છેલ્લા 2 વર્ષથી વિદેશ પ્રવાસ કરવો તે અગાઉના સમય જેટલો સરળ રહ્યો નથી. વિવિધ દેશોએ નિયમો અને જરૂરીયાતો અમલમાં મૂકી છે અને તેમાં સતત ફેરફાર કરવામાં આવે છે.
તમે વિદેશ પ્રવાસ કરો તે અગાઉ તમારા પ્રવાસના ગંતવ્ય સ્થાન વિશેની નિચે આપવામાં આવેલા ગ્રાફિક દ્વારા માહિતી મેળવો. તે સ્માર્ટટ્રાવેલર સાથે જોડાયેલી છે.
સ્માર્ટટ્રાવેલર ઓસ્ટ્રેલિયન સરકારની વેબસાઇટ છે જે મુસાફરી વિશે તમામ પ્રકારની માહિતી તથા સલાહ આપે છે.
મુસાફરી વિશેની સલાહ અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
SBS ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજને કોવિડ-19 વિશે મહત્વપૂર્ણ જાણકારી આપવા કટિબદ્ધ છે. તમારી ભાષામાં વધુ માહિતી મેળવવા માટે SBS Coronavirus portal ની મુલાકાત લો.