આવતીકાલે રજુ થશે ઓસ્ટ્રેલિયાનું બજેટ

આવતીકાલે ખજાનચી સ્કોટ મોરિસન તેમનું ત્રીજું કેન્દ્રીય બજેટ બહાર પાડશે. શું હશે ખાસ આ વર્ષે?

The cover of the 2018-19 Budget papers is seen at Canprint in Canberra, Sunday, May 6, 2018. Australia's Treasurer Scott Morrison will deliver his third Budget on Tuesday, May 8. (AAP Image/Lukas Coch) NO ARCHIVING

Image/Lukas Coch) NO ARCHIVING Source: AAP

આવતીકાલે રજુ થનાર  ઓસ્ટ્રેલિયાના કેન્દ્રીય બજેટમાં ઘણી નવી પહેલ અને પ્રગતિશીલ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે તેવું અહેવાલો પરથી જાણવા મળ્યું છે. કેટલાક મહત્વના મુદ્દાઓ

આવકવેરો:

જાણવા મળતી વિગતો પ્રમાણે $87,000 જેટલી વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્ષમાં રાહત  જાહેર થવાની સંભાવના છે.

ઉચ્ચ વાર્ષિક આવક ધરાવતા વર્ગો માટે  આવકવેરામાં બદલાવ  વર્ષ 2024 થી થશે, વાર્ષિક $180,000 ની આવક ધરાવતા લોકોએ સમય જતા વધુ ટેક્ષ  ભરવાનો રહેશે.

નાણામંત્રી મેથીસ કોર્મેને આ બજેટને ઓછી અને  માધ્યમ આવક ધરાવતા લોકો તરફી જણાવતા કહ્યું છે કે ટેક્ષ  કપાતના  કારણે લોકોની ખર્ચ શક્તિ વધશે અને તેથી વધુ નોકરીઓનું નિર્માણ થશે.

" સરકાર વડે ખુબ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જયારે આવકવેરામાં કપાતની વાત છે ત્યારે તેમની પ્રાથમિકતા ઓછી અને માધ્યમ આવક ધરાવતા લોકો છે. આ (પગલું ) તેમના માટે સારું પુરવાર થશે સાથે સાથે અર્થતંત્ર માટે પણ ઉપયોગી રહેશે. મંગળવારે રજુ થનાર બજેટમાં વિગતવાર માહિતી આપવામાં આવશે."

ખજાનચી સ્કોટ મોરિસને  આ ટેક્ષ  કપાત ખુબ મોટી હોવાની વાત નકારી છે.

સ્વાસ્થ્ય સેવા:

માનસિક સ્વાસ્થ્ય સેવા લાઇફલાઇનની હેલ્પલાઇન ફોન સેવાને વધુ અસરકારક બનાવવા  $34 મિલિયન આપવામાં આવશે. આ ઉપરાંત આ સહાયથી સંસ્થાના કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

આ અંગેની જાહેરાત વડાપ્રધાન ટર્નબુલે યુટ્યુબ વિડીયો દ્વારા કરી હતી

ટોબેકો ટાસ્ક ફોર્સ:

ટોબેકો એટલેકે તમ્બાકુના ઉપયોગને ઓછો કરવા ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવશે. નવા પ્રાવધાન અનુસાર તમ્બાકુ ડ્યુટીસ અંગેનો નિર્ણય કરવાનો અને તમ્બાકુની આયાત માટેનો નવો  પરવાનો  આપવાનો  અધિકાર ટેક્ષ   અધિકારી પાસે હશે.

રાજસ્વ મંત્રી કેલી ઓ' ડોવરના જણાવ્યા અનુસાર આ પગલાંથી રાજ્સવમાં વધારો થશે. આ સાથે અમલમાં મુકવામાં આવેલ ભ્રષ્ટાચાર વિરોધી ઉપાયોના કારણે ગેરકાયદે તમ્બાકુ વેંચનારને પણ  રોકશે

Smoking
Source: Public Domain

નાયબ  વડાપ્રધાન માઈકલ મેક કોર્મેકનું કહેવું છે કે આ વર્ષનું બજેટ સૌ માટે સારું બજેટ રહેશે. તેઓએ ઉમેર્યું  હતું કે આ  બજેટમાં ઘણા નવા પ્રોજેક્ટ  શરુ કરવાનો પ્રસ્તાવ છે પણ તે એવા પ્રોજેક્ટ્સ છે જેમાં સરકારી પૈસા અટકી  ન જાય .

"આ એક એવું બજેટ હશે જે ઓસ્ટ્રેલિયાને જરૂરી, લાંબા સમયથી માંગ થઇ રહેલ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે.આ સાથે આર્થિક મોરચા પર જવાબદારી પૂર્વક વર્તતા, જરૂરતો સાધવામાં આવશે "


Share

2 min read

Published

Updated

By Harita Mehta, Evan Young




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now