મુખ્ય મુદ્દાઓ
- 'વૅલ-કમ ટુ કન્ટ્રી' અને 'એક્નોલેજમેંટ ઓફ કન્ટ્રી' માં તફાવત છે
- માત્ર જે તે વિસ્તારના પારંપરિક રખેવાળો જ 'વૅલકમ ટુ કન્ટ્રી' પ્રસ્તુત કરી શકે છે
- 'એક્નોલેજમેંટ ઓફ કન્ટ્રી' તમે તમારા અવાજમાં પ્રસ્તુત કરી શકો છો અને એના માટે સામગ્રી ઉપલબ્ધ છે.
'વૅલ-કમ ટુ કન્ટ્રી' કોઈ પણ સમારંભ શરુ કરતા પહેલા ભાષણ, નૃત્ય અથવા હવન દ્વારા પ્રસ્તુત કરી શકાય છે. આ વિધિ જે ભૂમિ પર સમારંભ કે કાર્યક્રમ યોજાયો હોય એજ ભૂમિના પારંપરિક રખેવાળો દ્વારા કરવામાં આવે છે.
'વૅલ-કમ ટુ કન્ટ્રી'નો અર્થ શું છે?
જ્યુડ બાર્લો, કેનબેરા વિસ્તારના નૂનાવાલા ઍલ્ડર છે. તેઓના મતે 'વૅલ-કમ ટુ કન્ટ્રી' એક આધ્યાત્મિક સુરક્ષા છે.
"દેશમાં આવકાર મેળવવો એટલે તમે એમના પૂર્વજોની આત્મા સાથે વાત કરો છો અને માત્ર એટલું કહોછો કે આ વ્યક્તિને ભૂમિ પર આવાવની પરવાનગી આપો. અમને વિશ્વાસછે કે તેઓ આ દેશને કોઈ હાનિ નહિ પહોંચાડે અને એથી એમને પણ હાનિ ન પહોંચાડો," જ્યુડ કહે છે.
જયારે હું કોઈ એબોરિજિનલ લોકોના બીજા ફર્સ્ટ નેશન વિસ્તારમાં જાઉં છું ત્યારે હું પણ ઈચ્છું છું કે મને એ ભૂમિ પર આવકાર મળે, જેથી મને રાહત હોય કે તેઓને મારી ઉપસ્થિતિથી વાંધો નથી, કારણકે તેઓ હજુ પણ એમની ભૂમિ પર હયાત છે - પશુઓના રૂપ માં, વનસ્પતિના સ્વરૂપમાં.
'Country' શું છે?
જ્યુડ બાર્લો કહે છે, જોકે Country શબ્દ અહિયાં જટિલ સ્વરૂપમાં વપરાય છે. એનો અર્થ જમીન વિસ્તાર, જળમાર્ગો અને આકાશ તો થાય છે પણ કુટુંબ અને સંબંધોના સંદર્ભમાં પણ જોવામાં આવે છે.
"જયારે હું દેશમાં હોઉ છું ત્યારે એક ઉર્જા અનુભવુ છું. જયારે ત્યાં ન હોઉં તો જીવનમાં એક જાતની ઉણપ વર્તાય છે. મારા માટે એ મારા પૂર્વજો સાથેનું બંધન છે કારણકે એબોરિજિનલ લોકોનો ઇતિહાસ મૌખિક હોય છે અને એ કથાઓ દેશમાં હોય છે."
શું કોઈ પણ વ્યક્તિ 'વૅલ-કમ ટુ કન્ટ્રી' પ્રસ્તુત કરી શકે?
'વૅલ-કમ ટુ કન્ટ્રી' જે ભૂમિ પર તમે હો એજ ભૂમિના પારંપરિક રખેવાળો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.

પૌલ પેટન કહેછે કે મોટા ભાગે ચોક્કસ વિસ્તારોના પારંપરિક માલિકોના જૂથોને ઔપચારિક માન્યતા મળી ચૂકી છે. તેઓ ગુન્નાઈ અને મૉનારો, જે ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વમાં છે, જુથના છે અને ફેડરેશન ઓફ વિક્ટોરિયન ટ્રેડિશનલ ઓનર કોર્પોરેશન્સના સી.ઈ.ઓ. છે.
ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં પારંપરિક રખેવાળો વિષે જાણ છે પણ કેટલાક ભાગો, ખાસ કરીને જ્યાં કોઈ એક જુથ ને માન્યતા નથી આપવામાં આવી ત્યાં એમના વિષે માહિતી મેળવવી પડે છે.
સરકારી અને સ્થાનિક સંસ્થાઓ અથવા એબોરિજનલ તબીબી સારવાર કેન્દ્રો પાસેથી માહિતી મેળવી શકાય છે.
શું 'એક્નોલેજમેંટ ઓફ કન્ટ્રી' અલગ છે?
જાહેર સભા કે ઘણા કાર્યક્રમોમાં 'એક્નોલેજમેંટ ઓફ કન્ટ્રી' પણ એક મહત્વની ઔપચારિકતા છે. એ અલગ તરે છે કારણકે પારંપરીક રખેવાળો દ્વારા એ પ્રસ્તુત કરવામાં નથી આવતું.
SBSના ઍલ્ડર ઈન રેસિડન્સ રહોડા રોબર્ટસ કહેછે કે, "'એક્નોલેજમેંટ ઓફ કન્ટ્રી' આપણા સૌ દ્વારા, ભલે કાળા હોય કે ગોરા, દરેક વ્યક્તિ દ્વારા પ્રસ્તુત કરી શકાય છે.

"એક્નોલેજમેંટ ઓફ કન્ટ્રી' મુખ્યત્વે લોકો દ્વારા પારંપરિક માલિકોની માલિકી સ્વીકારવાની અને એમની મન્યતાનું સન્માન કરતુ વ્યક્તવ્ય છે. તમે ભલે બહારથી આવ્યા હો, તમે પણ આ વિસ્તારમાં આવવાના હકદાર છો અને તમે વડીલો તથા રખેવાળોનો સન્માન કરો છો."
એક્નોલેજમેંટની તૈયારી
એક્નોલેજમેંટનું કોઈ ચોક્કસ વ્યક્તવ્ય નથી, આથી જરૂરી છે કે યોગ્ય ભાવ અને સંવેદના સાથે એ વાંચવામાં આવે.
'એક્નોલેજમેંટ ઓફ કન્ટ્રી' નું વ્યક્તવ્ય સહેલાઇથી ઓનલાઈન સામગ્રીઓ દ્વારા બનાવી શકાય છે.
જ્યુડ બાર્લો કહેછે, "આ વ્યક્તવ્યની અગાઉથી ખાસ તૈયારી કરો. માત્ર કરવા ખાતર કે કાર્યક્રમની છેલ્લી ઘડીએ એનો વિચાર કરવાને બદલે નિષ્ઠા પૂર્વક એની આગોતરી તૈયારી કરી એનો કાર્યક્રમના અભિન્ન ભાગ તરીકે વ્યવહાર કરો."
"એજ સાચું સન્માન છે."
"જે દેશ કે પ્રદેશમાં 'એક્નોલેજમેંટ ઓફ કન્ટ્રી' નું પઠન કરવામાં આવે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એટલે, એ દેશના યોગ્ય સમુદાયના નામનો ઉલ્લેખ કરી એમના પૂર્વજ, હયાત અને આવનારી પીઢી નો સત્કાર કરો."
પૌલ પેટન કહેછે, "કેટલાક વિસ્તારોમાં માન્યતાને માટે એક થી વધુ જુથો વચ્ચે મતભેદ હોઈ શકે. જે યોગ્ય જુથોનો ઉલ્લેખ અથવા સામાન્ય રીતે ત્યાંના જે તે લાગુ પડતા વડીલોની માન્યતા સ્વીકારી વ્યક્તવ્ય આપી શકાય છે.
"જો કોઈ ભુમીના રખેવાળોની માન્યતા વિવાદાસ્પદ હોય તો પણ એનો ઉલ્લેખ કરવો જરૂરી છે."

