વર્ષ 1972થી દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વભરમાં 5 જૂને રોજ ગ્લોબલ સીટીઝન વડે કરવામાં આવે છે. આ વર્ષે આ ઉજવણીના હોસ્ટ તરીકે કેનેડા દેશ છે અને કેનેડા વડે લોકો પ્રકૃતિની વધુ નજીક જાય તે ઉદેશ થી આ થીમ રાખવામાં આવી છે. પર્યાવરણીય જાગૃતિને લગતી મોટાભાગની પ્રવૃત્તિઓનું કેન્દ્ર કેનેડા રહેશે .
'કનેક્ટિંગ પીપલ ટુ નેચર' થીમ હેઠળ લોકોને આસપાસની સ્વચ્છતા, બહાર પ્રકૃતિની સુંદરતા માણવાની પ્રવૃત્તિ, વૃક્ષારોપણ અને આઉટડોર પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેથી એક સકારાત્મક અભિગમ કેળવી શકાય .

Source: Public Domain
વિશ્વ પર્યાવરણ દિવસ
આ દિવસની ઉજવણી વિશ્વભરમાં વૃક્ષારોપણ, આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા રાખવી - કરવી, પ્રાણી અને અન્ય વન્ય સૃષ્ટિ વિરોધના ગુના સામે અવાજ ઉપાડીને કરવામાં આવે છે.
આ દિવસે થતી તમામ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં છે પર્યાવરણ અને પૃથ્વીનું જતન. આ માટે લોકોનો સાથ જરૂરી છે, પણ આ માટે લોકો નાના પ્રયત્ન દ્વારા પણ યોગદાન આપી શકે છે.
વિશ્વ પર્યાવરણ દિવસની વેબસાઈટના જણાવ્યા મુજબ - હાલના દશકામાં, વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રગતિ થતા અને ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ થતા પર્યાવરણીય સમસ્યાઓ વધી છે જેમકે - ગ્લોબલ વોર્મિંગ, વિવિધ પ્રદુષણ, ઋતુચક્રમાં અવરોધ -બદલાવ વગેરે. જે માનવીના વેલબીઇંગ માટે પણ પડકાર સમાન છે.

Source: Public Domain
શું પ્રવૃત્તિઓ કરી શકાય?
1) આપ આપની નજીક આવેલા બગીચા, નેશનલ પાર્ક , દરિયા કિનારાની મુલાકાત લઇ શકો છો. કુદરતની વધુ નજીક લઇ જતી પ્રવૃત્તિઓ જેમકે - દરિયા કે તળાવમાં સ્વિમિંગ ,હાઇકીંગ, ઘોડેસવારી , વોકિંગ માટે જવું અથવા કુદરતી સુંદરતા નિહાળવી. આપ આપણા ફોટા પણ #worldenvironmentday કરી શેર કરી શકો છો.
2) વૃક્ષારોપણ કરવું - એ આપના આંગણામાં કરવામાં આવે કે પછી જાહેર સ્થળોએ. જો આપ મહાનગરમાં રહેતા હોવ અને જગ્યાના અભાવના કારણે વૃક્ષ વાવવું શક્યન હોય તો નાના પેચીસ કે ગેલેરી ગાર્ડન પણ બનાવી શકાય. જો આપને વન્ય જીવ જંતુ વિષે જાણવામાં રસ હોય તો આ અંગે પણ વધુ અભ્યાસ અર્થે પ્રવૃત્તિઓમાં જોડાઈ શકાય.
3) પોતાના ઘર, આસપાસના વિસ્તાર અને શહેરમાં જરૂર પડે ત્યાં સ્વચ્છતા અભિયાન યોજી શકાય. આપ જાહેર દરિયા કિનારે, જંગલમાં કે બગીચામાં પણ સફાઈ કાર્યક્રમ યોજી શકો છો. 

Source: Public Domain