વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે આગામી તબક્કામાં રાજ્યમાં કયા નિયંત્રણો હળવા થશે તે અંગેની રવિવારે જાહેરાત કરી હતી. રાજ્ય રસીનો ચોક્કસ લક્ષ્યાંક ક્યાં સુધીમાં મેળવી શકશે તે માટે સંભવિત તારીખ નક્કી કરી વિવિધ નિયંત્રણોમાં છૂટછાટની યાદી પ્રસ્તુત કરી હતી.
મેટ્રોપોલિટન મેલ્બર્ન
નેશનલ પ્લાન - પ્રથમ તબક્કો
સંભવિત તારીખ - 26મી સપ્ટેમ્બર 2021
રસીકરણના પ્રથમ ડોઝની સંખ્યા - 80 ટકા
- વિક્ટોરીયાના રહેવાસીઓ આઉટડોર સ્થળે વિવિધ પ્રવૃત્તિઓ કરી શકશે. જેમાં બાસ્કેટબોલ, ગોલ્ફ, ટેનિસ, ક્રિકેટ અને અન્ય આઉટડોર મનોરંજનની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
- આ તમામ સુવિધાનો ઉપયોગ અન્ય વ્યક્તિના સંક્રમણમાં આવ્યા વિના કરવો જરૂરી રહેશે.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે 5ની સંખ્યામાં વ્યક્તિગત ટ્રેનિંગ શરૂ થઇ શકશે
રીજનલ વિક્ટોરીયા
- રીજનલ વિક્ટોરીયામાં લોકડાઉન સમાપ્ત થશે.
- હેરડ્રેસર અને અન્ય બ્યૂટી સર્વિસ દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત રહેશે નહીં.
- અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા VCAL વિદ્યાર્થીઓ શાળાએ આવી શિક્ષણ મેળવી શકશે.
મેટ્રોપોલિટન મેલ્બર્ન
નેશનલ પ્લાન - પ્રથમ તબક્કો
સંભવિત તારીખ - 5મી ઓક્ટોબર 2021
શાળાઓ શરૂ થશે
- આ તબક્કામાં શાળાઓ ફરીથી શરૂ કરવાની યોજના છે.
- જે અંતર્ગત, જો જરૂરિયાત હશે તો 5મી ઓક્ટોબરથી GAT વિદ્યાર્થીઓ શાળાએ આવી શકશે.
- 6ઠી ઓક્ટોબરથી VCE Units 3/4 અને અંતિમ વર્ષના VCAL & IB વિદ્યાર્થીઓ શાળાએ આવી શકશે.
- 18મી ઓક્ટોબરથી પ્રેપ વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 3 દિવસ, 1 અને 2 ધોરણના વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 2 દિવસ શાળાએ આવી શકશે.
રીજનલ વિક્ટોરીયા
- VCE Units 3/4 અને અંતિમ વર્ષના VCAL & IB વિદ્યાર્થીઓ, પ્રેપ વિદ્યાર્થીઓ અને વર્ષ 1 તથા 2ના વિદ્યાર્થીઓ
- અન્ય ધોરણના વિદ્યાર્થીઓ શાળાએ ક્યારે આવી શકશે તે 30મી સપ્ટેમ્બર સુધીમાં નક્કી કરવામાં આવશે.
મેટ્રોપોલિટન મેલ્બર્ન
નેશનલ પ્લાન - બીજો તબક્કો
સંભવિત તારીખ - 26મી ઓક્ટોબર 2021
રસીકરણના બંને ડોઝની સંખ્યા - 70 ટકા
- 70 ટકા રસીકરણ બાદ મેલ્બર્નનું લોકડાઉન સમાપ્ત થશે.
- ઘરથી બહાર જવાના કારણો અને કર્ફ્યુ અમલમાં રહેશે નહીં.
- બંને ડોઝ મેળવી લેનારા લોકો આઉટડોર સ્થળે ભેગા થઇ શકશે અને કમ્યુનિટી સ્પોર્ટ્સ ટ્રેનિંગ કરી શકાશે.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો 50મી સંખ્યામાં પબ, ક્લબ તથા મનોરંજનના સ્થળોની આઉટડોર જગ્યામાં મુલાકાત લઇ શકશે.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો 50ની સંખ્યામાં લગ્નો તથા અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકશે.
શિક્ષણ
- તમામ વિદ્યાર્થીઓ પાર્ટ - ટાઇમ ગોઠવણ હેઠળ શાળાએ આવી પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકશે.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો 5ની સંખ્યામાં હેરડ્રેસિંગની સેવા મેળવી શકશે.
