પારદર્શિતા માટે એક પગલું આગળ ભરતા ઇમિગ્રેશન વિભાગ આવતા મહિનાથી ગ્લોબલ વિસા અને નાગરિકતાની અરજીઓનો પ્રોસેસિંગ સમય ઓનલાઇન પ્રકાશિત કરશે.
વિભાગ વડે જાહેર કરાયેલ સ્ટેટમેન્ટ મુજબ, ઇમિગ્રેશનને આશા છે કે આ નવી સેવાના કારણે વિસા અને નાગરિકતા અંગેના ડેટા સાથે સચોટ માહિતી ઉપલબ્ધ કરાવી શકાશે.
આ સેવા 31મી માર્ચથી શરુ કરાશે.
ત્યારબાદ દર મહિને વિવિધ વિસા શ્રેણી અને નાગરિકતા અંગેના વિસાનો પ્રોસેસિંગ સમય ઉપડૅટ કરવામાં આવશે. આમ કરવા પાછળનો ઉદેશ છે કે વર્તમાન કેસનું પ્રમાણ અને પ્રોસેસિંગ માટેની પરિસ્થિતિનું પ્રતિબિંબ પાડી શકાય.
હજુ તેઓએ એ જણાવ્યું નથી કે શરણાર્થી વિસા અંગે ની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવશે કે નહિ. વિભાગ વડે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેટલીક પેટ શ્રેણી નવા આગંતુકો માટે બંધ કરવામાં આવી છે તે અંગે અથવા પંક્તિબદ્ધ અને કેપ્ડ અરજીઓનો પ્રોસેસિંગ સમય ઓનલાઇન નહિ મુકાય.
આપની અરજીને કેટલો સમય લાગશે?
દરેક અરજી ના સંજોગો આધારે દરેક અરજીનો પ્રોસેસિંગ સમય અલગ અલગ હોઈ શકે. ઓનલાઇન પ્રોસેસિંગ સમય એ માત્ર સૂચક છે. પ્રોસેસિંગ સમય આધાર રાખે છે
- શું આપે અરજી સંપૂર્ણ રીતે જરૂરી આધાર -પુરવા સાથે કરી છે કે નહિ
- માંગવામાં આવેલ વધુ માહિતી પ્રત્યે વ્યક્તિનો જવાબ કેટલો ઝડપી છે.
- વિવિધ તાપસ પુરી કરવામાં કેટલો સમય લાગે છે.
- સ્વાસ્થ્ય , ચરિત્ર પ્રમાણપત્ર, રાષ્ટ્રીય સલામતી અને સમર્થનનું આશ્વાસન આપતી જરૂરી વિગતો જેવી વિગતો અન્ય પાર્ટી પાસે થી આવતા લગતા સમય પર
- માઈગ્રેશન કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ જગ્યા
- વધેલી સમયની માંગ પર