વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 139 દિવસમાં પ્રથમ વખત બન્યું છે કે રાજ્યમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ નોંધાયો ન હોય.
સોમવારે રાજ્યના પ્રીમિયરે વિક્ટોરીયામાં કેટલાક પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી હતી.
આ અંતર્ગત 27મી ઓક્ટોબર રાત્રે 11.59 વાગ્યાથી
- બધા જ રીટેલ, રેસ્ટોરન્ટ્સ, કેફે, બાર શરૂ કરવામાં આવશે. જેમાં ઇન્ડોરમાં 20 લોકો તથા આઉટડોરમાં 50 લોકોને એકસાથે ભેગા થવાની પરવાનગી આપવામાં આવશે.
- બ્યૂટી, ટેટૂ સર્વિસ માસ્ક ધારણ કરીને શરૂ કરી શકાશે.
- 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આઉટડોર કમ્યુનિટી સ્પોર્ટ્સ, તથા 18 વર્ષથી મોટી ઉંમરના ખેલાડીઓ માટે આઉટડોર નોન-કોન્ટેક્ટ સ્પોર્ટ્સ શરૂ કરવાની પરવાનગી.
- 4 કારણો સિવાય ઘરની બહાર નીકળવાનો નિયમ હટાવાયો
- 25 કિલોમીટરથી દૂર નહીં જવાનો નિયમ અમલમાં રહેશે
- આઉટડોર મેળાવડામાં મહત્તમ 10 લોકોને પરવાનગી
- બેથી વધુ ઘરના સભ્યો આઉટડોર સ્થળે ભેગા થઇ શકે છે પરંતુ તેની કુલ સંખ્યા 10થી વધે નહીં તે જરૂરી
- લગ્નોમાં 10 લોકો તથા અંતિમ સંસ્કાર 20 લોકોને પરવાનગી
- ઇન્ડોર સ્થળે ધાર્મિક કાર્યમાં મહત્તમ 10 લોકો અને પૂજારી તથા આઉટડોર સ્થળે 20 લોકો અને પૂજારીને ભેગા થવાની પરવાનગી
8મી નવેમ્બર રાત્રે 11.59થી...
- રાજ્યમાં 25 કિલોમીટરની મુસાફરીની મર્યાદા હટાવાશે. આ ઉપરાંત, મેટ્રોપોલિટન મેલ્બર્ન અને રીજનલ વિક્ટોરીયાની સરહદ પણ ખોલવામાં આવશે.
- જીમ, ફિટનેસ સ્ટુડિયો શરૂ થશે. જેમાં મહત્તમ 20 લોકોને પરવાનગી અને દર 8 સ્ક્વેર મીટરે એક વ્યક્તિનો નિયમ લાગૂ પડશે.
- રેસ્ટોરન્ટ્સ, હોટલ, કેફે અને બારમાં મહત્તમ 40 લોકો, આઉટડોર સ્થળે મહત્તમ 70 લોકોને મંજૂરી
- ધાર્મિક પ્રવૃત્તિ - આઉટડોરમાં 50 લોકો તથા પૂજારી અને ઇન્ડોરમાં 20 લોકો તથા પૂજારીને ભેગા થવાની પરવાનગી
- અંતિમ સંસ્કાર - ઇન્ડોરમાં 20 લોકો અને આઉટડોરમાં 50 લોકોને મંજૂરી
- 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ઇન્ડોર કમ્યુનિટી સ્પોર્ટ્સ, નોન કોન્ટેક્ટ સ્પોર્ટ્સ શરૂ કરી શકાશે. જેમાં 1.5 મીટરના અંતરનો નિયમ જાળવવો જરૂરી
- 20 લોકો સુધીની મર્યાદા સાથે ઇન્ડોર પૂલ શરૂ કરી શકાશે.
Share


