મેલ્બર્નના શહેરી વિસ્તારમાં નાની – મોટી ચોરી કરનારા સાત શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભારતીય મૂળના એક પુરુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે.
મેલ્બર્ન ટાસ્કીંગ યુનિટના ડીટેક્ટિવ્સે ચોરી સાથે સંકળાયેલા વિવિધ ગુનાઓ અંતર્ગત આ લોકોની ધરપકડ કરી હતી.
આ અંગે અધિકારી ક્રિસ ઓ’બ્રાયને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓપરેશન ગેલફોર્સ અંતર્ગત મેલ્બર્ન ટાસ્કીંગ યુનિટ અને ટ્રાન્સીટ સેફ્ટી ડિવીઝને તપાસ હાથ ધરી હતી. જેમાં છેલ્લા બે મહિનામાં મેલ્બર્નના શહેરી વિસ્તારમાં થયેલા ચોરીના બનાવોને ધ્યાનમાં લેવાયા હતા.
જેમાં પાંચ શ્રીલંકન નાગરિક – જેમાં 26થી 38 વર્ષની વયની બે મહિલાઓ અને ત્રણ પુરુષો તથા 25 વર્ષીય ભારતીય મહિલા અને 35 વર્ષીય ભારતીય પુરુષની ધરપકડ કરવામાં આવી હતી.
વિક્ટોરીયા પોલીસના પ્રવક્તા મેલિસ્સા સીચે રેડિયો સ્ટેશન 3AW ને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ તેમને સ્વદેશ પરત મોકલી શકે છે.
Share


