વિશ્વભરના લાખો લોકો વિટામિન ડી યુક્ત આહાર કે તેના સપ્લિમેન્ટ્સના સેવન દ્વારા શરદી અને ફ્લૂના ચેપને ટાળી શકાય છે.
એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે વિટામિન ડી શ્વસનતંત્રને લગતા વિવિધ ચેપથી બચાવી શકે છે.
કેટલાક તજજ્ઞોનું માનવું છે કે વિટામિન ડીની ઉપયોગીતા અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે, આ વાત ને લઈને હાલના થોડા સમયમાં વિટામિન ડીના ઉપયોગને લઈને મેડિકલ વર્તુળમાં ખુબ ચર્ચા થઇ રહી છે. પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે વિટામિન ડી હાડકા અને માંસપેશીઓ માટે ખુબજ અગત્યનું છે.
ગતવર્ષે ઇંગ્લેન્ડના જાહેર સ્વાસ્થ્ય વિભાગનું કહેવું હતું કે સામાન્ય રીતે લોકો દરરોજ જરૂરી 10 માઇક્રોગ્રામ વિટામિન ડી શિયાળામાં સૂર્યપ્રકાશથી નથી મેળવી શકતા.
બી એમ જે માં પ્રકશિત થયેલ અંતિમ અભ્યાસ મુજબ વિટામિન ડી કે સૂર્યપ્રકાશ વિટામિન લેવાથી ફક્ત હાડકા અને માંસપેશીઓને જ ફાયદો નથી થતો પરંતુ શ્વસનતંત્રના ચેપ સામે પણ રક્ષણ મળે છે.
શિયાળામાં જયારે સૂર્યપ્રકાશ ઓછો હોય છે ત્યારે સામાન્યરીતે શરદી અને ફ્લુનું પ્રમાણ વધી જાય છે. આ સાથે સાયનસ, ગાળામાં ચેપ કે ફેફસાને લગતી તકલીફોમાં પણ વધારો થાય છે. આ ઉપરાન્ત કાનમાં ચેપ લાગવો, બ્રોંકાઈટીસ અને નિમોનિયા જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધી જાય છે.
(File photo: Getty images)

આ અભ્યાસ લન્ડનની કવીન મેરી યુનિવર્સીટી વડે કરવામાં આવ્યો, આ અભ્યાસમાં 95 વર્ષ સુધીના 11,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. તેમના પર 25 ક્લિનિકલ ટ્રાયલ વિવિધ દેશોમાં કરવામાં આવ્યા હતા.
આ અભ્યાસના અંતે તારણ કાઢવામાં આવ્યું કે વિટામિન ડીની ખામીથી શ્વસનતંત્રને લગતા ચેપની સંભાવના વધી જાય છે.
પ્રમુખ સંશોધક પ્રોફેસર એડ્રીયન માર્ટીનીનું કહેવું છે કે વિટામિન ડી થી રક્ષણાત્મક શક્તિ ને બળ મળે છે, આ માટે વિટામિન ડી ની જરૂરી માત્રા દરરોજ કે અઠવાડિયે લેવી જરૂરી છે.
Share

