Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ભારતની સૌથી પહેલી લોટરી ગુજરાતમાં યોજાઈ હતી

આપણા દેશમાં લોટરી લોન્ચિંગનો સહુથી પહેલા વિચાર અને અમલ ગિરનારના પગથિયાં માટે બે ગુજરાતીએ કર્યો હતો.

Chhaganlal Pandya
Chhaganlal Pandya, treasury officer in the state of Junagadh Source: Amit Mehta

૨૦૧૭-૧૮ ના બજેટમાં સરકારે ગિરનારના પગથિયાંના રીપેરીંગ માટે ૨૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે પરંતુ ૧૮૮૮ માં લોટરી વડે સાડા ત્રણ લાખ ઉભા કરી ગિરનારના પગથિયાં બનાવાયા હતા.

૧૮૮૮ માં લોટરી વડે સાડા ત્રણ લાખ ઉભા કરી ગિરનારના પગથિયાં બનાવાયા હતા.

ગુજરાત સરકાર દ્વારા રજુ થયેલ ૨૦૧૭-૧૮ના બજેટમાં યાત્રાળુઓની સુવિધા માટે ગિરનારના પગથિયાંના રીપેરીંગ માટે ૨૦ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે. ગિરનારના આ પગથિયાંનો ઇતિહાસ અતિ રસપ્રદ છે.આઝાદી પહેલા નાના નાના રજવાડાઓ હતા, એ પ્રમાણે જૂનાગઢનું રાજ પણ પરંપરાગત રીતે નવાબ ચલાવતા હતા. ૧૮૮૦ની આસપાસના સમયમાં જૂનાગઢ સ્ટેટના નવાબનું અવસાન થયું ત્યારે વારસદાર સગીર વયના (માઇનોર) હતા. આ સમયે વારસદારના બદલે અધિકારીઓ નવાબને ગાઈડન્સ આપીને રાજ ચલાવતા હતા.જૂનાગઢ સ્ટેટના દીવાન તરીકે મૂળ નડિયાદના હરિદાસ વિહારીદાસ દેસાઈ દીવાન તરીકે ફરજ બજાવતા હતા.

આ ઉપરાંત નડિયાદના જ છગનલાલ પંડ્યા નામના એક અધિકારી રજવાડામાં કેળવણી વિભાગમાં ફરજ બજાવીને નિવૃત્ત થાય તેના પહેલા જૂનાગઢ સ્ટેટમાં ટ્રેઝરી ઓફિસર તરીકે તેમની બદલી થઇ હતી.આમ તેઓ કેળવણી ખાતા માંથી deputation  ઉપર ટ્રેઝરી ખાતામાં જૂનાગઢ ગયા. અગાઉ દર્શાવ્યું તેમ જૂનાગઢ સ્ટેટના નવાબ તે સમયે માઇનોર હોવાથી એક પ્રાદેશિક સમિતિ (રિજિયોનલ કાઉન્સીલ) સ્થપાઈ હતી અને આ કાઉન્સીલ બધોજ વહીવટ સંભાળતી હતી. આ સમયે અનેક લોકો અને અધિકારીઓના ધ્યાનમાં આવ્યું કે ગિરનાર લોકપ્રિય સ્થળ છે અને યાત્રાળુઓને ગિરનારના દર્શન કરવામાં ઘણી તકલીફો પડતી હતી. સ્ટેટ પાસે પગથિયાં  બનાવવા માટે પૂરતી financial  વ્યવસ્થા હતી  નહિ. એટલે પગથિયાં માટે પૈસા ક્યાંથી  લાવવા એ પ્રાણ પ્રશ્ન હતો.

નવાબના સમયમાં જાહેર કે ખાનગી પ્રસંગોની ઉજવણી માટે ફંડ ઉભું કરવા પ્રજા ઉપર special tax નાખવામાં આવતો હતો

નવાબના સમયમાં દીકરાના જન્મ પ્રસંગ અથવા નવાબની દીકરીના લગ્ન જેવા પ્રસંગોએ પ્રજા ઉપર special  tax  નાખવામાં આવતો હતો. રિજિયોનલ કાઉન્સિલને આવો કોઈ વધારાનો ટેક્સ નાખ્યા વગર આ કામ કરવું હતું.

આ બંને ગુજરાતીઓએ એક કમિટી બનાવી અને લોટરીથી પૈસા ઉભા કરવાનું નક્કી કર્યું. બધાને આ વિચાર ગમ્યો. લોટરી બહાર પાડવામાં આવી. માહતી પ્રમાણે એક રૂપિયાની ટિકિટ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે  ૮-૮-૧૮૮૯ ના દિવસે લોટરીનો ડ્રો થયો હતો.

ચાલીસ હજાર રૂપિયાનું પહેલું ઇનામ ઉપરાંત

દસ હઝાર રૂપિયાના બે,

રૂ.૫,૦૦૦ના ચાર ઇનામ,

રૂ.૧,૦૦૦ના દસ ઇનામ,

રૂ.૫૦૦ના વિસ,

રૂ.૨૦ ના ૨૫૦,

રૂ.૧૦ ના ૫૦૦ ઇનામો જાહેર થયા હતા.

આ રકમ વિજેતાઓને આપ્યા બાદ અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા બચ્યા હતા. આ સાડા ત્રણ લાખ રૂપિયા માંથી દસ હજાર પગથિયાં બાંધવાનું શરુ કરાયેલું. તળેટીના કાળા પથ્થરથી પગથિયાં બનાવાયા હતા, જે કામ ૨૦ વર્ષ ચાલ્યું હતું. ૧૯૦૮ માં રસૂલખાનજી બાબી બહાદુરના સમયમાં યાત્રાળુઓએ પગથિયાંનો ઉપયોગ કરીને ગિરનારના દર્શનનો લાભ લેવાનું ચાલુ કર્યું હતું.

જાણીતા ઇંગલિશ દૈનિક TIMES  OF INDIA એ ૧૭મી જૂન ૨૦૦૮ને રોજ ભારતમાં પ્રથમ વખત આ લોટરી બહાર પડાઈનું લખ્યું છે.

આ ઉપરાંત છગનલાલ પંડ્યાની ગણતરી નવ સાક્ષરોમાં પણ થાય છે કારણકે તેમણે મૂળ સંસ્કૃત "કાદમ્બરી"નું ગુજરાતી ભાષાંતર  કર્યું હતું.


3 min read

Published

Updated



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now