કેન્દ્રીય ચૂંટણી ના પરિણામો અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા

શનિવારે થયેલ મતદાન બાદ શરૂ થયેલ મતગણતરી માં અત્યરસુધી કોઈ પણ રાજકીય પક્ષ ને બહુમતી મળવાની શક્યતા નથી. સોમવારે ફરી શરૂ થનાર મતગણતરી ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. શરૂઆત ના પરિણામો એ ગઠબંધન ની નીચલા ગૃહ ની કેટલીક બેઠકો પર લેબર અને અપક્ષ ઉમેદવારો નો કબજો પણ જાણવા મળ્યો હતો.

Australian Prime Minister Malcolm Turnbull addresses party members during the Liberal party election night event at the Sofitel Wentworth hotel in Sydney, Saturday, July 2, 2016. 16 million Australians today voted in what is tipped to be a tight election

Source: AAP Image/Lukas Coch/POOL

 શનિવારે મતદાન ની રાત્રે લેબર પક્ષ ના નેતા બીલ શોર્ટને તેમના સ્વયંસેવકો અને ટેકેદારો ને મેલબોર્ન ખાતે, ચૂંટણી અભિયાન ના મુખ્યમથકે  સંબોધ્યા હતા.

તેઓએ કહ્યું હતું કે લિબરલ સરકાર ના ત્રણ વર્ષ ના શાસન બાદ તેઓએ લોકો નો ટેકો ખોયો છે. શ્રી ટર્નબુલ ની આર્થિક યોજનાઓ ને ઓસ્ટ્રેલિયા ના લોકો એ નકારી દીધી છે.

તો સિડની ખાતે લિબરલ પક્ષ ના ટેકેદારો ને સંબોધતા વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે કહ્યું હતું કે લેબર પક્ષ ના ખોટા પ્રચાર અભિયાન થી ઓસ્ટ્રેલિયા ની પરિસ્થિતિ માં બદલાવ નહીં કરી શકાય.તેઓએ ઉમેર્યું હતું કે આપણે એવા સમય માં જીવી રહ્યા છીએ જ્યારે આર્થિક વિકાસ માટે ખૂબ તકો  છે તથા પડકારો પણ છે, આપણે નવીનીકરણ પર ધ્યાન આપવું પડશે.   કોઈપણ રાજકારણી પોતાના વક્તવ્ય, સંદેશ કે નીતિઓ થી વાસ્તવિક પરિસ્થિતિ ને બદલી ન શકે, પરંતુ  સફળ થવા માટે સક્ષમ બનવામાં મદદ કરી શકે. તેઓએ કહ્યું હતું કે પક્ષ ના સત્તાધારીઓ નું મત છે કે જ્યારે પરિણામો ની સ્પષ્ટતા થશે ત્યારે ગઠબંધન નીસરકાર રચી શકાશે.

પરંતુ મતદાન બંધ થાય બાદ ના કલાકો માંજ હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવએ માં લિબરલ - નેશનલ ગઠબંધન વિરોધ માં 3 % નો સ્વિન્ગ  જણાયો હતો.

અંતિમ ધારણાઓ મુજબ લેબર પક્ષ ને 67, ગઠબંધન ને 66 અને અન્ય 12 બેઠકો સાથે આ જંગ કટોકટી ભર્યો બન્યો છે. આ ઉપરાંત  અત્યારસુધી  અપક્ષ ના ફાળે 3, ગ્રીન્સ ના ફાળે 1 અને નિક ક્ષેનોફોન પક્ષ ના ફાળે 1 બેઠક છે.મંગળવારે આ અંગે વધુ સ્પષ્ટતા જોઈ શકાશે . 

દક્ષિણ ઓસ્ટ્રેલિયા માં નિક ક્ષેનોફોન પક્ષ ના રેબેકા શાર્કી સામે માયો બેઠક પર લિબરલ પક્ષ ના જેમી બ્રીગસે હાર સ્વીકારી.

ટાસ્માનિયા ના અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ વિલ્કી એ હોબાર્ટ ની ડેનિસન બેઠક પર દાવો કરતા સ્કાય સમાચાર ને કહ્યું હતું કે જો ત્રિશંકુ સંસદ ની પરિસ્થિતિ થશે તો તેઓ કોઈ સોદો નહીં કરે.

નેશનલ પક્ષ ના નેતા બાર્નબી જોયસે ન્યુ ઇંગ્લેન્ડ ની બેઠક જાળવી રાખી છે. તેમને અપક્ષ ઉમેદવાર ટોની વિન્ડસર થી ટક્કર મળી હતી. તેઓએ ચેનલ સેવન ને જણાવ્યું હતું કે આ પરિણામ  તેમની પ્રતિબદ્ધ ટીમ કે જેમણે લોકભાવના જાણી તેના લીધે આવ્યું છે.

મેલબોર્ન ના ઉત્તર ની બેઠક બેટમેન પર એડમ બેન્ટ નો કબજો રહેશે. ગ્રીન્સ ના નેતા રિચર્ડ ડી નાટાલે પક્ષ ના સુધરેલા પરિણામો ને વખાણ્યાં હતા.

2016 ની કેન્દ્ર ની ચૂંટણી માં પ્રથમ ઇન્ડિજીનીયસ મહિલા સંસદ લિન્ડા બર્ને ચૂંટાયા હતા. આ ચૂંટણી માં 17 ઇન્ડિજીનીયસ ઉમેદવારો ઉભા હતા.

ઓસ્ટ્રેલિયન ઈલેક્શન કમિશન ના કહેવા મુજબ 15,676,659 જેટલા લાયક મતદારો એ પોતાના નામ યાદી માં નોંધાવ્યા હતા. 3 મિલિયન મતદારો એ પ્રિ પોલ મતદાન કર્યું હતું અને લગભગ 1 મિલિયન મતદારો એ પોસ્ટલ વડે મત આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ઈલેક્ટોરલ કમિશન તરફ થી મળેલ અંતિમ જાણકારી મુજબ હાલમાં ત્રિશંકુ સંસદ બનવાની સંભાવના છે.
Voting
Voting map Source: The Conversation
હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ માટે ની મતગણતરી મંગળવાર , 5 જુલાઈ એ ફરી શરૂ થશે  અને સેન્ટ માટે ની મતગણના આવતીકાલે 4 જુલાઈ થી ફરી શરૂ કરશે અને ત્યાર બાદ જ જાણી શકાશે કે દેશ ના ભાવિ વડાપ્રધાન કોણ હશે.
voting results
Prime Minister Malcolm Turnbull and Bill Shorten. Source: (AP Photo/Files)

Share

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service