પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબલના WhatsAppના ઉપયોગને લઈને આ મેસેજ સેવા ચર્ચાનો વિષય બની અને સાથે સાથે આ મેસેજ સેવાનો ઉપયોગ કેટલો સુરક્ષિત છે તે અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
WhatsApp સ્માર્ટફોન માટે બનાવાયેલ ફ્રી ડાઉનલોડ કરી શકાય તેવી એપ્લિકેશન છે જે ઇન્ટરનેટની મદદથી સંદેશ કે ફોટા મોકલવા માટે ઉપયોગમાં લેવાય છે. આ એપ્લીકેશનના વધતા ઉપયોગથી હવે સંદેશ, ફોટા , નાની વિડીયો કલીપ અન્ય WhatsAppનો ઉપયોગ કરતી વ્યક્તિને મોકલી શકો છો સાથે સાથે ગ્રુપ ચેટ અને એક જ મેસેજ ઘણા લોકોને એકસાથે મોકલવાની સુવિધા પણ વિકસાવાઈ છે.
ફેબ્રુઆરી મહિનામાં વિશ્વભરના 1 બિલિયન લોકો WhatsAppના ઉપભોગતા બન્યા. આ એપ્લિકેશન ખુબ જ ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે કેમકે તેનો ઉપયોગ સરળ છે અને તે મફત છે.
યુ એસ માં બનાવાયેલ આ એપ્લિકેશન યુરોપ અને દક્ષિણ અમેરિકામાં ખુબ લોકપ્રિય છે અને આફ્રિકા અને ભારત જેવા દેશોમાં તેનો ઉપયોગ અને લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.
બે વર્ષ પહેલા સોશિયલ મીડિયાની આગળ પડતી કંપની ફેસબુકે Whatsappને $19 બિલિયન ડોલરમાં ખરીદી. આ વર્ષે ઓગસ્ટમાં આ એપ્લીકેશનના નિર્માતાઓએ જાહેર કર્યું કે તેઓ Whatsappનો ડેટા ફેસબુસ સાથે વહેંચશે.
WhatsAppની નવી શરતો અને ગુપ્તતાનીતિ અનુસાર જણાવાયું છે કે આ એપ, “share my WhatsApp account information with Facebook to improve my Facebook ads and products experiences”. એટલેકે ફેસબુક પર જાહેરખબર કે અન્ય પ્રોડક્ટ્સ વેચવામાટે WhatsAppનો ડેટા આપવામાં આવશે.
જોકે ઉપભોગતા આ શરતને નકારી શકે છે. આ માટે શરતોની સૂચીમાં “read” પર જવું અને ત્યારબાદ અંતમાં સ્વીકાર કરવાના બોક્સને અનટીક કરવું .

Source: whatsapp
WhatsAppની ગુપ્તતાની નીતિમાં કરાયેલ સુધારા પ્રમાણે હવે વ્યક્તિએ જે વ્યક્તિને સંદેશ મોકલ્યો હશે તે જ વ્યક્તિ એ સંદેશ વાંચી - જોઈ શકશે.
જોકે આ ફીચર ને ઓસ્ટ્રેલિયાના સાયબર ઇન્ટેલિજન્સ એજન્સીની મજૂરી મળી નથી.
WhatsAppના વપરાશ સાથે કેટલાક જોખમો જોડાયેલ છે, જેમકે કોઈ સંવેદનશીલ કે વર્ગીકૃત સંદેશ આ એપ વડે મોકલવામાં આવે અને જો ફોન કોઈ ત્રીજી વ્યક્તિ વડે ઉપયોગમાં લેવાય તો 'phishing' એટલેકે ત્રીજી વ્યક્તિ સંદેશ મોકલી શકે અને ફોનમાં રહેલ મહત્વની માહિતી અસુરક્ષિત બને તેવું જોખમ છે.
Share

