પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મકગોવને ગયા સપ્તાહે પ્રથમ વાર ભારતની મુલાકાત લીધી.
જૂન 2019 ના અંત સુધીમાં ભારતથી આવતા મુલાકાતીઓની સંખ્યામાં એકંદર 11.1 ટકાની વૃદ્ધી નોંધાઈ છે અને માત્ર થોડા દિવસની રજા ગાળવા આવેલા ભારતીય મુલાકાતીઓની સંખ્યામાં 15.3 ટકાનો વધારો થયો છે.
પ્રીમિયર માર્ક મૅકગોવનના ભારત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એડમ ગીલક્રિસ્ટ પણ જોડાયા હતા.
એડમ ગીલક્રિસ્ટે કહ્યું વર્ષોથી ભારતની મુલાકાત લીધા પછી અનેક ઓસ્ટ્રેલિયનોને ભારતની મુલાકાત લેવાનું પ્રોત્સાહન આપતો આવ્યો છું અને હવે ભારતીયોને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા આવવાનું આમંત્રણ આપવા આવ્યો છું.

Premier Mark McGowan, Cricket commentator Harsha Bhogle and Australian cricketer Adam Gilchrist in Delhi Source: Public Domain
પ્રીમિયર અને એડમ ગિલક્રિસ્ટએ આગામી ICC T 20 દરમિયાન ભારતીય પ્રેક્ષકોને WA તરફ આકર્ષવા ટ્રાવેલ એજન્ટ, એરલાઇન પ્રતિનિધિઓ અને મીડિયા સાથે મુલાકાત કરી હતી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સરકારે ભારત સાથેના આર્થિક અને વ્યાપારી સંબંધો વધારવા માટે એક ખાસ સમિતિની રચના કરી છે. તાજેતરમાં જ પ્રીમિયર માર્ક મૅકગોવન અને સમિતિના સભ્યો ભારત પ્રવાસે જઈ આવ્યા. શિક્ષણ, કૃષિ અને ટુરિઝમના ક્ષેત્રમાં વ્યાપ વધારવાની દિશામાં પ્રયાસો શરુ કર્યા છે.વેસ્ટ ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટ ઇન્ડસ્ટ્રી કમિટીના જેસિકા શો સાથે વાત કરતા તેઓએ આ માહિતી આપી હતી.
જેસિકા શો ના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ચીન સાથે સારા સંબંધો છે. એવીજ રીતે ભારત સાથે પણ સંબંધો જોડવાની યોજના છે.
ભારત મોટો દેશ છે વિકાસના ક્ષેત્રમાં અગ્રેસર છે. વળી ભારત અંતરની દ્રષ્ટીએ પણ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાથી નજીક છે તેથી ભારત સાથે સંબંધો વિકસાવવામાં પાછળ ના પડવું એવા ઉદેશ્ય સાથે કાર્ય શરુ કર્યું છે.
ભારત સાથે અરસપરસ વ્યાપારના ક્ષેત્રમાં અમે આગળ વધવા માંગીયે છીએ એમ જણાવતા જેસિકાએ ઉમેર્યું કે આ ટ્રેડ ડેલીગેશન બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવીજ ભૂમિકા ભજવશે અને સંબંધો દ્રડ થશે.
આ અંગે ૨૦૧૬થી પ્રયત્નો હાથ ધરાયા છે અને હવે તેને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે.બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને કેન્દ્રમાં રાખવામાં આવશે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાથી ભારત સીધી વિમાન સેવા શરુ કરવાનો નિર્ણય લેવાયો છે જે ટૂંક સમયમાં શરુ થશે એવી આશા વેસ્ટ ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટ ઇન્ડસ્ટ્રી કમિટીના જેસિકા શો એ વ્યકત કરી હતી.
શિક્ષણ, કૃષિ, ખાણઉદ્યોગ અને પ્રવાસન ઉપરાંત ભારતની નિકલ (કલાઈ)ની જરૂરીયાત પૂરી પાડવામાં,ગ્રામ્ય વીજળીકરણ, સ્વચ્છ પાણી , રેફ્રિજરેશન તથા આધુનિક ખેતીની ટેકનીકમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા મોટો ભાગ ભજવશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ૧.૮ બિલિયન ડોલરની નિકાસ કરે તે દિશામાં કામ શરુ કર્યું છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને આંધ્ર પ્રદેશ રાજ્ય વચ્ચે તાત્કાલિક અસરથી ગ્રામ્ય વીજળીકરણ અને કૃષિ પ્રોજેક્ટ્સમાં સહયોગ શરુ કરી દીધો છે. આ ઉપરાંત ગુજરાત અને દેશના અન્ય વિસ્તારોમાં પણ કેમ સંબંધો વિકસાવી શકાય તે દિશામાં સંધોશન ચાલે છે.

Source: Public Domain
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ મુંબઈ અને દિલ્હીમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ટ્રેડ ઓફિસ શરુ કરી છે. જેને કારણે હવે આ દિશામાં ઝડપી વિકાસ થશે એવી આશા જેસિકા શો એ વ્યક્ત કરી છે.
Share


