ગઠબંધન સરકાર વડે જારી કરાયેલા બહુસંસ્કૃતિવાદના નિવેદનમાં જણાવાયું છે કે ઓસ્ટ્રેલિયામાં બહુસંસ્કૃતિવાદ સફળ રહ્યું છે, પરંતુ દરેક લોકોએ રાષ્ટ્રના નિયમો અને લોકશાહી પ્રક્રિયાનું અમલ કરવું જ રહ્યું.
બહુસાંસ્કૃતિક બાબતોના નાયબ મંત્રી ઝેડ સેશેલજાએ કહ્યું કે, 'મલ્ટીકલચરલ ઓસ્ટ્રેલિયા : યુનાઇટેડ, સ્ટ્રોંગ, સક્સેસફુલ' દસ્તાવેજમાં ઓસ્ટ્રેલિયાની સાંસ્કૃતિક વિવિધતાનું ખુબ સકારાત્મક પ્રતિબિંબ ઝીલાયું છે.
વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે કહ્યું કે આજે વિશ્વમાં અસહિષ્ણુતા અને સંવેદનશીલતા ઘટી રહ્યા છે તેવામાં ઓસ્ટ્રેલિયા અલગ ઉદાહરણ છે.
ગઠબંધન સરકાર વડે વર્ષ 2013માં સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ નિવેદન છે.
આ નિવેદનની ખાસ વિગતો પર પ્રકાશ પાડતા શ્રી ટર્નબુલે કહ્યું કે ઓસ્ટ્રેલિયા આઝાદી, લોકશાહી અને સમાન કાયદો અને તકના સિદ્ધાંતોના કારણે ઓળખાય છે નહિ કે જાતિ, ધર્મ કે કોઈ સંસ્કુતિના નામે.
સાંસ્કૃતિક વિવિધતા ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ધરોહર છે.
આ નિવેદનના પ્રકાશન સમયે શ્રી ટર્નબુલે વર્ષ 1945થી ઓસ્ટ્રેલિયા સ્થાનાંતરિત થનાર 7.5 મિલિયન લોકોના યોગદાન પર પણ પ્રકાશ ફેંક્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશના વિવિધ લોકોને એકબીજા સાથે જોડી રાખનાર બાબત છે આપસી સન્માન.
નાયબ મંત્રી સેશેલજાએ જણાયું કે, કેટલાક લોકો છે જેઓ નિયમોનું પાલન નથી કરતા અને આપણે તેઓની સામે નક્કર પગલાં લેવા રહ્યા. આજે બહાર પાડવામાં આવેલા દસ્તાવેજની વિગતો પરથી સરકારને બહુસંસ્કૃતિવાદ ક્ષેત્રે આગળ વધવામાં ચોક્કસ મદદ મળશે.
આ દસ્તાવેજ એ હાર્મની ડેના આગળ દિવસે બહાર પાડવામાં આવ્યું જે ઓસ્ટ્રેલિયાની એકતાનું પ્રતિબિંબ પાડે છે.
WATCH: PM says Australians must be vigilant of intolerance and racism
માઈગ્રેશન કાઉન્સિલ ઓસ્ટ્રેલિયાનું કહેવું છે કે આ દસ્તાવેજએ વાતની સાબિતી છે કે દેશના આર્થિક અને સામાજિક ક્ષેત્રે માઈગ્રન્ટ સમુદાયનું ખાસ યોગદાન રહ્યું છે.
WATCH:New initiative unites Italian migrants
Share

