યુનાઇટેડ સ્ટેટ્સના મોટાભાગના ઓપિનિયન પોલ હિલેરી ક્લિન્ટનની જીત તરફ નિર્દેશ કરતા હતા, પણ ડોનાલ્ડ ટ્રમ્પની જીત થી આ અસંભવ ગણાતી વાતને સંભવ બની છે.
ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપ્રમુખ બનશે. શ્રી ટ્રમ્પ અને તેમના પરિવારે ન્યુયોર્ક ખાતે રિપબ્લિકન સમર્થકોને વધાવ્યા હતા. આ પ્રસંગે તેઓએ રાષ્ટ્રીય ટેલિવિઝન પર એકતા માટે કોલ આપ્યો હતો.
" આપણે બધાએ એકસાથે થવાનો સમય આવી ગયો છે. હવે સમય છે અમેરિકાના અલગાવને ભરવાનો. તમામ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ અને અપક્ષને હું કહેવા માંગુ છું કે હવે એક દેશના નાગરિક તરીકે સાથે મળીને રહેવાનો સમય આવી ગયો છે."
તેઓએ કહ્યું કે તેમની જીત એ જીતની ચળવળ હતી.
"આપણું અભિયાનએ ફક્ત અભિયાન ન હતું, પણ પોતાના દેશને પ્રેમ કરતા, દેશને વધુ સારું બનાવવા ઇચ્છતા, પોતાના અને તેમના પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા લાખો પરિશ્રમી મહિલાઓ અને પુરુષોની અતુલ્ય ચળવળ હતી."
શ્રી ટ્રમ્પનું કહેવું છે કે "અમેરિકાને ફરી મહાન દેશ" બનાવવાના વચનને તેઓ પાળશે.
"અમારી પાસે અર્થતંત્રને મજબૂત બનાવવા શ્રેષ્ઠ યોજનાઓ છે. અમે દેશનો વિકાસ દર બમણો કરીશું અને વિશ્વનું સૌથી મજબૂત અર્થતંત્ર બનાવીશું . આ સાથે વિશ્વના દેશો જે આપણો સાથ આપશે તેમને આપણે સાથ આપીશું ."
Bજ્યાં ટ્રમ્પ કેમ્પમાં ખુશીનો માહોલ હતો ત્યાં વિશ્વની બજારોએ આ જીતને અલગ જ રીતે જોઈ. રાષ્ટ્રપ્રમુખ તરીકે કોઈ પબ્લિક ઓફિસનો અનુભવ ન ધરાવનાર વ્યક્તિ તરીકે વિશ્વની બજારોમાં ભય અને અનિશ્ચિતતા ફેલાઈ.
ફ્રાન્સમાં રહેતા યુ એસ નાગરિક એન્ડી રૉઘટને આ અંગે ટિપ્પણી આપતા કહ્યું કે આ પરિણામો લોકોનો બદલાયેલ અભિગમ દર્શાવે છે.
"કદાચ, અમેરિકાની જનતા સરકારમાં ભ્રષ્ટાચારથી કંટાળી હતી, તેઓ ઇચ્છતા હતા કે કોઈ વ્યક્તિ પોતે આ વ્યવસ્થામાં જાય, જેનો કોઈ સાથે સંબંધ ન હોય. અને મને લાગે છે કે દરેક સરકારે તેમના રાજકીય એજન્ડાને જ પોષ્યો છે અને મને લાગે છે કે આ લોકો માટે સારું નથી."
છઠ્ઠી ટર્મ માટે ચૂંટાયેલા એરિઝોનાના રિપબ્લિકન સેનેટર જ્હોન મેક કેઇન નું કહેવું છે કે તેઓ આવનાર પડકારોનો સામનો કરવા તૈયાર છે. પડકારભર્યા ચુનાવ અભિયાન બાદ આપેલા વચનો પર કામ કરવા તેઓ આશાવાદી છે.
રિપબ્લિકન પક્ષના પહેલા પસંદ પામેલ ઉમેદવાર માર્કો રુબીઓ જેઓ સેનેટમાં પરત ફર્યા છે તેઓ નવી શરૂઆત માટે આશાવાન છે.
" હું અને મારા સાથીઓ વૉશિન્ગટન ડી સી માં કામ કરવા પરત ફર્યા છીએ, જેથી એક ઉદાહરણ સેટ કરી શકીએ કે રાજકીય વાર્તાલાપ આ દેશમાં અસ્તિત્વ ધરાવવું જોઈએ."
જાપાન ખાતે ના અમેરિકી રાજદૂત અને ભૂતપૂર્વ ડેમોક્રેટિક રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીની પુત્રી કેરોલીન કેનેડીનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે રાષ્ટ્રપ્રમુખ દેશના પ્રતિબિંબ સમાન હોય. જે દેશની સહિષ્ણુતા, વિવિધતા , માનવાધિકાર માટે આદર ધરાવે અને નબળાવર્ગની મહિલાઓ અને બાળકો માટે કામ કરી શકે અને વિશ્વશાંતિ માટે પ્રયત્નશીલ હોય.
કેટલાક ટીકાકારોનું માનવું છે કે એફ બી આઈ ડિરેક્ટર વડે શ્રી ક્લિન્ટનના ઇમેઇલની તાપસ ફરી શરુ કરવાની વાત શ્રી ક્લિન્ટન માટે જોખમી સાબિત થઇ.આ રીવ્યુમાં કશું ખાસ બહાર ન આવ્યું પણ તેથી શ્રી ટ્રમ્પને જીતમાં લાભ થયો.
પ્રખ્યાત યુ એસ ફેમિનિસ્ટ ગ્લોરિયા સ્ટેઇનેમનું કહેવું છે કે જે રીતે રિપબ્લિકન્સ શ્રી ક્લિન્ટન પર પ્રહારો કરતા હતા તે દુઃખદ હતું.
Share