રીજનલ વિક્ટોરીયા
- રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોને વધુ પ્રવૃત્તિઓમાં છૂટ
સામાજિક અને મનોરંજન
- કમ્યુનિટી સ્પોર્ટ્સ ઇન્ડોર સ્થળ પર ન્યૂનત્તમ લોકો સાથે શરૂ થઇ શકશે.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા 30 લોકો માટે ઇન્ડોરમાં પબ, ક્લબ અને મનોરંજનના સ્થળો શરૂ થશે.
શિક્ષણ
- તમામ વિદ્યાર્થીઓ પાર્ટ - ટાઇમ સમય માટે શાળાએ આવી શકશે.
ધાર્મિક ક્રિયાઓ
- ઇન્ડોર સ્થળે અંતિમ સંસ્કાર અને લગ્નોમાં રસીના બંને ડોઝ લેનારા લોકો 30ની સંખ્યામાં અને આઉટડોર સ્થળે 100ની સંખ્યામાં હાજરી આપી શકશે.

Victorian Premier Daniel Andrews Source: AAP
નેશનલ પ્લાન - ત્રીજો તબક્કો
સંભવિત તારીખ - 5મી નવેમ્બર 2021
રસીકરણના બંને ડોઝની સંખ્યા - 80 ટકા (16 વર્ષથી મોટી ઉંમરના લોકો)
- 80 ટકા લોકો રસીના બંને ડોઝ મેળવી લેશે ત્યારે રીજનલ વિક્ટોરીયા તથા મેટ્રો મેલ્બર્નમાં એકસરખા નિયમો અમલમાં રહેશે.
સામાજીક અને મનોરંજન
- બાળકો સહિત 10 લોકો ઘરની મુલાકાત લઇ શકશે.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા 150 લોકો ઇન્ડોર સ્થળે ભોજન કરી શકશે અને 30 લોકો જાહેર સ્થળે ભેગા થઇ શકશે.
- ન્યૂનત્તમ લોકો સાથે ઇન્ડોર કમ્યુનિટી સ્પોર્ટ્સ શરૂ થશે.
- ઇન્ડોર સ્થળે માસ્ક પહેરવું જરૂરી રહેશે.
- ફક્ત બેસવાની સુવિધા સાથે પબ, રેસ્ટોરન્ટ્સ અને કેફે શરૂ થશે, જેમાં રસીના બંને ડોઝ મેળવી લેનારા 150 લોકો ઇન્ડોર અને આઉટડોર સ્થળે 500 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
નોકરી
- શક્ય હોય તો ઘરેથી જ કાર્ય કરી શકાશે, જો રસીના બંને ડોઝ મેળવી લીધા હશે તો કાર્યસ્થળે જઇ શકાશે.
હેરડ્રેસિંગ, બ્યૂટી અને પર્સનલ કેર
- રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે શરૂ
રીટેલ
- તમામ રીટેલ ઉદ્યોગો શરૂ થશે
શિક્ષણ
- અર્લી ચાઇલ્ડહૂડ અને સારસંભાળ શરૂ થશે.
- તમામ વિદ્યાર્થીઓ વધારાની સુરક્ષા સાથે શાળાએ આવી શકશે.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા વિદ્યાર્થીઓ સંસ્થામાં આવી શિક્ષણ મેળવી શકશે.
ધાર્મિક - સામાજીક ક્રિયાઓ
- લગ્નો, અંતિમ સંસ્કાર અને તમામ ધાર્મિક સર્વિસની રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો ઇન્ડોર સ્થળે 150ની સંખ્યામાં તથા આઉટડોર સ્થળે 500ની સંખ્યામાં મુલાકાત લઇ શકશે.
મેટ્રોપોલિટન મેલ્બર્ન અને રીજનલ વિક્ટોરીયા
નેશનલ પ્લાન - ચોથો તબક્કો
સંભવિત તારીખ - 19મી નવેમ્બર 2021
રસીકરણના બંને ડોઝની સંખ્યા - 80 ટકા (12 વર્ષથી મોટી ઉંમરના લોકો)
- એક વખત 12 વર્ષ કે તેથી મોટી ઉંમરના 80 ટકા લોકો રસીના બંને ડોઝ મેળવી લે ત્યારે નેશનલ કેબિનેટમાં નક્કી કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય કોવિડ-19 યોજના પ્રમાણે નિયંત્રણો અમલમાં મૂકાશે.
સામાજિક
- 25મી ડિસેમ્બરથી, 30 લોકો ઘરની મુલાકાત લઇ શકશે.