આ ક્રિકેટ સિઝનમાં, SBS South Asian ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરીને મેન્સ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની 2 ટિકિટો તથા વિમેન્સની તમામ 3 વન-ડે મેચની 2 ટિકિટો જીતવાની તક આપી રહ્યું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14થી 18 ડિસેમ્બર 2024 વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. તમે તેના પ્રથમ દિવસની 2 ટિકિટો જીતી શકો છો.

સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેશો
સ્પર્ધામાં ભાગ લેનારે તેમના ઓસ્ટ્રેલિયા અથવા ભારતના જાણિતા ક્રિકેટ ખેલાડીના ઓટોગ્રાફ જો તેમની પાસે હોય તો એ અમને મોકલી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો તે ઓટોગ્રાફ ટોપી, ટી-શર્ટ, બોલ કે ફોટોગ્રાફ પર કે કોઇ પણ વસ્તુ પર હોય તે સ્વીકાર્ય છે.
અને, અમને 50 કે તેથી ઓછા શબ્દોમાં જણાવો કે ક્યારે, ક્યાં અને કેવી રીતે તમે તે ઓટોગ્રાફ મેળવ્યો હતો.
સૌથી શ્રેષ્ઠ એન્ટ્રી ઇનામ જીતી શકે છે.
તમારી એન્ટ્રી 11મી ડિસેમ્બર 2024ના બુધવારે સાંજે 5.00 વાગ્યા સુધીમાં cricket@sbs.com.au પર મોકલવી જરૂરી છે.
તમારું નામ, સરનામું, જન્મતારીખ, ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસ સામેલ કરવો જરૂરી છે.
આ સ્પર્ધા તમામ વયના ઓસ્ટ્રેલિયન રહેવાસીઓ માટે ખુલ્લી છે. 18 વર્ષથી ઓછી વયના લોકો માટે, માતાપિતા અથવા વાલીએ ભાગ લેનાર વતી એન્ટ્રી સબમિટ કરવી આવશ્યક છે.
સ્પર્ધાના નિયમો તથા વધુ માહિતી માટે General terms and conditions પેજની મુલાકાત લો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

