SKIP TO MAIN CONTENT

વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે ગુજરાતે સર્જ્યો વિશ્વ વિક્રમ

યોગ ગુરુ બાબા રામદેવના નેતૃત્વમાં 54,522 લોકોએ અમદાવાદના જી એમ ડી સી મેદાન ખાતે યોજાયેલ મેગા ઇવેન્ટમાં યોગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર અને પતંજલિ યોગપીઠ વડે કરવામાં આવ્યું હતું.

Certi
Source: Vijay Rupani FB

1 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કથાકાર રમેશ ઓઝા સહિતની હસ્તીઓ યોગ કરતી જોવા મળી હતી.

Yog
Source: Vijay Rupani Facebook

આ પ્રસંગે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને વર્લ્ડ રેકોર્ડ બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૧ જૂન-૨૦૧૫માં આયુષ મંત્રાલય આયોજિત યોગ કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતે ૩૫,૯૮૫ લોકો દ્વારા એક સાથે એક જ સ્થળે યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરાયો હતો.

Certi
Source: Vijay Rupani Facebok

આ ઉપરાંત સમાચાર માધ્યમો વડે મળતી વિગતો મુજબ કેટલાક સાર્વજનિક અને વ્યક્તિગત  વિશ્વ વિક્રમો જુદી જુદી કેટેગરીમાં નોંધાયા છે.

જેમાં નીચેના રિકોર્ડનો સમાવેશ થાય છે : 

  • એક જ સ્થળે સૌથી વધુ વ્યક્તિઓ દ્વારા યોગનો વર્લ્ડ રેકોર્ડ
  • એક શહેરમાં અલગ-અલગ સ્થળોએ એક સાથે યોગનો વર્લ્ડ રેકોર્ડ
  • શીર્ષાસનનો વર્લ્ડ રેકોર્ડ
  • યોગનો વિશ્વ રેકોર્ડ
  • સૂર્ય નમસ્કાર
  • નાની વયમાં વધુ સૂર્ય નમસ્કારનો રેકોર્ડ
  • સતત સૂર્ય નમસ્કારનો રેકોર્ડ
  • શીર્ષાસન (મહિલા વર્ગ)
view
Source: Baba Ramdev Facebook


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now