ક્રિસ્ટિન નૈમની ઈચ્છા માતા બનવાની હતી પણ વધુ પડતું વજન આ માટે અવરોધ સમાન હતું. તેમનું વજન 130 કિલો હતું. તેઓ જણાવે છે કે,
" તેઓને ડોકટરો વડે જણાવવવામાં આવ્યું હતું કે 'તેઓ ક્યારેય માતા નહિ બની શકે', આ વાત થી તેઓને લાગતું કે આવી જિંદગી જીવવાનો કોઈ અર્થ નથી."
પણ આઠ મહિનામાં એક બદલાવ આવ્યો. ગતવર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેઓએ ગેસ્ટ્રીક સર્જરી કરાવી અને 50 કિલો વજન ઘટાડ્યું અને હવે તેઓ સ્વસ્થ અને સારું અનુભવે છે.
ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ એન્ડ વેલબિઈંગના જેની હારગ્રીવ્સનું કહેવું છે કે સંશોધનો દર્શાવે છે કે વજન ઘટાડવાની સર્જરી માટે ઈચ્છા ધરાવતા લોકોની સંખ્યમાં ધરખમ વધારો થયો છે.
" અમે જાણ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં સર્જરીનો દર ખુબ વધ્યો છે. વર્ષ 2005-2006માં હોસ્પિટલમાં અંદાજે 9300 વજન ઘટાડવાની સર્જરી એપિસોડ્સ હતા. પણ વર્ષ 2014-20015માં તેમાં વૃદ્ધિ થઇ આ આંકડો 22700 સુધી પહોંચ્યો હતો."
સિડની સ્થિત ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જન ડો. ડેવિડ માર્ટિનનું કહેવું છે કે તેઓના દર્દીઓની સંખ્યમાં વધારો થયો છે,
" આપણે જાણીએ છીએ કે ઝડપી ડાયેટ ઉપયોગી નથી, સ્વાસ્થ્યપ્રદ ડાયેટ એ અન્ય વસ્તુ છે. આપણે ઓબેસોજેનિક સમાજમાં રહીએ છીએ. વ્યક્તિએ સતત બહાર જવાની અને ફરતા રહેવાની જરૂર નથી. વધુ પડતી સાકર, જે આપણે લઈએ છીએ તેવું કરવું ખુબ સરળ છે. અને લોકો માટે સ્વાસ્થ્યપ્રદ પ્રવુત્તિઓ કરવી , સ્વસ્થ્યપ્રદ આહાર લેવો એ અઘરું બનતું જાય છે."
ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ એન્ડ વેલબિઈંગનું કહેવું છે કે વર્ષ 2015માં સર્જરી કરાવનાર મોટાભાગની મહિલાઓ હતી જેમનું આયુવર્ગ 34થી 44 વર્ષ હતું. સંશોધન દર્શાવે છે કે દર ત્રણ માંથી બે ઓસ્ટ્રેલિયન ક્લિનીકળી ઓબેસ છે.
ડો. માર્ટિન જણાવે છે કે સર્જરી લોકોને વધુ વજન ઘટાડવાનો વધુ સરળ માર્ગ લાગે છે
" લોકો સર્જરી અંગે વધુ જાગૃત બન્યા છે - આ ક્ષેત્રમાં માંગ પણ વધુ છે. આ અંગે અન્ય વિકલ્પો ઓછા અસરકારક છે. અને હવે ઓપરેશન વધુ સલામત બન્યા છે. સોસીયલ મીડિયા અને દર્દી સાથે વાતચીત કરીને સર્જરીના પરિણામો અંગે વધુ સ્પષ્ટ રીતે જાણ કરી શકાય છે.
ક્રિસ્ટિન જેવા દર્દીઓ માટે સર્જરી એ જીવન બદલનાર પગલું છે.
" હું ખુબ સારું અનુભવી રહી છું, ખુબ સારું જે અત્યાર સુધી નથી અનુભવ્યું. સપ્ટેમ્બરમાં જયારે સર્જરી કરાવી ત્યારે મારુ વજન 130 કિલો હતું અને હવે 83 કિલો છે, અને મને આશા છે કે હું 13 કિલો હજુ પણ ઝડપથી ઉતારી શકીશ."