હાર્ટડાન્સર્સ યોગ સ્ટુડિયોના ડિરેક્ટર સાન્દ્રા મોરાલ્સ નું કહેવું છે કે તેઓ ભારતીય પ્રાચીન યોગવિદ્યા પ્રત્યે ખાસ લગાવ ધરાવે છે અને આ સાથે ઓસ્ટ્રેલિયાના મૂળલોકોની સભ્યતામાં વર્ણવેલ અર્થલી હલનચલન પ્રત્યે તેઓ ખુબ આકર્ષાયા આથી તેઓએ આ બંને વિધ્યનું ફ્યુઝન કરવાનું નક્કી કર્યું. આ ફ્યુઝન કળાની કાર્યશાળા પૂર્વ સિડની ખાતે યોજાઈ. આ કાર્યશાળાનું શીર્ષક હતું Weaving Aboriginal Sounds and Stories with Yoga’
આ કાર્યશાળાનો મૂળ ઉદેશ વિદ્યાર્થીઓને પ્રાચીન આધ્યાત્મિક ભૂમિ સાથે જોડવાનો, અહીંના પરંપરાગત સંરક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આને આ સાથે તેઓને યોગ દ્વારા શરીર અને આત્મા વચ્ચે સમન્વય સાધી ધરતી માતાની પ્રાર્થના કરવાનું શીખવાડવાનું હતું.

તેણીનું કહેવું છે કે તેઓએ જુદા જુદા સંગીત અને ધ્વનિઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો અને આથી તેમણે એબોરિજિનલ સંગીતને યોગ સાથે જોડવાની શરૂઆત કરી.
સદનસીબે આ કાર્યમાં તેમને સાથ મળ્યો બીનોવા બાયલ્સનો જેઓ બિરરી -ગુબ્બા , કુંગલું , વુનનારુંય અને બંડઝલગ સમુદાયના મહિલા છે. તેઓ સિડની એબોરિજિનલ સમુદાયના જાણીતા સંગીતકાર , નૃત્યકાર અને વાર્તાકથનકાર પણ છે. તેઓને આ કોન્સેપટ અંગે જણાવતા તેઓએ મદદ કરવાનો સ્વીકાર કર્યો.

સાઉન્ડ ઓફ હીલિંગ અને ભૂમિને આદર આપવું
મોરાલ્સ અને બાયલ્સ જણાવે છે કે કેવી રીતે દરેક યોગ ક્લાસમાં શીખવાડવામાં આવે છે. તો સૌ પ્રથમ જુદી જુદી થીમ આધારિત વર્ગ લેવાય છે જેમકે "ધ ડ્રિમીન્ગ " કે દાદીરી (ધ્યાન થી સાંભળવું )
બાયલ્સ પ્રાચીન પારંપરિક ગીતો સાથે શરૂઆત કરે છે સાથે સાથે તેઓ દરેક યોગની સ્થિતિ સાથે જોડાયેલ એબોરિજિનલ વાર્તાઓનું વર્ણન પણ કરે છે.
મોરાલ્સ અને બાયલ્સ બંને સાઉન્ડ ઓફ હીલિંગમાં ખુબ વિશ્વાસ ધરાવે છે. બાયલ્સ વડે ગાવામાં આવતા પારંપરિક ગીતો વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે મદદરૂપ છે.

એબોરિજિનલ સભ્યતાને વહેંચવી
બાયલ્સનું કહેવું છે કે એબોરિજિનલ સભ્યતા અને જ્ઞાન ને અન્ય સમુદાયો સાથે વહેંચવું એ ઘણા એબોરિજિનલ લોકો માટે તકરારભર્યું હોઈ શકે. પણ હાર્ટડાન્સરસ સાથે લોકોને તેમના સંગીત અને વાર્તાકથનને શીખવાડવું એ ખાસ અનુભવ રહ્યો.
હાર્ટડાન્સર્સ એક સેવાભાવી સંસ્થા છે આ કાર્યશાળાથી એકઠું કરેલ ભંડોળ એ સિડની સમુદાયના ઇન્ડિજીનીયસ સંગીતકારો અને કલાકારોની મદદ માટે વપરાશે.

