Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વડાપ્રધાન માલ્કમ ટર્નબુલની ભારત યાત્રા દરમિયાન વ્યાપાર, ઉર્જા અને શિક્ષણ ક્ષેત્ર પર ભાર

નવી દિલ્હી ખાતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ મુક્ત વ્યાપાર ક્ષેત્રે વાટાઘાટમાં તેજી લાવવા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે પ્રતિબદ્ધતા દર્શાવી.

Australia's Prime Minister Malcolm Turnbull and India's Prime Minister Narendra Modi shake hands at Hyderabad House in New Delhi, India, Monday, April 10, 2017. (AAP Image/Mick Tsikas) NO ARCHIVING
Source: AAP

ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતના પ્રથમ દિવસે વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે ભારતના વિકાસની પ્રશંસા કરતા કહ્યું હતું કે

"ભારતે હાંસલ કરેલ સફળતા એક અજાયબી સમાન છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી, ટૂંક સમયમાંજ જે વિશ્વનું સૌથી વિશાળ રાષ્ટ્ર હશે, તે આટલી વિવિધતાઓ ધરાવતું હોવા છતાંય ઉલ્લેખનીય એકતા ધરાવે છે."

વડાપ્રધાને આ સાથે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે દ્વિ માર્ગી વ્યાપાર પાછલા દશકમાં બમણો થયો છે જે હાલમાં $20 અરબ જેટલો છે.

તેઓએ માન્યું કે ભારત સાથે વ્યાપાર ડીલ કરવા માટે કેન્દ્ર સરકારને સમય લાગશે, પરંતુ તેઓએ ઉર્જા, ઉચ્ચ શિક્ષણ અને પ્રોફેશનલ સેવા ક્ષેત્રમાં નિકાસ  વધે તેવી આશા વ્યક્ત કરી હતી.

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ અને નવીનીકરણ દ્વારા બંને દેશોની સમૃદ્ધિ કેળવાય તે બાબત પર જોર આપતા જણાવ્યું હતું કે ભારત વધુ સહકાર આપવા તૈયાર છે.

"આ વાતમાં કોઈ આશ્ચર્ય નથી કે શિક્ષણ અને સંશોધનએ બંને દેશો વચ્ચે સંબંધોની મુખ્ય કડી છે. નેનોટેક્નોલોજી, સ્માર્ટ સીટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રમાં ભારત - ઓસ્ટ્રેલિયા સહકારથી ચાલતા પ્રોજેક્ટ માટેનું સંશોધન ભંડોળ $100 મિલિયન છે."

આ ઉપરાંત ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન માલ્કમ ટર્નબુલ ભારતીય કમ્પનીઓના સી ઈ ઓ ને મળશે. તેઓ અદાણી જૂથના સી ઈ ઓ ને મળીને ચાલી રહેલા વિવાદ અંગે કઈ વાત કરે તેવી સંભાવના છે. ડિસેમ્બર મહિનામાં મંજુર થયેલ $21.7 અરબના કાર્માઇકલ પ્રોજેક્ટને પર્યાવરણ જૂથો તરફથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કવીન્સલેન્ડના ગૅલીલિ બેસીન ખાતે અદાણી કાર્માઇકલ ખાણ યોજના મુજબ આગળ વધશે તો ઓસ્ટ્રેલિયા માટે કોલસાની નિકાસ માટેની શક્યતાઓ છે.

અદાણી કમ્પનીને ઉત્તર ઓસ્ટ્રેલિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ માંથી એક અરબ ડોલરની જરૂર છે, પણ શ્રી માલ્કમ ટર્નબુલે જણાવ્યું હતું કે આ નિર્ણય તેમના હાથમાં નથી.

આ ઉપરાંત માલ્કમ ટર્નબુલ અને નરેન્દ્ર મોદીએ મેટ્રોની સફર કરી હતી અને અક્ષરધામ ગયા હતા.


2 min read

Published

Updated

By Harita Mehta, Gareth Boreham, David Sharaz

Source: AAP



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now