બાળક કોઈપણ સામાજિક પૃષ્ઠભૂમિ કે સાંસ્કૃતિક સમુદાયથી હોય, પ્લેગ્રૂપ બાળક પર સકારાત્મક પ્રભાવ પાડે છે.
પ્લેગ્રૂપ સાઉથ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કાર્લી જોન્સ જણાવે છે કે અહીં બાળકોને નવા રમકડાં સાથે રમવાની, નવા પડકારનો સામનો કરી નવા કૌશલ શીખવા, સામાજિક માપદંડ શીખવા અને સમૂહની ભાવના વિષે જાણવાની તક મળે છે.
ભાષા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી
બે વર્ષ પહેલા પેસિફિક આઇલેંડર સમુદાયના બાળકો માટે મેલબર્ન ખાતે પેસિફિક લેન્ગવેજ નેસ્ટ પ્લેગ્રૂપ શરુ કરનાર માલીયા વાઇહુ જણાવે છે કે જયારે તેઓ ન્યુઝીલેન્ડ રહેતા ત્યારે પરિવારજનો નજીકમાં રહેતા આથી તેમને બાળકોને પોતાની સંસ્કૃતિ વિષે શીખવાડવામાં તકલીફ નહોતી પડી, પણ મેલબર્ન ખાતે આ બાબતે જરૂર જણાતા તેઓએ આ પ્લેગ્રૂપની શરૂઆત કરી.

Children from the Pasifika Language Nest Playgroup in Cranbourne Source: Pasifika Language Nest Playgroup
વાલીઓ માટે પણ લાભદાયી છે

Source: CC0 Creative Commons
પ્લેગ્રૂપ વિષે ક્યાંથી જાણવું?
ઓસ્ટ્રેલિયાના દરેક રાજ્યોમાં વિવિધ પ્લેગ્રૂપ સેશન ઉપલબ્ધ છે. આ માટે પ્લેગ્રૂપ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ( Playgroup Australia website)ની મુલાકાત લઇ શકાય. આ ઉપરાંત 1800171882 પર નિઃશુલ્ક ફોન કરી શકાય.