દિવાળીના તહેવાર નિમિત્તે SBS Gujarati દ્વારા Diwali Photograph Competition 2020 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે શ્રોતાઓએ તેમણે ઘરમાં કરેલી સજાવટ, રંગોળી કે મિત્રો અને પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરતો ફોટો મોકલ્યો હતો.
11મી નવેમ્બર 2020 ના રોજ સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી સ્પર્ધા મંગળવારે 17મી નવેમ્બર 2020ના રાત્રીના 23:59 AEST વાગ્યે પૂર્ણ થઇ હતી. જેમાં SBS Gujarati ને દિવાળીની પરંપરાગત ઉજવણીના અનેક ફોટો મળ્યા હતા. સ્પર્ધાના તમામ ફોટો અહીં જોઇ શકો છો.
SBS Diwali Photo Competition 2020 ના વિજેતા છે...
- કૃપા શેઠ, કેનબેરા
- ધ્વનિ વોરા, મેલ્બર્ન
- રચના ઓઝા, સિડની

Krupa Sheth with her Diwali Rangoli Source: Krupa Sheth
રંગોળી બનાવવામાં 12 કલાક લાગ્યા
સ્પર્ધાના વિજેતા કૃપા શેઠે જણાવ્યું હતું કે, હું ભારતમાં દર વર્ષે દિવાળી દરમિયાન રંગોળી કરી હતી અને ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા બાદ વ્યસ્તતા વચ્ચે પણ રંગોળી કરવાની પરંપરા ચાલૂ જ રાખી હતી. દિવાળી નિમિત્તે કરવામાં આવતી રંગોળી આપણી પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક છે.
વિજેતા બનવાનો આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આ દિવાળીએ રંગોળીનું નિર્માણ કરવામાં તેમને 12 કલાક જેટલો સમય લાગ્યો હતો.

Diwali Rangoli by Dhvani Vora Source: Dhvani Vora
નવા ઘરમાં પ્રથમ વખત રંગોળી કરી
સ્પર્ધાના અન્ય વિજેતા ધ્વનિ વોરાએ જણાવ્યું હતું કે અમે તાજેતરમાં જ અમારા નવા ઘરમાં રહેવા આવ્યા છીએ. અને અહીં અમારી પ્રથમ દિવાળી હોવાથી મેં રંગોળી કરી હતી.
રંગોળી કરતી વખતે તેમની દિકરીને પણ હિન્દુ ધર્મ માટે દિવાળી તથા રંગોળીની પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું, તેમ ધ્વનિએ ઉમેર્યું હતું.

Diwali snacks by Rachana Oza Source: Rachana Oza
સ્પર્ધા દ્વારા ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવાની તક મળી
ફોટો સ્પર્ધાના અન્ય વિજેતા રચના ઓઝાએ જણાવ્યું હતું કે, આ વખતે કોરોનાવાઇરસના કારણે દિવાળીની ઉજવણીને અસર પડી હતી પરંતુ, ભારતથી દૂર રહીને પણ તહેવારની ઉજવણીમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે દર વર્ષની જેમ આ દિવાળીમાં પણ પરંપરાગત નાસ્તા બનાવ્યા હતા અને પરિવારજનો સાથે દિવાળી ઉજવી હતી.
SBS Gujarati દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લઇને ભારતીય સંસ્કૃતિ પ્રદર્શિત કરવાની તક મળી તેનો આનંદ છે, તેમ રચનાએ જણાવ્યું હતું.

Family Diwali celebrations by Rachana Oza Source: Rachana Oza