી ઉંમરના ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ આગામી કેન્દ્રીય ચૂંટણીમાં વોટિંગ કરવું ફરજિયાત છે.

તે માટે AECની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

રજીસ્ટ્રેશન કરવાની મુદત 18મી એપ્રિલ 2022, સોમવાર રાત્રે 8 વાગ્યા સુધીની છે.

જો તમે અગાઉથી જ રજીસ્ટ્રેશન કરી લીધું હોય અને તમારું નામ તથા સરનામું બદલવું હોય તો લિન્ક પર ક્લિક કરી તેમાં સુધારો કરી શકાય છે.
Australians Head To The Polls To Vote In 2016 Federal Election
Australia will go to the polls soon for the federal election. Source: Getty Images AsiaPac

ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની મુદત

જો કોઇ પણ નાગરિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માંગે તો તે ગુરુવાર 21મી એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી દાવેદારી નોંધાવી શકે છે.

દાવેદારી નોંધાવ્યાના 24 કલાક બાદ AEC તે નામ જાહેર કરશે.

વહેલું મતદાન - સોમવાર 9 મે 2022થી

AEC ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કેટલાક કારણોસર લોકો વહેલું મતદાન કરી શકે છે.

જેમ કે, ચૂંટણીના દિવસે નોકરી, આરોગ્યલક્ષી કારણોસર પણ લોકો વહેલા મતદાનનો વિકલ્પ પસંદ કરી શકે છે.

આગામી ચૂંટણીમાં કોવિડ-19ના ચેપથી દૂર રહેવા માટે પણ લોકો વહેલું મતદાન કરે તેવી શક્યતા છે, તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

વિવિધ કારણોસર વહેલું મતદાન કરવા માટે તમે લાયક છો કે કેમ તે વિશે AECની વેબસાઇટ પરથી માહિતી મેળવો.

ઓસ્ટ્રેલિયાભરમાં વહેલા મતદાન માટે 500થી વધુ વોટીંગ સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.

લોકો 9મી મે 2022થી તેની મુલાકાત લઇ મતદાન કરી શકશે.
คุณต้องแจ้งขอเลือกตั้งทางไปรษณีย์ภายในวันที่ 18 พ.ค.
คุณต้องแจ้งขอเลือกตั้งทางไปรษณีย์ภายในวันที่ 18 พ.ค. Source: Paul Kane/Getty Images

પોસ્ટલ વોટની સુવિધાની સમાપ્તી - બુધવાર 18મી મે

વિવિધ કારણોસર લોકો 21મી મેના રોજ જો મતદાન મથકની પ્રત્યક્ષ મુલાકાત ન લઇ શકે તો તેમની પાસે પોસ્ટલ વોટિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે AECની વેબસાઇટની મુલાકાત લઇ શકાય.

તમને લાગૂ પડતી પરિસ્થિતિ પ્રમાણે પોસ્ટલ વોટિંગનો લાભ મેળવી શકાય છે.

પોસ્ટલ વોટિંગ માટે AECની વેબસાઇટ પરથી અરજી કરી શકાય છે.

અરજી કરવાની અંતિમ તારીખ 18મી મે 2022 છે.

ચૂંટણી - શનિવાર 21મી મે 2022

ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો અને ટેરીટરીમાં 21મી મે 2022ના રોજ શનિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે.

મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે પરંતુ લાઇનમાં પ્રતિક્ષા કરી રહેલા મતદાતાઓ વોટિંગ કરી શકશે.

મત ગણતરી સાંજે 6 વાગ્યા બાદ શરૂ થઇ જશે.

પોસ્ટલ વોટ સ્વીકારવાની અંતિમ તારીખ - શુક્રવાર 3 જૂન

ચૂંટણી સમાપ્ત થયાના 13 દિવસ સુધી તમામ પોસ્ટલ વોટ સ્વીકારવામાં આવશે.

મતલબ કે, પોસ્ટલ વોટ સ્વીકારવાની અવધિ શુક્રવાર 3જી જૂન રહેશે.

ચૂંટણીના દિવસે સાંજે 6 વાગ્યા અગાઉ વોટિંગ કરનારા તથા 13 દિવસની અંદર જમા થયેલા મતદાતાના મત જ ગણતરીમાં લેવાશે.

ચૂંટણીનું પરિણામ ક્યારે જાહેર થશે

ચૂંટણીમાં એકતરફી વિજય હશે તો 21મી મેના રોજ ચૂંટણી સમાપ્ત થાય તેના કલાકોની અંદર જ પરિણામ જાહેર થઇ શકે છે.

પરંતુ, તમામ વોટની ગણતરી કરવામાં દિવસો તથા અઠવાડિયાનો સમય લાગી શકે છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Published

Updated

By Akash Arora
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service