કચ્છી ખારેકમાંથી બનશે "વાઈન"

કચ્છમાં ઉગતી ખારેક અનન્ય છે.આજકાલ ખારેકમાંથી અથાણાં, સ્ટફ ડેટ્સ, મીઠાઈ, જ્યૂસ, પલ્પ, જેલી જેવા ખાદ્યપદાર્થો ઉપરાંત ખારેકમાંથી વાઈન બનાવવાનો પ્રયોગ પણ સફળ રીતે કરાયો છે.

Indian Date Palm

Source: Dinesh Valke Flicker

ગુજરાત રાજ્યનો કચ્છ પ્રદેશ રણ પ્રદેશ  તરીકે  પ્રસિદ્ધ છે. ખુબ ઓછા લોકો જાણે છે કે આ પ્રદેશના  ખેડૂતોએ વૈજ્ઞાનિક ટિશ્યુ કલ્ચર પદ્ધતિ અપનાવી  વિવિધ ફળની  ખેતીમાં આગવું નામ બનાવ્યું છે. કચ્છી કેસર કેરી , દાડમ અને  ખારેક  વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે.

કચ્છમાં ઉગતી ખારેક અનન્ય છે. કચ્છમાં વર્ષોથી ખારેકનું વાર્ષિક ઉત્પાદન  અંદાજે ૧.૭૦ લાખ ટન છે. થોડાં વર્ષોથી કચ્છી ખેડૂતો વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી ઇઝરાયેલની બરહી ખારેકનું ઉત્પાદન લઈ રહ્યા છે. વર્ષો-વર્ષ વાવેતર વિસ્તાર વધી રહ્યો છે અને સાથે-સાથે ઉત્પાદન પણ વધે છે. આ પ્રકારની ખારેકની ગુણવત્તા ખૂબ સારી હોવાથી તેની ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને લંડનમાં નિકાસ થાય છે. ભારતમાં દિલ્હી, મુંબઈ જેવાં મહાનગરો સુધી પણ કચ્છી ખારેક પહોંચી છે.

કચ્છના ખારેક ખેડૂત છબીલ પટેલ જણાવે છે કે ઉનાળામાં ખારેકનો પાક તૈયાર થાય છે. જો થોડા પણ વરસાદી છાંટા પડે તો ઝાડ પરની ખારેક કે ઉતારેલી ખારેકને ભારે નુકસાન થાય છે. આથી ઘણી વખતે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે.  

સામાન્ય રીતે  ખારેક્માંથી ખજૂર બને છે પણ, કચ્છની ખારેક અપવાદ છે.

Date Palm tree
Source: Sanjay Upadhyay

આજકાલ ખારેક્માંથી અથાણાં, સ્ટફ ડેટ્સ, મીઠાઈ, જ્યૂસ, પલ્પ, જેલી જેવા ખાદ્યપદાર્થો ઉપરાંત ખારેકમાંથી વાઈન બનાવવાનો પ્રયોગ પણ સફળ રીતે કરાયો છે.

Date Palm Pickle
Source: Surbhi Vasa

ખારેકના ખેડૂતોને ખારેકના પાકનો મહત્તમ લાભ મળે તેવા હેતુ થી કરવામાં આવતા પ્રયોગોમાં  ખારેક માંથી વાઈન  બનાવવાના  પ્રયોગો  ઘણા ખેડૂતો વડે હાથ ધરવામાં આવ્યા હતા, જેમાંથી ગાંધીધામના સાહસિક ખેડૂત રણજિતસિંગે સાહસ ખેડી સફળતા મેળવી છે.  

પોતાના સાહસ અંગે એસ બી એસ ગુજરાતી સાથે વાત કરતાં રણજિતસિંગ કહે છે, ‘મારે હાજીપીરમાં ૪૦ એકર જમીનમાં ખારેકનું ફાર્મ છે. ૭ વર્ષ પહેલાં વાવેતર કર્યું હતું. જોકે બે-ત્રણ વર્ષ સુધી અચાનક જ વહેલા આવેલા વરસાદના કારણે ઉત્પાદનને ભારે અસર થઈ. ઉપરાંત દેશના અમુક વિસ્તારમાં તો ખારેકનાં ફળથી લોકો પરિચિત નથી તેના કારણે પણ બજારમાં મળવામાં મુશ્કેલી પડે છે. ટૂૂંકી સિઝનના કારણે બજારમાં ખારેકનો એકીસાથે મોટાપાયે ભરાવો થતો હોવાથી તેના ભાવ પણ પૂરતા મળતા નથી. આથી જ મેં ખારેકમાંથી વાઈન બનાવવાનું વિચાર્યું. આ ફળમાં શર્કરાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેથી તેમાંથી વાઈન સહેલાઈથી બની શકે છે.’

