ન્યૂ સાઉથ વેલ્સ સરકાર વધુ એક વખત ડાઇન એન્ડ ડીસ્કવર (Dine & Discover) વાઉચર ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે.
રાજ્યના રહેવાસીઓ 1લી ડીસેમ્બરથી આ વાઉચર મેળવી શકશે.
અગાઉ રાજ્ય સરકારે નાના વેપાર - ઉદ્યોગોને સહાય થઇ શકે તથા તેઓ કાર્યરત રહી શકે તે માટે વાઉચરની યોજના અમલમાં મૂકી હતી. જોકે, જૂનથી ઓક્ટોબર મહિના સુધી લાગૂ થયેલા લોકડાઉનના કારણે તેનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં થયો હતો.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના રહેવાસીઓ ફરીથી એક વખત ડાઇનિંગ માટે 25 ડોલર તથા મનોરંજન માટે 25 ડોલરનું વાઉચર મેળવી શકશે.
આ વાઉચરનો ઉપયોગ રાજ્ય સરકારની યોજનામાં ભાગ લેનારા વેપાર - ઉદ્યોગોમાં 30મી જૂન 2022 સુધી કરી શકાશે.

Bars and restaurants in the promenade Circular Quay next to the Opera House in Sydney. Source: Sergi Reboredo/Sipa USA
રહેવાસીઓએ Service NSWની વેબસાઇટ અથવા એપ પરથી વાઉચર મેળવવાના રહેશે. જે રહેવાસીઓએ અગાઉથી જ વાઉચ મેળવી લીધા છે તેમણે વધારાના વાઉચર મેળવવા ફરીથી અરજી કરવાની જરૂર નથી.
તે ઇમેલ અથવા એપની મદદથી તેમને મોકલવામાં આવશે.
વાઉચરનો ઉપયોગ રીટેલ, આલ્કોહોલ, ગેમ્બલિંગ, ટોબેકો તથા રહેવાની સુવિધા માટે થઇ શકશે નહીં.