કોઈપણ પ્રકારના આસનમાં "સ્થિરા સુખમ આસનં" જરૂરી છે. આ વાતનો મતલબ છે કે આસાન કરતી વખતે વ્યક્તિ જે -તે મુદ્રા કે પોસ્ચરમાં હોય તેમાં અનુકૂળ, સ્થિર અને ખુશ રહે. વીરભદ્રાસનમાં આ બાબતો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.
આસન કેવી રીતે કરશો ?
- સૌ પ્રથમ શરીર ટટ્ટાર કરી ઉભા રહો. બંને પગ 3-4 ફિટ પહોળા કરવા.
- જમણા પગને 90 ડિગ્રી બહાર કાઢો અને ડાબા પગને 15 ડિગ્રી જેટલો અંદરની બાજુ રાખો .
- શ્વાસ લેતા બંને હાથને સીધા -જમીનની સમાન્તર કરો.
- શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ જોતા, જમણા પગને ઘૂંટણથી સહેજ વળવાનું છે.
- આ સ્થિતિને 30 સેકન્ડ જેટલી રાખવી અને 3-4 વખત ઊંડા શ્વાસ લ્યો.
- હવે આ સ્ટેપ્સ ડાબા પગ સાથે ડાબી બાજુ કરવા.
- આખી પ્રક્રિયા 3 થી 6 વખત રિપીટ કરવી.
વીરભદ્રાસનના ફાયદા
- પગ અને પગનીઘૂંટીને મજબૂત કરવા માટે.
- છાતી, ફેફસા, ખભ્ભા અને ગ્રોઇન્સને મજબૂતી આપે છે.
- પાચનતંત્રને સુધારે છે અને એબ્ડોમીનલ અંગોને સક્રિય રહેવામાં મદદ કરે છે.
- શક્તિ વધારે છે.
- કમરનો દુખાવો દૂર થાય છે.
- ગર્ભવતી મહિલા માટે સારી કસરત છે.( કોઈપણ આસન કરતા પહેલા આપના ડોક્ટરની સલાહ લેવી)
- ઓસ્ટીઓપોરોસીસ, સીધા પંજા, કર્પલ ટનલ સિન્ડ્રોમ, વ્યંધત્વ જેવી સમસ્યાઓમાં પણ આ આસન ઉપયોગી છે.
- આ એક આરામદાયક મુદ્રા છે જેથી શાંતિ, સાહસ અને શુભ અનુભૂતિ થાય છે.