છેલ્લા પાંચ દિવસથી કોરોનાવાઇરસના કેસની સંખ્યામાં થઇ રહેલા સતત ઘટાડાને ધ્યાનમાં રાખીને વિક્ટોરીયામાં પ્રતિબંધો વધુ હળવા કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલમાં કોરોનાવાઇરસના સક્રિય કેસની સંખ્યા 137 છે. સાત કેસ રીજનલ વિક્ટોરીયામાં તથા 10 કેસ એજ કેરમાં સક્રિય છે.
હળવા થયેલા આ નિયંત્રણો 18મી ઓક્ટોબર રાત્રિના 11.59 વાગ્યાથી લાગૂ થશે.
જે અંતર્ગત મેટ્રોપોલિટન મેલ્બર્ન વિસ્તારમાં...
- કસરત માટે ઘરમાંથી બહાર જવાના સમય પર કોઇ નિયંત્રણ રહેશે નહીં.
- તમારા ઘરમાંથી 5 કિલોમીટર સુધીના વિસ્તારની બહાર જવાનો નિયમ રદ કરવામાં આવ્યો છે. હવે ઘરથી 25 કિલોમીટર સુધી મુસાફરી કરી શકાશે.
- બે ઘરના 10 લોકો આઉટડોરમાં ભેગા થઇ શકશે.
- ટેનિસ, સ્કેટ પાર્ક્સ, ગોલ્ફ અને હેરડ્રેસર શરૂ થઇ શકશે.
- રીયલ એસ્ટેટ ઓક્શન 10 લોકોની સંખ્યા સાથે યોજી શકાશે અને કોમર્શિયલ રીયલ એસ્ટેટ માટે મુલાકાત લઇ શકાશે.
- આઉટડોર પૂલમાં 30 સ્વિમર્સને પરવાનગી
- ઇન્ડોર પૂલમાં આરોગ્ય અધિકારીની હાજરી સાથે વ્યક્તિગત હાઇડ્રોથેરાપી યોજી શકાશે.
કોવિડ-સેફ અમલમાં મૂકીને...
- ઘરની મરામત, રીપેર, પેઇન્ટીંગ મહત્તમ પાંચ કારીગરો સાથે કરી શકાશે.
- ઓટોમેટીક કાર વોશિંગને પરવાનગી
1લી નવેમ્બર 2020થી મેટ્રોપોલિટન મેલ્બર્નમાં વધુ નિયંત્રણો હળવા કરાશે. જે અંતર્ગત
- ચાર કારણોસર ઘર છોડવાના નિયમમાંથી મુક્તિ
- દિવસમાં એક વખત અન્ય ઘરના બે વયસ્ક અને બે બાળકો સહિત ચાર લોકો ઘરની મુલાકાત લઇ શકશે.
- રીટેલ વેપાર – ઉદ્યોગ શરૂ થઇ શકશે.
- હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ઇન્ડોર સ્થળ પર મહત્તમ 20 લોકો અને આઉટડોરમાં 50 લોકો ભેગા થઇ શકશે.
- બ્યૂટી અને અન્ય સેવાઓ શરૂ થઇ શકશે.
- 18 વર્ષથી નાની ઉંમરના લોકો માટેના કોન્ટેક્ટ સ્પોર્ટ્સ શરૂ થઇ જ્યારે વયસ્ક લોકો માટે નોન-કોન્ટેક્ટ સ્પોર્ટ્સ શરૂ થશે.
- આઉટડોર સ્થળ પર 20 લોકો ધાર્મિક પ્રવૃત્તિ માટે ભેગા થઇ શકશે.
- લગ્નોમાં 10 તથા અંતિમ સંસ્કારમાં 20 લોકોને ભેગા થવાની મંજૂરી
18મી ઓક્ટોબર 2020, રાત્રિના 11.59 વાગ્યાથી રીજનલ વિક્ટોરીયામાં લાગૂ થનારા ફેરફાર
- અન્ય ઘરના બે વયસ્ક અને બે બાળકો સહિત ચાર લોકો એક જ સમયે ઘરની મુલાકાત લઇ શકશે.
- હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં આઉટડોર સ્થળો પર એક સાથે 70 લોકો તથા ઇન્ડોર સ્થળો પર 40 લોકોને ભેગા થવાની પરવાનગી
- આઉટડોરમાં ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે 20 લોકોને ભેગા થવાની મંજૂરી
- 18થી નાની ઉંમરના લોકો માટે ઇન્ડોર પૂલ શરૂ થશે, જેમાં મહત્તમ 20 સ્વિમર્સને પરવાનગી
- વ્યક્તિગત હાઇડ્રોથેરાપીને પરવાનગી
- લાઇબ્રેરી શરૂ થશે જેમાં મહત્તમ 20 લોકોને મંજૂરી