વધુ પૈસા કેમ કમાવવા એ જાણવું જરૂરી છે તો સાથે આ પૈસા ની બચત કેમ કરવી એ પણ જાણવું એટલું જ જરૂરી છે.
હાલમાં ગોબેન્કિંગરેટ વડે એક સંશોધન માં જાણવા મળ્યું છે કે $100,000 થી $149,999 ની આવક ધરાવતા વર્ગમાં $1000 કે તેથી ઓછી બચત જાણવા મળી છે અને આ વર્ગના 18% લોકો પાસે કશીજ બચત નથી.
આટલુંજ નહિ પણ $150,000 થી વધુ આવક ધરાવતા વર્ગ ની પરિસ્થિતિ તો વધુ ગંભીર છે 29% લોકો પાસે $1000 થી ઓછી બચત છે અને 6% લોકો પાસે તો જરાપણ બચત નથી.
આવું કેમ બની રહ્યું છે તે જાણવા ફાઇનર્શિયલ થેરેપી એસોસિએશનના પ્રમુખ અને યુનિવર્સીટી ઓફ જોર્જિયા ખાતે આર્થિક ટેરેપીના પ્રેક્ટિશનર શ્રી મિગન ફોર્ડે છણાવટ કરી
આપણો સ્વભાવ કે આપણો સમાજ ખર્ચવામાં માને છે
શ્રી ફોર્ડનું કહેવું છે કે યુ. એસમાં સામાજિક અપેક્ષઓને પૂર્ણ કરવા લોકો ખર્ચે છે. લોકો માને છે કે જો આપ સારું કમાતા હોવ તો તે મુજબ ખર્ચ કરવો પડે.
લોકો એમ પણ મને છે કે જો પોતાની પ્રગતિ વિષે સોશિયલ મીડિયા પર ન જણાવો તો તે પ્રગતિ જ નથી. અને આ દેખાવ કરવા પાછળ મોટા ભાગનો ખર્ચ થાય છે.
પૈસાની આસપાસ જોડાયેલ લાગણીઓ
ઘણા લોકો પૈસા અંગે વાત કરવામાં શરમ અથવા ખચકાટ અનુભવે છે. શ્રી ફોર્ડનું કહેવું છે કે તેઓ એવા દંપતીઓને જાણે છે જેઓ લગ્ન કરતા પહેલા એકબીજાની આવક કે કમાણી વિષે વાત નથી કરતા, એટલું જ નહિ લગ્ન બાદ પણ ખુલીને આ વિષય પર વાત નથી કરતા . પરિવાર કે મિત્રો સાથે પણ આ અંગે ખાસ વાતચીત નથી થતી.
આપણો સમાજ આપણને વધુ પૈસા કમાવવા તૈયાર કરે છે પણ એમ બચત કરવી તે અંગે ખાસ મદદ કે માર્ગદર્શન નથી મળતું.
ઘણા લોકોને એ જાણકારી નથી કે ક્યાંથી અને કેવી રીતે બચતની શરૂઆત કરવી. વ્યક્તિ પાસે જયારે આર્થિક સાક્ષરતા ન હોય- નક્કર પ્લાન ન હોય તેવામાં કોઈપણ વ્યક્તિ બચતની બાબતને અવગણે અને આવું જ બની રહ્યું છે.
વિદ્યાર્થી સરકારી લોનનું ચોંકાવનાર પ્રમાણ
ગત વર્ષે વિદ્યાર્થી લોનનું દેવું $1.2 ટ્રિલિયન જેટલું હતું. જો આપ 6 આંકડાની આવક કરવા સક્ષમ બન્યા હોવ તો આપે અભ્યાસ પણ સારો કર્યો હશે. આ અભ્યાસ માટે જો આપે વિદ્યાર્થી લોન લીધી હોય તો તે ભરવા માટે સારી એવી બચતની જરૂર છે, આર્થિક બાબતો અંગે જાણવાની જરૂર છે. ઘણા વિદ્યાર્થીઓને લોન માફી , કમ્પની રિપેમેન્ટ જેવા કાર્યક્રમોની જાણકારી નથી હોતી , આ પણ એક કારણ છે બચત ન કરી શકવાનુ.

Source: AAP
તેથી તમે શું કરી શકો છો?
જો આપ આર્થિક રીતે સશક્ત બનવા ઇચ્છતા હોવ તો બે પંખીઓ અભિગમ રાખવો રહ્યો.
એક તો આપ આર્થિક બાબતો પર પોતાની આત્મનિરીક્ષણ કરો. આર્થિક બાબતો અંગે આપનો અભિગમ કેવો રહ્યો છે? આર્થિક બાબતોને કેવી રીતે પહોંચી વાળવું એ અંગે આપને શું કોઈએ શીખવાડ્યું છે? આપણા જાત અનુભવો કેવા રહ્યા છે? શું આર્થિક સઘ્ધરતા માટેની પોતાની યોજનાના અમલ માટે આપે કોઈ તણાવ અનુભવ્યો છે? આ પ્રશ્નો થી આપ આપની બચત અંગેની માન્યતાઓ કે અબુભાવો પર ફરી કામ કરશો , જરૂરી ફેરફાર કરી શકશો .
બીજો અભિગમ થિયરી સાથે અભ્યાસનો છે.
દરરોજ ઓટો ડિપોઝિટ કરવાનો વિકલ્પ પણ સરળ અને અસરકારક છે.
તેથી સરળ છે તે કરો: તમારા ભવિષ્ય માટે પહેલા બચત શરુ કરો, બાકીનું આપોઆપ થઇ જશે.
This article originally appeared on Science of Us: Article © 2016. All Rights reserved. Distributed by Tribune Content Agency.
Share

