વેસ્ટ ઇન્ડીઝ ની ટીમે રચ્યો નવો વિક્રમ, તેની મહિલા અને પુરુષ બન્ને ક્રિકેટ ટીમો અત્યારે વર્લ્ડકપ T20ના વિજેતા ના ખિતાબ ધરાવે છે.
રવિવારે રાત્રે પુરુષ T20ના ફાઈનલ મુકાબલામાં ઈડન ગાર્ડન, કોલકત્તા ખાતે ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝ નો મુકાબલો ખુબ જ રોમાંચક અને ઉત્તેજનાભર્યો રહ્યો હતો. કોઈ ને પણ કલ્પના ન હતી કે અંતિમ 4 બોલ માં આખી મેચ વેસ્ટ ઇન્ડીઝ ની તરફેણ માં થઇ જશે.
આ માટે નો શ્રેય ઓલ રાઉન્ડર કાર્લોસ બ્રેથવેટ ને જાય છે, જેણે અંતિમ ઓવર માં 4 સળંગ છગ્ગા ફટકાર્યા
ઈંગ્લેડ વડે આપાયેલ 156 રન નું લક્ષ્ય વેસ્ટ ઇન્ડીઝે 19.4 ઓવર માંજ હાંસલ કરી લીધું . છેલ્લી ઓવર બાકી હતી ત્યારે વેસ્ટ ઇન્ડીઝ ને 6 બોલ માં 19 રન ની જરૂર હતી. અને ત્યારે કાર્લોસ વડે જે બાજી સંભાળવામાં આવી છે તે અદ્ભુત છે
Sensational. BMT. That's how you win a #WT20Final! pic.twitter.com/RdDoCm0TJ4 #WI — Claire Jane Earley (@Clearley_7) April 3, 2016
ઈડન ગાર્ડન ખાતે વિજેતાઓ ના જીત ના ડાન્સ જોવા મળેલ, અને આ રીતે ટીમ મેદાન ની મધ્ય માં ખુશી થી દોડી ગઈ હતી
The moment #WI won the 2016 #WT20! Hear that roar! #ENGvWI #WT20Finalhttps://t.co/pIdmBtoIRa — ICC (@ICC) April 3, 2016
વેસ્ટ ઇન્ડીઝ ટીમ માટે આ ઉજવણી આખી રાત ચાલી હતી, આ રહી તેની ઝલક
Inside the #Champions Dressing Room! #WI #WI #WI#WT20https://t.co/XAjE4GutMf — ICC (@ICC) April 3, 2016
વેસ્ટ ઇન્ડીઝ ની ટીમ ને ખુબ અભિનંદન!! તેઓ ખુબ સરસ રમ્યા !!
Share

