વિરાટ કોહલી વડે 52 બોલ માં 82 રન ની મદદ થી ભારત ઓસ્ટ્રેલીયા ના 6/160 ના લક્ષ્ય ને સાધી શક્યું, જેથી ભારત ને જીત મળી અને ફરી ઓસ્ટ્રેલીયા નું T20 નું સપનું અધૂરું રહી ગયું .
કોઈ એક ખેલાડી પાસે કેટલી વખત મેચ જીતાડવાની આશા રાખી શકાય ?
તો જવાબ છે, જેટલી રાખવી હોય એટલી. ક્રિકેટ ના ઈતિહાસ માં અત્યારસુધી આવો રન ને સાધનાર ખેલાડી જોયો નથી.
તો આ રન ચેઝર ખેલાડી વિષે કેટલીક હકીકતો પર નજર નાખીએ:
લક્ષ્ય ને સાધવાની સરેરાશ : T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની રમતો માં કોહલી ની રન નું લક્ષ્ય હાસલ કરવાની સરેરાશ 122.83 છે. જે વિશ્વ ના કોઇપણ બલ્લેબાજ કરતા વધારે છે. કોહલી એ માત્ર 15 ઓવર માં તો ભારત ને જીત તરફ લઇ ગયો. અને આ ઉપરાંત તે 9 વખત નોટ આઉટ રહ્યો . જો બધી જ સ્પર્ધા -જેમાં ભારત હાર્યું તેનો પણ સમાવેશ કરીએ તો કોહલી ની સરેરાશ 91.80 છે.
ચેઝિંગ ટોટલ : T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં કોહલી એ 918 રન તો બનાવી જ લીધા છે, જેથી તે બીજા ક્રમે છે. પ્રથમ સ્થાને 1006 રન સાથે મેકુલ્લમ છે. આટલા રન બનાવવા મેકુલ્લ્મે 38 પારી રમી છે, જયારે કોહલી એ 19 મેચ માંજ 900 થી વધુ રન બનાવ્યા છે.
1500 રન ની સિદ્ધિ: કોહલી એ સૌથી ઝડપી બલ્લેબાજ છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં જેણે 1500 રન બનાવ્યા છે, અને તે પણ ફક્ત 39 પારી માં. તેણે ક્રીસ ગેલ નો 44 પારી નો રેકોર્ડ તોડ્યો છે.
શ્રેષ્ઠ સમય અનુસરણી : જયારે મોટા રણ નો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો હોય ત્યારે કોહલી એકપણ બોલ નથી બગડતા. ગઈકાલે રાત ની મેચ માં પણ તેને 90% બોલ નો સામનો કર્યો અને અમુક જ બગડ્યા .
કોહલી વિરુદ્ધ સચિન: એવું નથી કે કોહલી ની સચિન સાથે સરખામણી પહેલી વખત થઇ રહી છે. પણ કાલ રાત ના પ્રદર્શન બાદ લોકો એક પગલું આગળ જઈ કોહલી ને સચિન કરતા સારો બલ્લેબાજ માને છે, આ મત ધરવનાર માં સૌરવ ગાંગુલી નો પણ સમાવેશ થાય છે.
Lucky to have witnessed these two in my life #IndvsAus #T20 pic.twitter.com/UUt6aa2JXP
— Rishabh Thakur (@rishabhthakur)<ahref="https://twitter.com/rishabhthakur/status/714170699481387008">March 27,2016
આદર્શ ટીમ સભ્ય : અને અંત માં, તે ફક્ત પોતેજ લક્ષ્ય સાધવા નથી જતો પણ સાથે ના ખેલાડીઓ ને પણ પુરતી તક આપે છે તેમની રમત નું પ્રદર્શન કરવા .
T20થી આગળ : કોહલી ફક્ત ક્રિકેટ ના એક જ પ્રકાર માંજ શ્રેષ્ઠ નથી, પણ Tests અને ODI માં પણ છે. Test સરેરાશ 68.88 ,કુલ રન 620 અને 4 ઇનિંગ. ODI સરેરાશ 64.26, સ્ટ્રીક રેટ 92.84. 14 સદી અને 21 અર્ધ સદી સાથે કોહલી નો સરેરાશ સ્કોર 4049 રન. જે પણ તેને શ્રેષ્ઠ બલ્લેબાજ બનાવે છે
Share

