પશ્ચિમ દિલ્હી ના આ વિસ્તાર માં લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ દોરડા અને એક્રોબેટીક કળા શીખી રહ્યા છે. આ કળા ને ઓસ્ટ્રેલીયા ના શાળાકીય અભ્યાસક્રમ નો હિસ્સો બનાવવામાં આવે તેની પૂરી શક્યતા છે. આ કળા નો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ખુબ ઉંચાઈ થી કોઈ સલામતી નેટ ના ઉપયોગ વગર કરતબ કરે છે. ઝૂપડપટ્ટી ના મધ્ય માં આવેલ આ શાળા માં બાળકો તેમના પૂર્વજો ની કળા ને શીખી રહ્યા છે.
કઠપૂતલી કોલોની સલમાન રશ્દીની પુસ્તક મિડનાઇટ ચિલ્ડ્રન માં "મેજીશીયન'સ ગેત્તો " તરીકે ચિરપ્રસિદ્ધ છે.
સ્ટેર શર્મા, જેઓ પેઈન્ટર છે અને નેધરલેંડ ના નિવાસી છે - તેઓ વડે આ શાળા ઝૂપડપટ્ટી ના બાળકો માટે 25 વર્ષ પહેલા શરુ કરવામાં આવી હતી. આ શાળા નો ઉદેશ પ્રાચીન કળા ના સંવર્ધન નો હતો.
આ કોલોની રંગીન અને સર્જનાત્મક જગ્યા છે, પણ અહી કોઈ સલામતી ની જાળી નથી અને ટી.બી , મલેરિયા જેવા રોગો નું ઘર છે. આ ઉપરાંત ખુલ્લી ગટરો, મળ-મૂત્ર ની ગંધ અને ગંદકી પણ ખુબ છે. આ છતાં સ્થાનિકો ને પોતાનું ઘર છીનવાઈ જવાની ચિંતા છે.
સરકારે આ જમીન વેંચી નાખી છે અને ડેવલપર વડે આ જગ્યા માટે નવો પ્લાન પણ તૈયાર કરાયો છે.
રાજેન્દ્ર કુમાર જેવા કલાકારો કે જે કઠપુતલી બનાવે છે અને તેના ખેલ પણ કરે છે, તેઓ ને ફ્લેટ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. વિકાસ ના મતલબ ને લઇ ને ખુબ જ ગૂંચવણ ભરી સ્થિતિ છે.
શરૂઆત ના ઇનકાર પછી , કેટલાક વાલીઓ એ તેમની દીકરીઓ ને પરણાવવાનું શરુ કર્યું છે. આ લગ્ન એ સારા ભવિષ્ય ની આશા કરતા ઘર ખોવાના ડર ના લીધે કરાય છે. અમુક છોકરીઓ તો હજુ પુખ્ત વય ની પણ નથી થઇ.
જે યુવાન છોકરીઓ આ પેર્ફોર્મિંગ સ્કુલ ની વિદ્યાર્થીનીઓ છે, અને બોલીવુડ જગત માં ભવિષ્ય ના સપના જોય છે તેઓ ની આ પરિસ્થિતિ નો લાભ એજન્ટો લે છે.
Share

