વિક્ટોરીયામાં આજથી કોવિડ-19ના વધુ નિયંત્રણો હળવા થશે

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1656 કેસ, 10 મૃત્યુ. રાજ્યમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી વધુ નિયંત્રણો હળવા થશે.

Melbourne's CBD is seen from the banks of Williamstown.

Melbourne's CBD is seen from the banks of Williamstown. Source: AAP

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1656 કેસ તથા 10 મૃત્યુ નોંધાયા છે. જોકે, રાજ્યમાં વધુ નિયંત્રણો હળવા થશે.

રાજ્યમાં વર્તમાન સંક્રમણથી કુલ સક્રિય કેસની સંખ્યા 23,730 થઇ ગઇ છે જ્યારે 282 લોકોના મૃત્યુ થયા છે.

વિક્ટોરીયામાં 16 કે તેથી મોટી ઉંમરના 78 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે. આ અઠવાડિયાના અંત સુધીમાં રાજ્ય 80 ટકાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરે તેવી શક્યતા છે.

જોકે, રાજ્યમાં લાગૂ કોવિડ-19ના નિયંત્રણો શુક્રવારે સાંજે 6 વાગ્યાથી હળવા થશે.

જે અંતર્ગત...

  • મેલ્બર્ન તથા રીજનલ વિક્ટોરીયા વચ્ચે મુસાફરી કરી શકાશે.
  • આઉટડોર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે નહીં.
  • બાળકો સહિત આઉટડોર સ્થળે 30 લોકોને તથા ઇન્ડોર સ્થળે 10 લોકોને ભેગા થવાની પરવાનગી.
  • ઇન્ડોર મનોરંજન સ્થળો, જીમ, રીટેલ વેપાર - ઉદ્યોગ રસીના બંને ડોઝ લેનારા ગ્રાહકોને આવકારી શકશે.
  • રેસ્ટોરન્ટ્સ, પબ્સ તથા કેફેમાં ગ્રાહકોની મર્યાદા વધશે.
  • રસીના બંને ડોઝ મેળવી લેનારા 500 લોકો લગ્ન, અંતિમ સંસ્કાર સહિતના આઉટડોર આયોજનોમાં હાજરી આપી શકશે.
  • આઉટડોર સ્થળે સામુદાયિક રમતો શરૂ થઇ શકશે.

ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોમાં કોવિડ-19ની માહિતી

  • ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 268 કેસ, 2 મૃત્યુ નોંધાયા.
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 10 કેસ, સક્રિય કેસની સંખ્યા 234 સુધી પહોંચી.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં આરોગ્ય વિભાગે રાજ્યના રહેવાસીઓને Halloween કોવિડ સેફ વાતાવરણમાં મનાવવા વિનંતી કરી.
  • વિક્ટોરીયામાં કોવિડ-19 રસીકરણમાં છૂટછાટ મેળવવાના નિયમો વધુ કડક કરવામાં આવશે.

ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે અહીં ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા Smart Traveller દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો COVID-19 Vaccination Glossary પરથી.

એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો Appointment Reminder Tool.


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania

Northern Territory


દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

NSW 

Victoria 

Queensland 

South Australia 

ACT 

Western Australia 

Tasmania
Northern Territory 

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

3 min read

Published

By SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now