ડો. વિકી ક્રીનીસ વોલોન્ગોન્ગ ખાતે સ્વતંત્ર કેરિયર સલાહકાર છે. ડો. ક્રીનીસ આ ક્ષેત્રે 25 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. તેમની સાથે થયેલ વાતચીત દરમિયાન તેઓએ આ વર્ષમાં ડિમાન્ડમાં રહેનાર વ્યવસાયો અને કૌશલ અંગે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જો આ વિત્તીય વિશ્લેષક, પે રોલર, સાઈટ મેનેજર, ડેટા એનાલિસ્ટ, એન્જીનીયર કે સેલ્સ એડમિનિસ્ટ્રેટર હોવ તો આપણા માટે વર્ષ 2017 સફળ નિવળી શકે છે.
ડો. ક્રીનીસે જણાવેલ જરૂરી વ્યવસાયોની વિસ્તૃત સૂચિ :
- ફાઇનાન્સ એન્ડ કોમર્શિયલ એનાલિસ્ટ: આ પોસ્ટ માટે જરૂરી છે કે વ્યક્તિ વ્યાપારના ઉત્તમ પ્રદર્શનમાટે યોગ્ય માર્ગદર્શન અને વિશ્લેષણ પૂરું પાડે.
- પેરોલર : કોઈપણ સંસ્થા માટે આ પોસ્ટ ખુબજ જરૂરી છે કેમકે આ વ્યક્તિ કર્મચારીઓના પગારની ધ્યાન રાખે છે.
- એકાઉંટન્ટસ: અહીં ફક્ત એકાઉન્ટનું જ્ઞાન જરૂરી નથી પણ, નોકરીદાતા એકાઉન્ટ પાસે અસાધારણ લેખન અને વર્બલ કમ્યુનિકેશન,વ્યવપાર ક્ષેત્રે નિપુણતા અને ગ્રાહકો સાથે સંલગ્ન થવાની આવડત ઈચ્છે છે.
- આર્કિટેક્ટ્સ : પૂર્વીય રાજ્યો અને દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં થનાર મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે પ્લાનિંગ અને ડિઝાઇન બનાવી શકે અને સાથે સોફ્ટવેરના પણ જાણકાર હોય તેવા વ્યક્તિ ની માંગ રહેશે.
- પેરાપ્લેનર્સ અને આર્થિક યોજનાકાર: આર્થિક યોજના ઘડવા ક્ષેત્રે ડિગ્રી અથવા એડવાન્સ ડિપ્લોમા અથવા સર્ટિફાઈડ આર્થિક યોજનાકાર ની ખુબ માંગ છે પણ તે મુજબ યોગ્ય લાયકાત ધરાવતા લોકોની કમી છે.
- ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસ્ટ ખાસ કરીને ક્રેડિટ રિસ્ક માટે: જેમ લોન (ઋણ)ની માત્રમાં વધારો થઇ રહ્યો છે, ઓનલાઇન અરજીઓ વધી રહી છે ત્યારે આ ક્ષેત્રે ઉમેદવારો ની જરૂર છે
- કોન્ટ્રાકટ એડમિનિસ્ટ્રેટર, સાઈટ મેનેજર અને પ્રોજેક્ટ મેનેજર : ઓસ્ટ્રેલિયા ભરના વિવિધ પ્રોજેક્ટને આકાર આપવા.
- બાલમંદિર માટે શિક્ષકો: ઓસ્ટ્રેલિયા ભરમાં અર્લી ચાઇલ્ડહુડ ટીચર એટલે બાલમંદિર માં કંકરનાર યોગ્ય શિક્ષકોની ખુબ કમી છે.
- આઇટી કોઓર્ડિનેટર્સ:શાળાના વિદ્યાર્થીઓને આઇટી ક્ષેત્રે ભણાવી શકે, આ ક્ષેત્રે હોશિયાર હોય તેવા ઉમેદવારોની શાળાઓમાં જરૂર છે.
- પુનઃ ઉપયોગમાં લાઈશકાય તેવી ઉર્જા ક્ષેત્રે અનુભવ ધરાવતા લોકો
- સિવિલ અને સ્ટ્રક્ચરલ એન્જીનીયર્સ : દેશભરમાં જુદા જુદા બુનિયાદી સુવિધાઓમાટેના, રહેઠાણ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે સિવિલ અને સ્ટ્રક્ચરલ એન્જીનીયર્સની માંગ રહેશે.
- રહેવાસી મકાન મેનેજર: એસ્ટેટ મેનેજમેન્ટ ક્ષેત્રે આ પોસ્ટ મંગમાં રહેશે.
- કેસ મેનેજર : સ્વાસ્થ્ય, વિકલાંગતા ક્ષેત્રે, રાષ્ટ્રીય વિકલાંગતા વીમા યોજના હેઠળ ખાસ તાલીમ મેળવેલ કે અનુભવ ધરાવતા કેસ મેનેજર ની જરૂર રહેશે .
- એચ આર સલાહકાર અને હ્યુમન રીસોર્સીસ વ્યવસાય ભાગીદાર: પારંપરિક હ્યુમન રીસોર્સીસ ની તાલીમ આપનારના બદલે આ ક્ષેત્રે ઊંડાણમાં સેવા આપી શકે તેવા વ્યવસાયીઓની જરૂર રહેશે
- સિનિયર ક્લેઇમ કન્સલ્ટન્ટ અને ક્લેમ એસેસર: જીવન વીમા ક્ષેત્રે થનાર દાવા અંગે કામ કરનાર.
- એન્જીનીયર્સ :ઓટોમેશન ના વધતા વિસ્તાર સાથે આ ક્ષેત્રે કાર્ય કરી શકનાર એન્જીનીયર્સ
- મધ્ય અને વરિષ્ઠ કન્સ્ટ્રક્શન અને સંપત્તિ વકીલ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેઠાણને લગતા પ્રોજેક્ટ્સમાં આવેલી તેજી ને ધ્યાન માં રાખી ને આ કૌશલ ની માંગ રહેશે
- સપ્લાય ચેઇન મેનેજર
- ડેટા એનાલિસ્ટ
- ક્લિનિકલ રિસર્ચ એસોસિયેટ : ફાર્મ અને બાયોટેક અને તબીબી સાધનો બનાવનાર કંપનીઓ આ પ્રકરણ રિસર્ચરને ઈચ્છે છે.
- પ્રોડક્શન મેનેજર : તમામ કંપનીઓ માટે
- ચેન્જ મેનેજર : સમય સાથે ટેક્નોલોજી અને મેનેજમેન્ટ ક્ષેત્રે આવનાર બદલાવ સાથે તાલ મિલાવવા
- સેલ્સ એડમિનિસ્ટ્રેટર
- રહેવાસી મકાન મેનેજર : વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં વધતા જતા રેસીડેન્સીયલ પ્રોજેક્ટ માટે
- સ્ટોર મેનેજર : રિટેઇલ ઉદ્યોગના થતા વિસ્તાર ના કારણે
- પોલોસી ઓફિસર : અનુભવી અને વર્બલ અને લેખિત કમ્યુનિકેશનમાં કૌશલ ધરાવતા સરકારી વિવિધ યોજનાઓ માટે જરીરી રહેશે
- કરાર મેનેજર : વધતા જતા ટેન્ડર અને હરાજીની પ્રક્રિયા ને ધ્યાનમાં રાખતા
- લાયકાત ધરાવતા મિસ્ત્રી/ સુથાર
Share