‘મારે હાજીપીરમાં ૪૦ એકર જમીનમાં ખારેકનું ફાર્મ છે. ૭ વર્ષ પહેલાં વાવેતર કર્યું હતું. જોકે બે-ત્રણ વર્ષ સુધી અચાનક જ વહેલા આવેલા વરસાદના કારણે ઉત્પાદનને ભારે અસર થઈ. ઉપરાંત દેશના અમુક વિસ્તારમાં તો ખારેકનાં ફળથી લોકો પરિચિત નથી તેના કારણે પણ બજારમાં મળવામાં મુશ્કેલી પડે છે. ટૂૂંકી સિઝનના કારણે બજારમાં ખારેકનો એકીસાથે મોટાપાયે ભરાવો થતો હોવાથી તેના ભાવ પણ પૂરતા મળતા નથી. આથી જ મેં ખારેકમાંથી શરાબ બનાવવાનું વિચાર્યું. આ ફળમાં શર્કરાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેથી તેમાંથી વાઈન સહેલાઈથી બની શકે છે.’

એેક ડ્રમમાં ખારેકનો પલ્પ નાખીને તેમાં આથો લવાય છે. આ પલ્પ બે મહિના પછી ગળી જાય છે. તેને ગાળીને તેનો જ્યૂસ અલગ કરાય છે. તે જ વાઈન કહેવાય. સામાન્ય રીતે તો તે ખારેકના જ્યૂસ જેવો જ લાગે છે. તેમાં ખારેક જેવી ન્યુટ્રિશ્નલ વેલ્યુ હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઘણું હોય છે. ઉપરાંત આ વાઈન કબજિયાત, માઇગ્રેન જેવા રોગ માટે પણ ઔષધિનું કામ કરે છે

આ પ્રકારે બનાવાયેલ વાઈનનું પરીક્ષણ નાસિક ખાતેના  નિષ્ણાતો પાસે કરાવ્યું. નિષ્ણાતો પાસે થી સકારાત્મક પ્રતિભાવ મળતાં તેઓએ વાઇનરી સ્થાપવાનું નક્કી કર્યું.

અહીં એ જાણવું રહ્યું કે રણજિત સિંગ  પહેલા છબીલ પટેલ, ગોપાલ ગોરસીયા જેવા કેટલાક ખારેક ઉગાડનારા મોટા ખેડૂતોએ વાઈનરી નાખવા વિચાર્યું હતું, પરંતુ ગુજરાતમાં દારૃબંદી હોવાથી તેમના કામમાં ભારે અડચણો આવતાં આખો વિચાર પડતો મુક્યો હતો.

આથી રણજિતસિંગે રાજસ્થાન સરકાર સાથે એમઓયુ કર્યા. સરકારે આ સાહસને પ્રોત્સાહન આપવા ખાસ પોલિસી ઘડી અને તેમણે આબુ રોડ પર વાઈનરી સ્થાપી છે.

આ ઉપરાંત દાડમના ખેડૂતોને મદદ કરવા માટે  દાડમમાંથી વાઈન બનાવવાનો પ્રયોગ પણ થઈ રહ્યો છે.  જો  વિવિધ ફાળો માંથી વાઈન બનાવવાના પ્રયોગો સફળ  થશે  તો ખેડૂતો ને યોગ્ય લાભ મળી રહેશે, આ ક્ષેત્રે રોજગારી ની તકો પણ ઉભી થશે.

ખારેકનું ઉત્પાદન કરનારા ખેડૂતોને ઓછા ખર્ચે, ઓછી મહેનતે વધુ નફો મળી શકે તે માટે રાજ્ય સરકારે ઇઝરાયેલ સરકારની મદદથી ભુજ નજીકના કુકમા ખાતે સેન્ટર ફોર એક્સલન્સ ઓફ ડેટ પામ (ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર) શરૃ કર્યું છે. અહીં કેટલું પાણી કે ખાતર આપવું, ઝાડ પરથી ખારેક ઉતાર્યા પછી સ્ટોરેજ, વેચાણ વગેરે માટેનું માર્ગદર્શન પણ પૂરું પડાશે. અહીં ફળોનાં ગ્રેડિંગ, શોર્ટિંગ, પેકિંગ માટે સવલતો ઊભી કરાશે. તેમ જ ખેડૂતોને પ્રિકૂલિંગ અને કૉલ્ડ ચેઇન માટે સહાય કરાશે.


4 min read

Published

Updated

By Harita Mehta




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now