ભારતીય સમાજમાં સોનાના ઘરેણાનું વર્ષોથી ઘણું મહત્વ રહ્યું છે. તેમાં પણ મહિલાઓમાં સોનું અતિલોકપ્રિય માનવામાં આવે છે જોકે છેલ્લા કેટલાક સમયમાં ઘરેણાં ખરીદવાનો ટ્રેન્ડ બદલાયો છે. સોનાના બદલે ભારતીયો પ્લેટિનમના દાગીના પર પોતાની પસંદગી ઊતારી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે.
ઘણા પરિબળોએ ખરીદદારોની પસંદગી બદલી
ભારતીય સમાજમાં લગ્ન તથા અન્ય સામાજિક પ્રસંગો પર ગોલ્ડ કરતાં પ્લેટિનમની વસ્તુઓ ભેટમાં આપવાનું કે પહેરવાનું ચલણ વધ્યું છે. અગાઉ સોનાના કુલ વેચાણમાં 85 ટકા વેચાણ રીંગનું થતું હતું પરંતુ હવે તે ઘટીને 50 ટકા જેટલું થઇ ગયું છે. ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદાતા સોનામાં પણ ઘટાડો નોંધાયો છે.
પ્લેટિનમ જ્વેલરીની ખરીદીમાં થયેલા વધારા અંગે પર્થના કેનિંગ્ટનમાં કેરોસલ મોલમાં જ્વેલરીના વેપારી કરણભાઈ અને સારાએ જણાવ્યું હતું કે, “ ખરીદદારોની પસંદગીમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
વાઈટગોલ્ડના દાગીના થોડા સમય પછી ઝાંખા થાય છે કે રંગ બદલાય છે જેને કારણે તેને અલોય અને રહોડીયમ પ્લેટિંગ કરાવવું પડે છે જયારે પ્લેટિનમમાં તેની જરૂર નથી.”
“પ્લેટિનમ વજન માં ભારે છે,જયારે સોનુ થોડું હલકું છે. પાંચ ગ્રામમાં બનતી સોનાની વિંટી પ્લેટિનમમાં આઠ ગ્રામમાં બને છે."
એક રીસર્ચ અનુસાર ભારતમાં 2017માં, 7.2 ટન પ્લેટિનમની આયાત કરવામાં આવી હતી. જેમાં આગામી વર્ષોમાં ઘણો વધારો થઇ શકે છે.

A platinum necklace. Source: Pixabay/priamsoni CC0
સોના કરતાં પ્લેટિનમ 30 ટકા જેટલું મોંઘુ
પ્લેટિનમમાંથી બનેલા ઘરેણાં તેની પર થયેલી કારીગરીના કારણે થોડો મોંઘા હોય છે. વાઈટ ગોલ્ડ કરતા પ્લેટિનમ આશરે ૩૦ ટકા મોંઘુ હોય છે. આ અંગે પર્થની મરે સ્ટ્રીટ પર ડાયમંડનો વ્યવસાય કરતા યોગેશ જોગિયાએ જણાવ્યું હતું કે, “પ્લેટિનમમાં સ્ટોન એટલે કે હીરા, રૂબી નંગ વગેરે સુંદર રીતે સહેલાઇથી જડી શકાય છે પરંતુ સોનાના દાગીના કરતા પ્લેટિનમના ઘરેણાં બનાવવામાં ઘણી મહેનત થતી હોવા ઉપરાંત તેમાંથી કોઈ વેસ્ટ રિકવર થતો ન હોવાના કારણે તેની કિંમત વધારે હોય છે.”
યુવાનોમાં પ્લેટિનમ ઘણું લોકપ્રિય થતું જોવા મળી રહ્યું છે. જેનું એક કારણ ફિલ્મી અનુકરણને માનવામાં આવે છે. આ ઉપરાંત પ્લેટિનમના ઘરેણા તમામ પ્રકારના ઘરેણાં પર અનૂકુળ રહેવું પણ તેની માંગમાં થયેલા વધારાનું એક પરિબળ મનાય છે. પારુલબેન દવેના જણાવ્યા પ્રમાણે,

A platinum ring ornamented with diamond. Source: Pixabay/ColiN00B CC0
"યુવતીઓમાં વધી રહેલી ખરીદશક્તિએ પણ પ્લેટિનમ જ્વેલરીના વેચાણમાં વધારો કર્યો છે જ્યારે રાગીબેન પંડિતના મતે સોના કરતાં પ્લેટિનમના ઘરેણા તેને ધારણ કરનારની પ્રતિષ્ઠા વધારે છે."
પુરુષોની પ્લેટિનમની ખરીદીમાં 39 ટકા જેટલો વધારો
ભારતીય જ્વેલરી માર્કેટમાં થયેલા એક રીસર્ચ પ્રમાણે અગાઉ મોટેભાગે મહિલાઓ માટે પ્લેટિનમની જ્વેલરીમાં વિવિધતા જોવા મળતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયમાં પુરુષો માટે પણ પ્લેટિનમમાં વિકલ્પો વધ્યા છે. પુરુષો માટે ચેઇન, બ્રેસ્લેટ, પેન્ડ્ન્ટ્સ તથા બેન્ડ્સમાં વિવિધ પ્રકારની ડીઝાઇનના વિકલ્પ ઉપલબ્ધ થતાં 2017ના વર્ષમાં ભારતમાં પુરુષોની પ્લેટિનમની જ્વેલરીની ખરીદીમાં લગભગ 39 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
છાયલ મહેતા ઝવેરી કહે છે, “હાલમાં કુંદન ની જવેલરી ઘણી જાણીતી છે પણ પ્લેટિનમની ડાયમન્ડની વીંટી અનેકની પહેલી પસંદ છે.”

Representational picture of platinum rings. Source: Pixabay/guillaumesalmon CC0
ભારત, જાપાન અને અમેરિકામાં પ્લેટિનમ જ્વેલરી ડીમાન્ડમાં
વર્ષ 2017માં થયેલા એક અભ્યાસ પ્રમાણે ભારતમાં પ્લેટિનમની ખરીદીમાં વર્ષ 2018ના અંત સુધીમાં 25 ટકા જેટલો વધારો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત, જાપાન તથા અમેરિકામાં પ્લેટિનમની જ્વેલરીની માંગ વધુ જોવા મળી રહી છે.
Share

