જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ ટોક્યો ખાતે આયોજિત થનાર 2020 ઓલમ્પિક્સ રમતોમાં એનાયત થનાર મેડલ ઇલેક્ટ્રોનિક વેસ્ટ માંથી રિસાયકલ કરી મેળવેલ ધાતુઓમાંથી બનાવવામાં આવશે.
રોયટર્સના જણાવ્યા મુજબ આયોજક સમિતિ દ્વારા લોકોને તેમના જુના ઇલેક્ટ્રોનિક્સ - મોબાઈલ ફોન, કેમેરા વગેરેને એનટીટી ડોકોમો ટેલિકોમ સ્ટોર ખાતે આવેલ કલેક્શન બોક્સમાં જમા કરવા અપીલ કરવામાં આવી છે. આ પ્રકારના કલેક્શન સ્ટોર દેશભરમાં જુદી જુદી જગ્યાએ ઉપલબ્ધ કરવાવવામાં આવ્યા છે.આ પગલાંથી લોકોને ઓલિમ્પિક્સની રમતમાં તેમનું યોગદાન છે, તેવી અનુભૂતિ કરાવવાનો પણ છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે આ પ્રકારના દાનમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો માંથી આઠ ટન સોનુ, ચાંદી અને તંબુ કાઢવામાં આવશે, ત્યારબાદ તેના પર જરૂરી પ્રક્રિયા કરી ને બે ટન શુદ્ધ ધાતુમાં પરિવર્તિત કરવામાં આવશે. આ ધાતુમાંથી 5000 મેડલ બનાવવામાં આવશે.
રિસાયકલ મટીરીયલ માંથી મેડલ બનાવવા પાછળનો ઉદેશ પૈસા બચાવવાનો પણ છે, કેમકે વર્ષ 2020 માટે આગાઉ જાહેર કરેલ બજેટની ખુબ ટીકા થઇ હતી. આ બજેટ લંડન ઓલમ્પિક આમતો કરતા ત્રણ ગણું હતું. ટોક્યો ઓલમ્પિક્સની આયોજન સમિતિ એ ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં $17 બિલિયનના ખર્ચ સાથેનું નવું બજેટ જાહેર કર્યું હતું.
સંપૂર્ણ રીતે રિસાયકલ મટીરીયલ માંથી ઓલમ્પિક્સ મેડલ બનવનાર જાપાન કદાચ પ્રથમ દેશ હોય, પરંતુ આગાઉ રિયો ઓલમ્પિક્સ અને વાનકુંવર વિન્ટર ગેમ્સ માં રિસાયકલ મટીરીયલના મિશ્રણ સાથે મેડલ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2016 રિયો ઓલમ્પિક રમતોના મેડલમાં 1.5 % ઘાતુઓ અરીસા ,એક્સ -રે અને મિન્ટ માંથી લેવાઈ હતી.
વિશ્વભરના રમતવીરો આ પ્રકારના મેડલ પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવે છે.
Share

