દર વર્ષે ગૂગલ ટ્રેન્ડ્સ ઓસ્ટ્રેલિયાના લોકપ્રિય ન્યૂઝ સર્ચની યાદી જાહેર કરે છે. જેમાં મોટાભાગે વર્ષ દરમિયાન વિશ્વમાં બનેલી ટોચની ઘટનાઓને સ્થાન મળે છે.
અમેરિકન પ્રમુખપદની ચૂંટણી અને કોરોનાવાઇરસને યાદીમાં પ્રથમ અને બીજું સ્થાન પ્રાપ્ત થયું છે.
ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપર અને બુશફાયરને પણ ગૂગલ પર શોધમાં સ્થાન મળ્યું છે.

Google Trends 2020 Source: Google Trends
સૌથી વધુ શોધવામાં આવ્યા હોય તેવા સમાચાર
ઓસ્ટ્રેલિયામાં ગયા ઉનાળામાં થયેલા બુશફાયરને પણ આ વખતે યાદીમાં ટોચનું સ્થાન મળ્યું હતું. ઇન્ટરનેટ વપરાશકર્તાઓએ ‘Fires near me’ વિશે શોધ કરતા તે યાદીમાં ત્રીજા ક્રમે આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં બુશફાયરે ભયંકર તારાજી સર્જી હતી અને લગભગ 3 બિલિયનથી પણ વધારે પશુ - પક્ષીઓને અસર પહોંચી હતી. આશરે, 18.6 મિલિયન હેક્ટર જમીન બળી ગઇ હતી અને 5900 બિલ્ડીગ્સને નુકસાન પહોંચ્યું હતું.
બુશફાયરમાં 34 લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો.
હજી તો ઓસ્ટ્રેલિયા બુશફાયરની ભયાનક પરિસ્થિતીમાંથી બહાર આવ્યું હતું એટલામાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાઇરસ ફેલાવાનો શરૂ થઇ ગયો.

Helicopter returning to refill during water bombing out of control fires in the Jamison Valley, Blue Mountains, Australia Source: Getty Images
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો પ્રથમ કેસ 25મી જાન્યુઆરીએ નોંધાયો હતો અને માર્ચ 20ના રોજ આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી દેવામાં આવી હતી.
લોકડાઉન દરમિયાન લોકોએ ગભરાઇને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું અને સુપરમાર્કેટમાંથી ટોઇલેટ પેપર પણ જંગી માત્રામાં વેચાઇ ગયા.
આ સમયગાળામાં ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ ટોઇલેટ પેપર વિશે ગૂગલમાં સર્ચ કર્યું હતું.

Supermarket shelves were cleared of essential items like toilet paper, as panic buying resumed after a spike of coronavirus cases in Victoria. Source: Supplied
ઓસ્ટ્રેલિયાના ટોચના સર્ચની યાદીમાં અમેરિકન ચૂંટણી, કોરોનાવાઇરસ, ફાયર્સ નિયર મી પછી ટોઇલેટ પેપરનો પાંચમો ક્રમ આવે છે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ લોકોને વિનંતી કરીને વધુ માત્રામાં ટોઇલેટ પેપર ન ખરીદવા અંગે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ટોચની હસ્તીઓ
ઓસ્ટ્રેલિયાની ટોચની હસ્તીઓ કે જેમને સૌથી વધુ વખત ગૂગલ પર શોધવામાં આવ્યા છે તે નોર્થ મેલ્બર્ન ક્લબના ભૂતપૂર્વ કોચ ડેની લૈડલી છે.
તેમની સર્જરી બાદ લીક થયેલા ફોટોમાં વિક્ટોરીયાના પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાના સમાચાર બહાર આવતા તેમને ગૂગલ પર વધુ સર્ચ કરવામાં આવ્યા હોવાનું મનાય છે.
ઓસ્ટ્રેલિયાના બુશફાયર દરમિયાન રુલર ફાયર સર્વિસ માટે 51 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરનારા કોમેડિયન સેલેસ્ટ બાર્બર આ યાદીમાં બીજા ક્રમે છે.

Celeste Barber addresses the crowd at the Fire Fight Australia charity concert in Sydney. Source: AAP
યાદીમાં ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાન ત્રીજા સ્થાને છે.
વિશ્વમાં સૌથી વધુ વખત શોધવામાં આવેલા શબ્દો
1. કોરોનાવાઇરસ
2. ઇલેક્શન રીઝલ્ટ્સ
3. કોબે બ્રાયન્ટ
4. ઝૂમ
5. આઇપીએલ
Share

