કુબર પીડી વિષની ઓપલ રાજધાની તરીકે જાણીતું છે. ઓપલની ખાણ વડે અહીં પ્રવાસન અને રોજગારી વિકસ્યા છે.

Scenes of Coober Pedy Source: Getty Images AsiaPac
કુબર પીડી શબ્દ એબોરિજિનલ શબ્દ "કુપા પીટી" પરથી આવ્યો છે. આ શબ્દનો અર્થ " જમીનમાં સફેદ માણસનું કાણું" અથવા "કાણામાં સફેદ માણસ" થાય છે.

Scenes of Coober Pedy Source: Getty Images AsiaPac
ખનન ઉદ્યોગ માટે જાણીતું આ નગર એડિલેડની ઉત્તરે 840 કીમી દૂર આવેલું છે. આધુનિક સુવિધાઓથી સમ્પન્ન આ નગરમાં ચર્ચ, સંગ્રહાલય, આર્ટ ગેલેરી, બાર, હોટલ અને પર્યટકોને આકર્ષે તેવી તમામ સગવડ છે. જે આ નગરની અન્ડરગ્રાઉન્ડ જીવનીને નજીકથી જોવા - જાણવાનો સુખદ અનુભવ પૂરો પાડે છે.
કુબર પીડીની વેબસાઈટ મુજબ આ અન્ડરગ્રાઉન્ડ નગરને પારંપરિક રીતે ખોદકામ કરીને ઉભું કરવામાં આવ્યું છે. 'ત્રીસ વર્ષ પહેલા આ થલથી પ્રભાવિત થઇ ત્રણ મહિલાઓના કારણે આ કુબર પીડી બન્યું '

Living Underground In Coober Pedy, Australia- Source: Gamma-Rapho
કુબર પીડી ઓસ્ટ્રેલિયાનું એક બહુસાંસ્કૃતિક નગર છે. જો આપ ખાવા - પીવાના શોખીન હોવ તો આ પણે અહીં 45 દેશોની ખાણીપીણી મળશે.
કુબર પીડીની વસ્તી આશરે 3500 છે. અહીંના ઘર જમીનની સપાટી નીચે છે પણ આપણા આધુનિક ઘરો જેમજ હવા - ઉજાસભર્યા, આધુનિક રસોડું, ટીવી , અને અન્ય સુવિધાઓ સાથે છે.
અહીં જરાપણ હરિયાળી નથી, પાણી નથી છતાંય લોકોને ગોલ્ફ રમવાનો શોખ છે. આથી અહીંના ગોલ્ફ કોર્સ ખુબ જ નાના અને જમીન પર માટી, ગરવેલ અને ઓઇલ સ્લીક્સથી બનેલા છે. 

Austrailian Family Lives In Cave Source: Hulton Archive

Source: cooberpedy.sa.gov.au
અહીં કેવી રીતે પહોંચશો:
By Road - એડીલેઈડથી દરરરોજ અહીં આવવા બસ સેવા ઉપલબ્ધ છે. અથવા આપ સ્ટુઅર્ટ હાઇવે મારફતે અહીં પહોંચી શકો છો.
By Train -એડીલેઈડ થી એલિસસ્પ્રિંગની ઘાન રેલસેવા મારફતે અહીં પહોંચી શકાય છે,પણ આ માટે આગાઉથી મંગુરી સ્ટેશન પર ઉતરવા માટે જાણ કરવી જરૂરી છે. મંગુરી સ્ટેશનથી કુબર પીડી લગભગ 47 કીમી દૂર છે.
By Air - એડીલેઈડથી દરરોજ કુબર પીડી માટે ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે.

Scenes of Coober Pedy Source: Getty Images AsiaPac
વાતાવરણ:
અહીં વાતાવરણ પોતાનો મિજાજ સતત બદલતું રહે છે, અહીં તાપમાન દિવસ દરમિયાન 50 ડિગ્રી અને રાત્રે 0 ડિગ્રી સુધી જઈ શકે છે.
જોવાલાયક આકર્ષણો:
1) Breakaways Conservation Park
2) Old Timers Mine
3) Umoona Opal Mine & Museum
4) Faye's Underground Home
5) Serbian Orthodox Church