SKIP TO MAIN CONTENT

સેટલમેન્ટ ગાઈડ : મતદાન કેવી રીતે કરવું ?

ઓસ્ટ્રેલીયા માં કેન્દ્રીય ચૂંટણીઓ 2જી જુલાઈ ના યોજાઈ રહી છે, ઓસ્ટ્રેલીયા માં મત આપવો ફરજીયાત છે.તો ચાલો જાણીએ મત કેવી રીતે આપવો ?

voting
Source: Rui Vieira/PA Wire

1 min read

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda



Skip to article content

1. મત આપવા માટે 18 વર્ષ કે તેથી ઉપરના દરેક ઓસ્ટ્રેલીયન નાગરિકે ઓસ્ટ્રેલીયન ચૂંટણી કમીશન માં રજીસ્ટર કરાવવું જરૂરી છે.

મતદાન માટે નામ ની નોંધણી AEC પાસે તા. 23મી મે સાંજે 8 વાગ્યા સુધી કરાવવાની રહેશે. ત્યારબાદ ચૂંટણી ના દિવસે મતદાન મથક પર મત આપવા પહોચવું .

Enrol to vote
Source: Getty Images

2. એકવખત રજીસ્ટ્રેશન થઇ ગયા પછી , મતદાન ન કરવું ગુનો છે. આ માટે દંડ ની જોગવાઈ છે.

જો એકવખત નામ રજીસ્ટર કરાવ્યા બાદ, અગર નામ કે સરનામાં માં કોઈ ફેરફાર હોય તો AEC પાસે વિગતો અપડેટ કરાવવી.

Polling day
Source: AAP

3. કેવી રીતે મત આપવો - અંગે ની વિગત આપતા કાર્ડ ઘણા પક્ષો વડે આપશે, પણ વ્યક્તિ એ તેનાથી દોરી ન જઈ ને પોતાના પસંદગી ના ઉમેદવાર ને મત આપવો.

How to vote
Source: Getty Images

4. ઉમેદવારો પસંદગીના મતદાનની પ્રણાલી દ્વારા ચૂંટવામાં આવે છે.

જેમાં બે મતપત્ર આપવામાં આવશે. લીલુ મતદાન પત્ર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં સ્થાનિક ઉમેદવાર પસંદ કરવા માટે છે. જ્યારે, સફેદ મતદાન પત્ર પોતાના રાજ્ય કે પ્રદેશ ના સેનેટર ની ચૂંટણી માટે છે. સેનેટ મતદાન પત્રમાં ઉમેદવારો ની પસંદગી માટે જે - તે પક્ષ પર અથવા કોઈ માર્ક કે નમ્બર વડે આપ મત આપી શકો છો.

Preferential voting
Source: Getty Images

5. ઓવરસીઝ અને પોસ્ટલ મતદાન

જો તમે એક વિદેશ માં રહેતા મતદાર હોય તો, મતદાન કાગળો પૂર્ણ વિગતો સાથે AEC ને ચૂંટણી દિવસ પર અથવા ચૂંટણી દિવસ પહેલાં પોસ્ટ વડે મળી જવા જોઈએ.

Postal voting
Source: AAP

વધુ વિગતો જાણવા માટે Australian Electoral Commission ની મુલાકાત લ્યો અથવા 13 23 26 પર ફોન કરો.

પોતાની ભાષા માં મતદાન કેવી રીતે કરવું જાણવા vote in your language ની મુલાકાત લ્યો અને ખાસ વિગતો માટે મુલાકાત લ્યો Specific voting details.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now