જયારે કેન્દ્ર સરકાર કોઈ વિધેયક- ખરડાને સંસદના બન્ને ગૃહો માંથી સફળતા પૂર્વક પસાર ન કરાવી શકે, તેવી પરિસ્થિતિ માં ઓસ્ટ્રેલીયા નું બંધારણ સરકારને ખાસ પ્રક્રિયાની મંજુરી આપે છે. આ પ્રક્રિયા મુજબ સરકાર ચૂંટણી ચક્ર ખોરવી, સંસદના બન્ને ગૃહોનું વિસર્જન કરીને ચૂંટણીઓ ઘોષિત કરી શકે છે. આ પ્રક્રિયા ડબલ - ડીસોલ્યુંશન તરીકે જાણીતી છે.
ઓસ્ટ્રેલીયાની સંસદીય લોકશાહીના ઈતિહાસ પર દ્રષ્ટિપાત કરીને સમજી શકાય છે કે આ પ્રક્રિયા કેવી રીતે અને ક્યા કારણોસર કામ કરે છે.
બ્રિટીશ શાસન પદ્ધતિ અનુસાર ઓસ્ટ્રેલીયા માં કેન્દ્ર કે અમલકર્તા કે સરકાર ની સંસદ પ્રત્યે અથવા તો સરકાર ની કાયદાકીય શાખા પ્રત્યે જવાબદારી છે.
ઓસ્ટ્રેલીયાની સંસદ માં બે ગૃહો છે.
કેન્દ્રની ચૂંટણીઓ દર ત્રણ વર્ષે યોજાય છે.
બહુમતી ધરાવતા પક્ષની સરકાર બને છે, જે સંસદના નીચલા ગૃહ કે હાઉસ ઓફ રીપ્રેઝનટેટીવ તરીકે ઓળખાય છે.
સંસદના ઉપલા ગૃહ ને સેનેટ તરીકે ઓળખાય છે. આ ગૃહ સમિક્ષા ગૃહ તરીકે પણ જાણીતું છે.
દક્ષિણ ઓસ્ટ્રેલીયાની યુનીવર્સીટી ઓફ એડીલેઇડના રાજકારણના પ્રાધ્યાપક ક્લેમ મેકઇનટાયર જણાવે છે કે, બંને ગૃહોનું વિસર્જન કરી, નવેસર થી ચૂંટણીઓ યોજવી એ સરકારનો ખુબ જ ગંભીર પ્રયત્ન છે.
બંને ગૃહોના વિસર્જનથી ચૂંટણી યોજવા માટે સરકાર ને " ટ્રીગર બીલ " (જેના સહારે આ બંધારણીય ઉપાય વાપરી શકાય ) તરીકે ઓળખતા જરૂરી ખરડા કે વિધેયકની જરૂર હોય છે.
પ્રાધ્યાપક મેકઇનટાયર આ બાબતે વધુ માં જણાવે છે કે, "ટ્રીગર બીલ " એ એક પ્રકાર નો ખાસ ખરડો કે વિધેયક છે - જે સંસદ ના બન્ને ગૃહો પસાર કરવા સહમત નથી થતા.
ઓસ્ટ્રેલીયાના ગવર્નર જનરલ એ કોમનવેલ્થની રાણી (રાણી એલીઝાબેથ )ના પ્રતિનિધિ છે. તેઓ વડાપ્રધાનની સલાહ ને ધ્યાન માં લઇ કામ કરે છે અને તેઓ સંસદના બન્ને ગૃહો ને વિસર્જિત કરે છે.
વર્ષ 1901 માં જ્યારથી ઓસ્ટ્રેલીયાનું સંઘીય માળખું બન્યું, ત્યારથી અત્યાર સુધી માં આ બંધારણીય વિકલ્પનો ઉપયોગ ફક્ત 6 વખત જ કરાયો છે.
સૌથી પ્રથમ વખત બન્ને ગૃહોના વિસર્જનથી ચૂંટણીઓ વર્ષ 1914 માં યોજવામાં આવી હતી, જેનું કારણ હતું જાહેર સેવાઓમાં યુનિયન રોજગાર.
સૌથી નજીક ના ભૂતકાળ માં આ પ્રક્રિયા વર્ષ 1987 માં લેબર સરકાર વડે ઉપયોગ માં લેવાઈ હતી, જે માટે નો મુદ્દો રાષ્ટ્રીય ઓળખ કાર્ડ ને લગતા ખરડા નો પ્રસ્તાવ હતો.
વર્ષ 1950 માં રોબર્ટ મેન્ઝીસના વડાપ્રધાન કાળ દરમિયાન રૂઢીવાદી લિબરલ -નેશનલ સરકારે કમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલીયા પર પ્રતિબંધ લગાડતા વિધેયકને પસાર કરાવવા બંને ગૃહો વિસર્જિત કરી ચૂંટણી ઘોષિત કરવાની અપેક્ષા હતી, પરંતુ લેબર પક્ષની બહુમતી ધરાવતી સેનેટ માં આ વિધેયક પસાર થઇ જતા સ્થિતિ સામાન્ય થઇ ગઈ હતી.
ડો. બેરી યોર્ક એ કેનબેરા ખાતે આવેલ ઓસ્ટ્રેલીયન લોકશાહીના મ્યુઝીયમ માં ઈતિહાસકાર છે, તેઓ જણાવે છે કે શ્રી મેન્ઝીસે વર્ષ 1951 માં એક નિષ્ફળ વિધેયક સાથે ફરી પ્રયત્ન કરેલ અને બંને ગૃહોને વિસર્જિત કરી ચૂંટણી યોજી તેઓએ ઉપલા ગૃહ માં પોતાની બહુમતી સુરક્ષિત કરી હતી.
ડો. યોર્ક ચેતવણી આપતા જણાવે છે કે આ પહેલ થી સરકાર સંસદ ના બન્ને ગૃહો પર નિયંત્રણ લાવી શકશે તેની કોઈ ખાતરી નથી. અને જો આ પ્રક્રિયા ના અંતે પણ સેનેટ જરૂરી ખરડો કે વિધેયક પસાર નથી કરતી તો ત્યારબાદ નો ઉપાય બન્ને ગૃહો ની સંયુક્ત બેઠક છે.
Share

