સેહવાગે ભારતીય પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમની ઝાટકણી કાઢી, અધિકારીઓને હોમવર્ક કરવા જણાવ્યું

પશ્ચિમી સંસ્કૃતિમાં વધી રહેલા સરોગેટ પેરેન્ટ્સના ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે સંયુક્ત કુટુંબ સુખી રીતે જીવન જીવી નથી શકતું તેવા પાઠ્યપુસ્તકમાં છપાયેલા નિવેદનની સેહવાગે ટીકા કરી, ટ્વિટર પર પણ લોકોનું સમર્થન મળ્યું.

India's cricketer Virender Sehwag sits during a training session ahead of their  ICC Twenty20 Cricket World Cup match against Australia in Colombo, Sri Lanka, Thursday, Sept. 27, 2012 . (AP Photo/Eranga Jayawardena)

India's cricketer Virender Sehwag rests during a training session. Source: AAP Image/ AP Photo/Eranga Jayawardena

એક તરફ પશ્ચિમી સંસ્કૃતિમાં સયુંક્ત કુટુંબનું મહત્વ વધી રહ્યું છે અને જે વિભક્ત કુટુંબ કે જ્યાં દાદા-દાદી ન હોય તેવા કુટુંબના બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળી રહે તે માટે સરોગેટ ગ્રાન્ડપેરેન્ટ્સનું કલ્ચર વધી રહ્યું છે ત્યારે ભારતીય પાઠ્યપુસ્તકમાં છપાયેલા એક નિવેદનની ટીકા થઇ રહી છે. તેમાં છપાયું છે કે, જે કુટુંબમાં માતા-પિતા, દાદા-દાદી તથા વધુ બાળકો હોય તે કુટુંબ ક્યારેય સુખી જીવન વિતાવી શકતું નથી.

આ પ્રકારના નિવેદનની ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે આકરી ટીકા કરી હતી અને તેમણે અધિકારીઓને જરૂરી પગલા લેવા અંગે જણાવ્યું હતું.
Grandson showing grandfather how to use tablet
Grandson showing grandfather how to use tablet. Source: Getty Images
વિદેશમાં સ્થળાંતર કરનારા મોટાભાગના લોકોના માતા-પિતા પોતાના વતનમાં રહેતા હોય છે તેથી તેમના બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળી શકતો નથી. ઓસ્ટ્રેલિયામાં વસી રહેલા લગભગ 35 ટકા લોકોના માતા પિતા વિદેશમાં જન્મ્યા હોવાથી દાદા-દાદી અને પૌત્ર વચ્ચે ભૌગોલિક રીતે ઘણું લાબું અંતર જોવા મળે છે. તેથી પૌત્રોને દાદા-દાદીનો પ્રેમ મળે તે માટે સરોગેટ ગ્રાન્ડપેરેન્ટ્સની મદદ લેવાઇ રહી છે.

જે તેમના નાના બાળકો સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા સમય વિતાવે છે. દાદા-દાદીના પ્રેમથી વંચિત રહેલા પૌત્રોને સરોગેટ ગ્રાન્ડપેરેન્ટ્સની મદદથી જીવનના મૂલ્યો, નૈતિકતા અને પરંપરાનું જ્ઞાન મળી રહે છે અને દાદા-દાદી તથા પૌત્રો વચ્ચે રહેલા અંતરને ઓછું કરવામાં મદદ મળી રહી છે.

જોકે બીજી તરફ, ભારતીય પાઠ્યપુસ્તકમાં છપાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "જે કુટુંબમાં માતા-પિતા, દાદા-દાદી તથા વધુ બાળકો હોય તે કુટુંબ ક્યારેય સુખી જીવન વિતાવી શકતું નથી."

આ નિવેદનની સેહવાગે ટ્વિટરના માધ્યમથી ટીકા કરતા જણાવ્યું હતું કે, "પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું નિવેદન હોવું તે તદ્દન વાહિયાત છે. જે અધિકારીઓ અભ્યાસક્રમ ઘડી રહ્યા છે તેમણે કોઇ પણ પ્રકારનું રીવ્યું કે હોમવર્ક નહીં કર્યાનો આ પુરાવો છે."
જોકે આ પાઠ્યપુસ્તક ક્યાં એજ્યુકેશન બોર્ડનું છે તેની જાણકારી નથી પરંતુ વીરેન્દ્ર સેહવાગે આ ટ્વિટ કરી કે તેને અન્ય લોકોનું પણ સમર્થન મળ્યું હતું અને તેમણે ટ્વિટમાં હ્યુમન રીસોર્સ મિનિસ્ટર પ્રકાશ જાવડેકર તથા પ્રધાનમંત્રી કાર્યાલયને સંબોધીને આ અંગે યોગ્ય પગલા લેવાની વિનંતી કરી હતી.
અન્ય એક વ્યક્તિએ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, "ઘરમાં દાદા-દાદી હોવા એક આશીર્વાદ સમાન છે. જેના ઘરમાં દાદા-દાદી હોય છે તે સુખી કુટુંબ હોય છે." તો વળી અન્ય એક યુઝરે ટ્વિટ કરી હતી કે, "બાળકોને મળતું આ પ્રકારનું ખોટું શિક્ષણ અટકવું જોઇએ".
Indian American Family cooking
Indian Grandmother teaching little girl to cook traditional food. Source: Getty Images
જાણિતા સોશિયોલોજીસ્ટ ગૌરાંગ જાનીએ સંયુક્ત કુટુંબના મહત્વ અને તેના સુખી હોવા અંગે SBS Gujarati ને જણાવ્યું હતું કે, "કુટુંબના સુખી હોવા માટે સંખ્યા મહત્વની નથી, જનરેશન મહત્વની છે. નાનું કુટુંબ પણ સુખી હોઇ શકે અને મોટું કુટુંબ પણ સુખી રહી શકે છે. સુખ અને દુ:ખને કુટુંબના કદ સાથે કોઇ સંબંધ નથી."

"સંયુક્ત કુટુંબ કે જેમાં દાદા-દાદી તથા માતા પિતા હોય તે કુટુંબ સારી રીતે જીવન જીવી શકે છે અને વિભક્ત એટલે કે નાનો પરિવાર પણ સુખી હોઇ શકે છે. પાઠ્યપુસ્તકમાં જો આ પ્રકારનું નિવેદન હોય તો કે ખૂબ જ અપૂરતું લખાણ છે," તેમ ગૌરાંગ જાનીએ ઉમેર્યું હતું.

Share

Published

Updated

By Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
સેહવાગે ભારતીય પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમની ઝાટકણી કાઢી, અધિકારીઓને હોમવર્ક કરવા જણાવ્યું | SBS Gujarati