1. વિદ્યાર્થી વિસા શું છે?
વિદ્યાર્થી વિસા એ ઓસ્ટ્રેલીયા અભ્યાસ અર્થે આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટેના વિસા છે
2. ઓસ્ટ્રેલિયા માં ક્યા ક્યા પ્રકાર ના વિદ્યાર્થી માટે ના વિસા ઉપલભ્ધ છે ?

International students at Melbourne University in Melbourne, Wednesday, May 8, 2012. (AAP Image/Julian Smith) NO ARCHIVING Source: AAP
વિદ્યાર્થીઓ ના વિવિધ પ્રકાર ના અભ્યાસક્રમ ને ધ્યાન માં લઈને, ઓસ્ટ્રેલીયા માં વિવિધ પ્રકાર ના પેટા વિસા ની શ્રેણી છે, જે નીચે મુજબ છે :
- ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર ના વિસા
-પ્રાથમિક અને માધ્યમિક શાળા માં અભ્યાસ માટે ના વિસા
-અભ્યાસ, તાલીમ અને શિક્ષણ માટેની સ્પોન્સરશીપ સાથે ના વિસા
- મુલાકાતી અભ્યાસ અને શિક્ષણ વિસા
3. વિદ્યાર્થી વિસા ની અરજી કરવા માટે ની શું લાયકાત છે અને કોણ અરજી કરી શકે?

Two female students working with teacher in computer classroom Source: AAP
ઓસ્ટ્રેલીયા માં રજીસ્ટર થયેલ કોર્સ માં ફૂલ ટાઇમ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા, વિદેશી વિદ્યાર્થીઓ આ વિસા શ્રેણી માં અરજી કરવા લાયક છે.
4. વિદ્યાર્થીઓ ની ચકાસણી શા આધાર પર કરાય છે ?

Students smiling in hallway at school, low angle view Source: AAP
વિદ્યાર્થી ના સ્ટુડન્ટ વિસા માન્ય કરવામાં આવે તે પહેલા, વિદ્યાર્થી એ ચકાસણી માટે જરૂરી પાસા અંગે ના પુરાવા રજુ કરવા જરૂરી છે. આ પુરાવાઓ માં નીચે ની બાબતો નો સમાવેશ થઇ શકે છે:
-ઓસ્ટ્રેલીયા માં રહેવા અને ખર્ચ વહન કરવાની આર્થિક સધ્ધરતા અંગે નો પુરાવો
- અભ્યાસ ફી
-પરિવહન ના ખર્ચ અને જો કોઈ પરિવાર નું સદસ્ય સાથે હોય તો તેના નિભાવ માટે જરૂરી આર્થિક વ્યવસ્થા નો પુરાવો
- અંગ્રેજી ભાષા ના પ્રભુત્વ નો પુરાવો
- લેવલ ઓફ એડ્યુકેશન
- પાસપોર્ટ ની નાગરિકતા
5. શું શરતો જોડાયેલ છે આ વિસા શ્રેણી સાથે ?

An Australian passport pictured in Brisbane, Thursday, July 25, 2013.
વિદ્યાર્થી વિસા સાથે ઘણી શરતો જોડાયેલ છે જેને પાળવી જરૂરી છે. Visa Entitlement Verification Online, VEVO વડે આપના વિસા સાથે જોડાયેલ શરતો ની માહિતી મેળવી શકાય . જેમકે અભ્યાસ અને રોજગાર ની પરવાનગી, વિસા અંગે ની મહત્વની વિગત - બદલાવ સાથે સાથે આપના વિસા ક્યારે પુરા થવાના છે તેની માહિતી.
6. ફરિયાદ અંગે મદદ ક્યાંથી મેળવવી?

Source: pixabay_public domain
ઓસ્ટ્રેલીયા ની બધી જ રજીસ્ટર શૈક્ષણિક સંસ્થાનો, વિદેશી વિદ્યાર્થીઓ માટે ના શૈક્ષણિક સેવા કાયદા થી બંધાયેલ છે. આથી દરેક સંસ્થાન માં આંતરિક અને બાહ્ય ફરિયાદ નિવારણ વ્યવસ્થા છે, જ્યાં વિદેશી વિદ્યાર્થી પોતાની ફરિયાદ રજુ કરી શકે છે અને તેને યોગ્ય સહાયતા અને નિવારણ મળી રહે છે.
આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થી લોકપાલ સમક્ષ વિદ્યાર્થી, સંસ્થાન વડે લેવાયેલ પગલા કે નિર્ણય ની વિરુદ્ધ અરજી કરી શકે છે

Source: Flickr