ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને પ્રથમ વખત રાષ્ટ્રપ્રમુખ તરીકે સંબોધતા જણાવ્યું હતું કે હવેથી વોશિંગટન ખાતે વ્યવહારની પ્રક્રિયા બદલાશે, આજથી નવા દ્રષ્ટિકોણ સાથે દેશની સરકાર ચાલશે.
તેમણે ઉમેર્યું હતું કે આજથી ફક્ત સત્તા કે એડમિનિસ્ટ્રેશન કે શાસક પક્ષ જ નથી બદલાઈ રહ્યા પણ, વોશિંગટન ડી સીથી સત્તાપરિવર્તિત થઇ રહી છે અને તે લોકોના હાથમાં પરત અપાઈ છે. આજથી અમેરિકાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આજથી આપણે અમેરિકાને ફરી મજબૂત, ધનવાન અને ગર્વિત કરીશું, એકસાથે મળીને ફરીથી અમેરિકાને સલામત અને મહાન બનાવીશું.
70 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પે અબ્રાહમ લીકન વડે ઉપયોગમાં લેવાયેલ બાઇબલ પર હાથ મૂકી શપથ લીધા હતા. રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ બિઝનેસ મેન છે અને અત્યાર સુધી તેઓએ એકપણ ચૂંટણી નથી લડી કે તેમની પાસે એડ્મીનીસ્ટ્રેશનનો કોઈ અનુભવ નથી.

President Donald Trump speaks after being sworn in as the 45th president of the United States during the 58th Presidential Inauguration (AAP) Source: AAP
જૂન 2015માં જયારે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ માટેની દોડમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે લોકો એ તેમની મશ્કરી કરી હતી. તેમને સમર્થન કરનાર તેમના સ્ટાફ અને તેમના મિત્રોને રેસિસ્ટ કહેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ વાઈટ હાઉસમાં પાવર પ્લેયર બની જશે તેમ પણ કહેવાતું હતું.પણ અંતમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાતો અને વચનોને અમેરિકનો એ સ્વીકારી અને ખુબ જ ઓછા અંતરથી તેમણે હિલેરી ક્લિન્ટનને હરાવ્યા.
પોતાના ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે 20મી જાન્યુઆરી 2017 ને ફરી લોકો દેશના શાસક બનનાર દિવસ તરીકે યાદ રાખશે. દરેક નાગરિકનો અવાજ સાંભળવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પના ટીકાકરોનું કહેવું છે કે 19 મહિના પહેલા જે વ્યક્તિ શિખાઉ હતો તે હવે નેતા બની ગયો છે તે માનવું અઘરું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિની નજીક માંજ તેમની વિરુદ્ધ પ્રદર્શન થયું હતું, પ્રદર્શનકારીઓને દૂર કરવા પોલીસે ગેસ છોડવો પડ્યો હતો. શનિવારે એટલે આજે ટ્રમ્પ વિરુદ્ધ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
Share

