SKIP TO MAIN CONTENT

WHO દ્વારા WhatsApp પર કોરોનાવાઇરસની સત્તાવાર માહિતી આપતી સર્વિસ શરૂ

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં કોરોનાવાઇરસ અંગે અફવા અને ખોટો ભય ન ફેલાય તે માટે સર્વિસ શરૂ કરવામાં આવી. જેમાં વાઇરસના કુલ આંકડા, ખોટી માન્યતા અને તાજા સમાચારની માહિતી મળે છે.

whatsapp
Source: Getty

2 min read

Published

Updated

By SBS Gujarati

Source: SBS



Skip to article content

મેસેજીંગ એપ્લિકેશન WhatsApp એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) સાથે ભાગીદારી કરીને કોરોનાવાઇરસ સામે લડત માટે સર્વિસ શરૂ કરી છે.

WhatsApp Coronavirus Information Hub સર્વિસની મદદથી યુઝર કોરોનાવાઇરસ વિશેની જાણકારી મેળવી શકશે. 

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાવાઇરસને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યથી વિવિધ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે.  તેની સામે લડત માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને WhatsApp સાથે ભાગીદારી કરીને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સર્વિસ શરૂ કરી છે.

WHO provides information about Coronavirus
Source: SBS Gujarati

કેવી રીતે સર્વિસનો લાભ લઇ શકાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સત્તાવાર વોટ્સએપ નંબર (+41798931892) પર “Hi” મેસેજ લખવાથી તરત જ વિવિધ પ્રકારના મેનુ દેખાશે અને ત્યાર બાદ જે-તે માહિતી મેળવવા માટે તે નંબર ટાઇપ કરવાથી તે અંગેની તાજી જાણકારી પ્રાપ્ત થશે.

WHO provides information about Coronavirus
Source: SBS Gujarati

વિવિધ પ્રકારની માહિતી ઉપલબ્ધ

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. જેમાં...
  • કોરોનાવાઇરસના તાજા આંકડા
  • કેવી રીતે વાઇરસના ચેપથી બચી શકાય
  • વિવિધ પ્રશ્નોના જવાબ
  • માન્યતા અંગેના ખુલાસા
  • ટ્રાવેલ અંગેની સલાહ
  • સમાચાર
WHO provides information about coronavirus
Source: SBS Gujarati

આ ઉપરાંત વોટ્સએપ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સાથે મળીને એક હોટલાઇન શરૂ કરવા અંગે પણ વિચારી રહ્યું છે જેનાથી લોકોને સત્તાવાર માહિતી મળી શકે. અને અફવા ન ફેલાય.

મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.

જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.

જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now